કાંસા રાજપૂત સમાજ દ્વારા અજાય માતાનો પાટોત્સવ ઉજવાયો

કાંસા રાજપૂત સમાજ દ્વારા અજાય માતાનો પાટોત્સવ ઉજવાયો

Local News No Comments on કાંસા રાજપૂત સમાજ દ્વારા અજાય માતાનો પાટોત્સવ ઉજવાયો

 

કાંસા રાજપૂત સમાજ દ્વારા અજાય માતાનો પાટોત્સવ ઉજવાયો

(પ્ર.ન્યુ.સ.)      વિસનગર,         રવિવાર
વિસનગર તાલુકાના કાંસા ગામના રાજપૂત સમાજના કુળદેવી શ્રી અજાય માતાજીના સાતમાં પાટોત્સવ નિમિત્તે સમસ્ત રાજપૂત સમાજ દ્વારા ત્રિદિવસીય શત્‌ચંડીયજ્ઞનુ ભવ્ય આયોજન કરાયુ હતુ. આ મહોત્સવમાં ગામમાં માતાજીની શોભાયાત્રા, રાસ-ગરબા, દાતાઓનુ સન્માન સહીત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે માતાજીના દર્શનનો ગ્રામજનોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. આ કાર્યક્રમનુ સુકાન યુવાનોએ હાથમાં લીધુ હતુ.
કાંસા રાજપૂત સમાજના કુળદેવી શ્રી અજાય માતાજીના આશિર્વાદથી રાજપૂત સમાજના ભાઈ-બહેનો સામાજીક, રાજકીય તથા શિક્ષણક્ષેત્રે આગવુ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. સમાજના લોકો આર્થિક રીતે સુખી-સમૃધ્ધ છે. ત્યારે સમસ્ત રાજપૂત સમાજ ઉપર કુળદેવી અજાય માતાની આવી કાયમી કૃપા વરસતી રહે અને પોતાના સમાજ તથા ગામનુ કલ્યાણ થાય તેવી પ્રાર્થના સાથે કાંસા રાજપૂત સમાજ દ્વારા ગત તા.૨૯-૪ થી ૧-૫ સુધી ત્રિદિવસીય અજાય માતાના સાતમા પાટોત્સવ નિમિત્તે શત્‌ચંડીયજ્ઞનુ ભવ્ય આયોજન કર્યુ હતુ. આ પ્રસંગે ગામમાં માતાજીની ભવ્ય શોભાયાત્રા નિકળી હતી. શોભાયાત્રા દરમિયાન રાજપૂત ભાઈઓએ રાજપૂતના સિમ્બોલવાળી એકજ કલરની ટી-શર્ટમાં સજ્જ થઈ તથા દિકરીઓએ તલવારબાજીના દાવ કરી ગ્રામજનોમાં આકર્ષણ જમાવ્યુ હતુ. આ સમયે રાજપૂત સમાજની એકતાના પ્રત્યક્ષ દર્શન થયા હતા. આ પ્રસંગે દાતાઓના સહયોગથી રાજપૂત સમાજની બહેન-દિકરીઓને આમંત્રિત કરી તેમને ભેટ અર્પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત સૌપ્રથમવાર રાજપૂત સમાજનો સતત ત્રણ દિવસ સુધી સામુહિક ભોજન પીરસવામાં આવ્યુ હતુ. જેમાં યજ્ઞની પુર્ણાહુતિના દિવસે રાજપૂત ગોવિંદસિંહ બાબુજી મોહનજી પરિવારે ભોજનદાતાનો લાભ લીધો હતો. જ્યારે યજ્ઞના મુખ્ય પાટલાના યજમાન પદે રૂા.૧,૨૫,૦૦૦ નુ માતબર દાન આપી નિવૃત્ત ડી.વાય.એસ.પી. જે.જી.પરમારના પરિવારજનોએ માતાજીની વિધિવત રીતે પૂજા-અર્ચના કરી હતી. જેમાં સમાજના અન્ય દાતાઓએ પણ માતાજીની પૂજા-અર્ચનાનો લાભ લીધો હતો. આ ત્રિદિવસીય કાર્યક્રમના સમાપનની રાત્રે રાજપૂત સમાજ તરફથી દાતાઓનુ તલવાર, સાફો તથા સાલ ઓઢાડી બહુમાન કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ માતાજીના ચોકમાં ડી.જે.સાઉન્ડ સાથે રાજપૂત ભાઈ-બહેનોએ ગરબાની રમઝટ માણી હતી. યજ્ઞના આચાર્ય પદે વસાઈના આશિષભાઈ કે.ત્રિવેદી(સામવેદી) સહિતના વિદ્વાન બ્રાહ્મણોએ માતાજીની પૂજા-અર્ચના કરાવી હતી.

Leave a comment

Back to Top