ખેરાલુના હાટડીયામાં ગટરનું ઢાંકણું રીપેર થતુ નથી

ખેરાલુના હાટડીયામાં ગટરનું ઢાંકણું રીપેર થતુ નથી

Local News No Comments on ખેરાલુના હાટડીયામાં ગટરનું ઢાંકણું રીપેર થતુ નથી

 

ખેરાલુના હાટડીયામાં ગટરનું ઢાંકણું રીપેર થતુ નથી

(પ્ર.ન્યુ.સ.)              ખેરાલુ,        રવિવાર
ખેરાલુ શહેરના મુખ્ય પ્રવેશ દ્વાર તરીકે શિત કેન્દ્રથી હાટડીયા વાળો રસ્તો છે. રબારીવાસના નાકેથી શિતકેન્દ્ર સુધી જવાનો રસ્તો ઠેરઠેર તુટી ગયો છે. જે છેલ્લા દોઢ બે વર્ષથી ઈરાદાપૂર્વક નવો રોડ બનતો નથી. હાલમાં ટેન્ડર બહાર પાડ્યુ છે પણ ટેન્ડરનો વર્ક ઓર્ડર અપાતો નથી. ત્યારે છેલ્લા ૧પ દિવસની બહેલીમવાસથી હાટડીયા જતા રસ્તા ઉપર સુથારવાસ પાસે મેઈન રોડ ઉપર ગટરનુ ઢાંકણુ તુટી ગયુ છે પાલિકા દ્વારા ઈરાદાપુર્વક રીપેરીંગ કરવામા આવતુ નથી.
ખેરાલુ શહેરના અભુતપુર્વ વિકાસ કરવા માટે ઈચ્છા શક્તિ જોઈએ પરંતુ વોર્ડ નં-અને વોર્ડ પ,૬અને ૭ ને જોડતા વિસ્તારમા આ ગટરનું ઢાંકણુ તુટ્યુ છે, ત્રણે વોર્ડના ૯ સભ્યોમા એકપણ સભ્યએ આ ગટરનુ ઢાંકણુ રીપેરીંગ કરવા પ્રમુખને રજુઆત કરી હોય તેવુ લાગતુ જ નથી. દરરોજ હજારોની સંખ્યામાં આ રોડ ઉપરથી વાહનો પસાર થાય છે. વારંવાર તુટેલા ગટરના ઢાંકણાનો કારણે ટ્રાફિક જામ થઈ જાય છે. એક તરફ સરકાર ડીઝલ, પેટ્રોલ બચાવવા એક દિવસ વાહન ન ચલાવવા  લોકોને જણાવે છે. ત્યારે એક તુટેલા ગટરના ઢાંકણાને કારણે દરરોજ ટ્રાફિક જામને કારણે ડીઝલ, પેટ્રોલનો હજારો વાહનોમા વપરાશ વધી જાય છે. ખેરાલુ પાલિકા પ્રમુખ પ્રેમજીભાઈ દેસાઈ યુધ્ધના ધોરણે હાટડીયા રોડના ગટરનુ ઢાંકણુ નંખાવે તો સારુ કહેવાશે.

Leave a comment

Back to Top