You are here
Home > News > જાહેરમાં કોઈ કાર્યક્રમ નહી કરી શકનાર ભાજપના પુષ્પાંજલી જેવા કાર્યક્રમોમાં પ્રચાર માટેના ખોટા પ્રયત્નો-કોંગ્રેસ

જાહેરમાં કોઈ કાર્યક્રમ નહી કરી શકનાર ભાજપના પુષ્પાંજલી જેવા કાર્યક્રમોમાં પ્રચાર માટેના ખોટા પ્રયત્નો-કોંગ્રેસ

(પ્ર.ન્યુ.સ.)       વિસનગર,રવિવાર
વિસનગરમાં બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિએ ભાજપના ધારાસભ્ય અને કાર્યકરોએ ભગવો ખેસ ધારણ કરીને આવતા કોંગ્રેસે જણાવ્યુ હતું કે, વિસનગરમાં ભાજપ જાહેરમાં કોઈ કાર્યક્રમ કરી શકતુ નથી. ત્યારે આવા પુષ્પાંજલી જેવા કાર્યક્રમોમાં પણ પ્રચાર કરવાની કોઈ તક છોડતા નથી. ભાજપ સસ્તી પ્રસિધ્ધિ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યુ છે.
૧૪ મી એપ્રિલ ભારતના બંધારણના ઘડવૈયા ર્ડા.બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની ૧૨૬ મી જન્મજયંતિએ વિસનગરમાં એમ.એન.કોલેજ સામે આવેલ બાબા સાહેબની પ્રતિમા સમક્ષ પુષ્પાંજલી આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં તમામ પક્ષના તમામ સમાજના લોકોએ હાજરી આપી. કાર્યક્રમ શરૂ થાય તે પહેલા કેટલાક ભાજપનો ખેસ પહેરીને આવતા સમાજના આગેવાનોએ ટકોર કરી હતી કે આ કોઈ પક્ષનો કાર્યક્રમ નથી. રાષ્ટ્રીય નેતા એ સૌના નેતા છે. ત્યારે જન્મજયંતી પ્રસંગે ખેસ ધારણ કરી રાજકીય રંગ આપવો નહી. કાર્યક્રમ શરૂ થયો ત્યારે તેની થોડીવાર પછી ધારાસભ્ય ઋષિભાઈ પટેલ તથા અન્ય આગેવાનો અને કાર્યકરો ભાજપનો ખેસ ધારણ કરી ર્ડા.બાબા સાહેબને પુષ્પમાળા અર્પણ કરી હતી.
ર્ડા.બાબા સાહેબની જન્મજયંતિએ ભાજપના ધારાસભ્ય અને આગેવાનો ભાજપનો ખેસ પહેરીને આવી કાર્યક્રમને રાજકીય રંગ આપતા કોંગ્રેસના એક આગેવાને જણાવ્યુ હતુ કે પાટીદાર અનામત બાદ વિસનગરમાં ભાજપ જાહેરમાં એક પણ કાર્યક્રમ કરી શક્યુ નથી. લોકો ભાજપનો વિરોધ કરી રહ્યા છે. વિસનગરમાં લોકોને ભાજપ કે ભાજપના આગેવાનો ગમતા નથી. ત્યારે ભાજપ રાષ્ટ્રીય નેતાને પુષ્પાંજલી આપવાના કે બીજા અન્ય એક પણ કાર્યક્રમમાં પોતાનો પ્રચાર કરવાનુ ચુકતા નથી. બાબા સાહેબની જન્મ જયંતીએ ભાજપ રાજકીય રોટલો શેકવાનો પ્રયત્ન કરી રહ્યુ છે. કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો પણ હતા. જેમને કોંગ્રેસનો કોઈ ખેસ પહેર્યો નહોતો. કાર્યક્રમ શરૂ થાય તે પહેલા ટકોર કરવા છતા ભાજપના ધારાસભ્ય અને કાર્યકરો આવા કાર્યક્રમમાં પણ ભાજપનો ખેસ પહેરી આવીને સસ્તી પ્રસિધ્ધિ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. લોકોનો વિશ્વાસ ગુમાવી ચુકેલ ભાજપ ભલે લોક માનસમાં છવાય તે માટે ગમે તેટલા ગતકડા કરે પરંતુ આ વખતે વિધાનસભામાં ભાજપની ભુંડી હાર થવાની છે તે નિર્વિવાદ વાત છે. ગ્રામ પંચાયતની ચુંટણીમાં ભાજપે કારમો પરાજય મેળવ્યો છે. છતાં લોકોમાં પગપેસારો કરવા ભાજપ બાબા સાહેબની જન્મ જયંતીના પ્રસંગે ભગવો ધારણ કરી કેસરીયો માહોલ સર્જવાના પ્રયત્નો કરી રહ્યુ છે. પરંતુ પ્રજા હવે ભાજપથી થાકી છે. આવનાર વિધાનસભાની ચુંટણીમાં પ્રજા હવે ભાજપ સામે કેસરીયા કરશે.

Leave a Reply

Top