ખેરાલુ પાલિકા કર્મીઓએ મામલતદારને આવેદનપત્ર આપ્યુ

ખેરાલુ પાલિકા કર્મીઓએ મામલતદારને આવેદનપત્ર આપ્યુ

Prachar News No Comments on ખેરાલુ પાલિકા કર્મીઓએ મામલતદારને આવેદનપત્ર આપ્યુ

 

ખેરાલુ પાલિકા કર્મીઓએ મામલતદારને આવેદનપત્ર આપ્યુ

(પ્ર.ન્યુ.સ.)        ખેરાલુ,રવિવાર
મહેસાણા જિલ્લા પાલિકા કર્મચારી મહામંડળના પ્રમુખ વિજયકુમાર સોમનાથ બારોટની આગેવાનીમાં ખેરાલુ પાલિકાના કર્મચારીઓએ મામલતદાર ખેરાલુને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ અધિક મુખ્ય સચિવને સંબોધી ૧૬ માંગણીઓ સાથેનું આવેદનપત્ર આપ્યુ હતુ.
આવેદનપત્રમાં જણાવ્યુ હતુ કે અગાઉ સરકારે ૨૬-૨-૨૦૧૭ ના રોજ માંગણીઓનો સૈધ્ધાંતિક સ્વીકાર કર્યો હતો. જેમાં સાતમાં પગાર પંચનો લાભ આપવા સાથે અન્ય માંગણીઓ કરી હતી. જેમાં મહેકમ ખર્ચની ૪૮% ની મર્યાદાના લાભોની જોગવાઈ દુર કરવી. પાલિકા કર્મચારીઓને પણ ખાતાકીય પરીક્ષાઓનો લાભ મળવો જોઈએ. કર્મચારીઓને ઉચ્ચત્તર પગાર ધોરણના લાભ મળવા જોઈએ. રોજમદાર સફાઈ કામદારોને કાયમી કરવા, કર્મચારીઓને પેન્શનના લાભ આપવા વ્યવસ્થા કરવી, રાજ્યની તમામ પાલિકાઓમાં સાતમાં પગાર ધોરણનો લાભ આપવો જોઈએ. રાજ્ય પાલિકા ભરતી બોર્ડ બનાવવુ તેમજ જિલ્લામાં બદલી થઈ શકે તેવી પ્રથા દાખલ કરવી. તાલુકા પંચાયતોની જેમ પાલિકા કર્મચારીઓને પગાર ચુકવવા તેમજ કર્મચારીઓનેજ ચાર્જ સોંપવામાં આવે, ચાલુ ફરજ ઉપરના વર્ગ-૩-૪ ના કર્મચારી મૃત્યુ પામે ત્યારે તેના વારસદારને નોકરી આપવી. કર્મચારીઓનુ મેડીકલ એલાઉન્સ વધારવુ જોઈએ.
ઉપરોક્ત માંગણીઓનો સ્વીકાર કરવામાં નહી આવે તો આંદોલન કરવાની સરકારને ચિમકી આપવામાં આવી છે.

Leave a comment

Back to Top