You are here
Home > News > બહુચરાજી માતાનો રોડ બંધ કરાતા પાલિકા ઉપપ્રમુખ તેમજ તાલુકા કોંગ્રેસ પ્રમુખની ખેરાલુના ટ્રાફીકનો પ્રશ્ન હલ કરવા રજુઆત

બહુચરાજી માતાનો રોડ બંધ કરાતા પાલિકા ઉપપ્રમુખ તેમજ તાલુકા કોંગ્રેસ પ્રમુખની ખેરાલુના ટ્રાફીકનો પ્રશ્ન હલ કરવા રજુઆત

બહુચરાજી માતાનો રોડ બંધ કરાતા પાલિકા ઉપપ્રમુખ તેમજ તાલુકા કોંગ્રેસ પ્રમુખની
ખેરાલુના ટ્રાફીકનો પ્રશ્ન હલ કરવા રજુઆત

(પ્ર.ન્યુ.સ.)        ખેરાલુ,રવિવાર
ખેરાલુ શહેરમાં ખારીકુઈથી લક્ષ્મીપુરા ઠાકોરવાસ સુધીનો સી.સી.રોડ બનાવ્યો ત્યારે રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ હોળી વચ્ચે આવતા બીજા રોડનુ કામ અધુરુ રાખવામાં આવ્યુ હતુ. હાલ ખેરાલુ બજારમાં મંદ્રોપુર, બળાદ, થાંગણા જતી જીપો અને રીક્ષાઓને કારણે ભારે ટ્રાફીકની સમસ્યા ઉભી થાય છે. પોલીસ મહિના માટે પોતાનો સ્વાર્થ અને લાભ જતો કરી આ પેસેન્જર વાહનો બંધ કરાવવા જોઈએ. પરંતુ કોઈ કાર્યવાહી ન થતા ખેરાલુ તાલુકા કોંગ્રેસ પ્રમુખે પોલીસ તેમજ પાલિકામાં ફોન કર્યો હતો. પરંતુ તેજ સમયે ખેરાલુ પાલિકા ઉપપ્રમુખ રસીકભાઈ કડીયાએ પણ ચિફ ઓફીસર ચિંતનભાઈ ચૌધરીને પોલીસમાં ટ્રાફીકના પ્રશ્ને લેખીત આપવા રજુઆત કરી હતી.
ખેરાલુ શહેરનો મુખ્ય માર્ગે ખારીકુઈથી બહુચરાજી માતા મંદિર થઈ ખોખરવાડા સંઘે જતો રોડ નવો બનતો હોવાથી બંધ કરવામાં આવ્યો છે. રોડ બંધ કર્યા પછી ચાર દિવસ થવા આવ્યા છતા કોન્ટ્રાક્ટર ગોકળગાયની ગતિથી કામ કરે છે તેવુ વેપારીઓ જણાવે છે. ત્યારે રોજની શટલીયા રીક્ષા ચાલકો અને પેસેન્જર જીપોએ ખેરાલુ બજારના ટ્રાફીકને બાનમાં લીધુ છે. આ બાબતે તાલુકા કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઈ દેસાઈએ પાલિકા અને પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરી ત્યારે ખેરાલુ પાલિકા ઉપપ્રમુખ રસીકભાઈ કડીયાએ પણ ચીફ ઓફીસરને સુચના આપી હતી કે ટ્રાફીકની સમસ્યા હલ કરાવવા પોલીસને લેખીત જાણ કરો. હવે પ્રશ્ન ત્યાં ઉપસ્થિત થાય છેકે રાજ્યના દરેક પોલીસ સ્ટેશનોમાં મે આઈ હેલ્પ યુ લખ્યુ છે પરંતુ કોઈ મદદ માંગવા ન જાય તો પોલીસ જાતેે મદદ કરવા તૈયાર નથી. ટ્રાફીકના પ્રશ્ન હલ કરવા અગાઉ જિલ્લા પોલીસવડાએ ખારીકુઈથી રીક્ષાઓનો શહેરમાં પ્રવેશ બંધ કરાવ્યો હતો. પરંતુ લોભ અને લાલચમાં રીક્ષાઓ સાથે પેસેન્જર જીપો પણ શહેરમાં ફરતી કરી દેવાઈ છે. શું આ બાબતે જિલ્લા પોલીસવડા નવો રોડ બને ત્યાં સુધી દસ કે પંદર દિવસ પોલીસની લોભ અને લાલચ દુર કરી સાચી લોક ઉપયોગી કામગીરી કરાવી શકશે ખરાં?

Leave a Reply

Top