ગામનો વિકાસ હાથ ધરે તે પહેલા  –  દઢિયાળના સરપંચ અને સભ્યોએ સત્યનારાયણ દેવની કથા કરી

ગામનો વિકાસ હાથ ધરે તે પહેલા – દઢિયાળના સરપંચ અને સભ્યોએ સત્યનારાયણ દેવની કથા કરી

Local News No Comments on ગામનો વિકાસ હાથ ધરે તે પહેલા – દઢિયાળના સરપંચ અને સભ્યોએ સત્યનારાયણ દેવની કથા કરી

 

ગામનો વિકાસ હાથ ધરે તે પહેલા
દઢિયાળના સરપંચ અને સભ્યોએ સત્યનારાયણ દેવની કથા કરી

(પ્ર.ન્યુ.સ.)        વિસનગર,રવિવાર
વિસનગર તાલુકાના દઢિયાળ ગ્રામ પંચાયતની ચુંટણીમાં સરપંચ શંકરભાઈ વાઘજીભાઈ ચૌધરી તથા તેમની પેનલનો જંગી મતોથી વિજય થયો હતો. જ્યારે ઉપસરપંચ પદે સંજયભાઈ કેશુભાઈ ચૌધરી ચુંટાયા હતા. સરપંચ, ઉપસરપંચ અને સભ્યો ગ્રામ પંચાયતનો વહિવટ હાથમાં લઈ ગામના વિકાસની શરૂઆત કરે તે પહેલા ગ્રામ પંચાયત કચેરીમાં સત્યનારાયણ ભગવાનની કથા યોજવામાં આવી હતી. ગ્રામ પંચાયત કચેરીમાં ઘણા વર્ષો બાદ કથા યોજાઈ હતી. આ કથામાં ગામના તમામ લોકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. આ પ્રસંગે ગામના વિકાસમાં સહકાર આપવા સરપંચ અને તેમની ટીમે ગ્રામજનોને અપીલ કરી હતી.

Leave a comment

Back to Top