ગંજબજાર હોલમાં GST સેમીનાર યોજાયો

ગંજબજાર હોલમાં GST સેમીનાર યોજાયો

Local News No Comments on ગંજબજાર હોલમાં GST સેમીનાર યોજાયો

ગંજબજાર હોલમાં GST સેમીનાર યોજાયો

(પ્ર.ન્યુ.સ.)        વિસનગર,રવિવાર
વિસનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના હોલમાં સાંજે ૪-૦૦કલાકે તા.ર૮-૪-૧૭ના રોજ વિસનગર વાણિજ્યિક વેરા કચેરી દ્વારા GST સેમીનારનુ આયોજન કરવામા આવ્યુ હતુ. આ સેમીનારમા વેપારી મહામંડળના પ્રમુખ કાળુભાઈ પટેલ અન્ય વેપારી એસોના પ્રમુખ કારોબારી સભ્યો ગંજબજારના વેપારીઓ, સેલ્સટેક્ષના વકીલો, એકાઉન્ટન્ટો વિગેરે મોટી સંખ્યામા હાજર રહ્યા હતા. જી.એસ.ટી. અંગે વાણિજ્યિક વેરા કચેરી વિસનગરના અધિકારી દ્વારા પુર્વ ભૂમિકાની સમજ આપવામા આવી હતી. ત્યારબાદ ભરતભાઈ કોસ્ટ મેનેજમેન્ટ ઈન્સ્ટીટયુટ ઓફ અમદાવાદ દ્વારા જી.એસ.ટી.અંગે વિગતવાર સમજ આપવામા આવી હતી. મીટીંગના અંતે વેપારીઓ સેલ્સટેક્ષ વકીલો, એકાઉન્ટન્ટો દ્વારા કરવામા આવેલ પ્રશ્નોનુ સમાધાન પણ કરવામા આવ્યુ હતુ. મીટીંગના અંતે હાજર તમામનો વાણિજ્યિક વેરા કચેરી વિસનગર દ્વારા આભાર માનવામા આવ્યો હતો.

Leave a comment

Back to Top