પાલિકાની જનરલમાં સર્વાનુમતે નિર્ણય કરાયો  –  પ્રમુખ શકુન્તલાબેનનો ભંગારની હરાજીનો હિમ્મતપૂર્ણ નિર્ણય

પાલિકાની જનરલમાં સર્વાનુમતે નિર્ણય કરાયો – પ્રમુખ શકુન્તલાબેનનો ભંગારની હરાજીનો હિમ્મતપૂર્ણ નિર્ણય

News No Comments on પાલિકાની જનરલમાં સર્વાનુમતે નિર્ણય કરાયો – પ્રમુખ શકુન્તલાબેનનો ભંગારની હરાજીનો હિમ્મતપૂર્ણ નિર્ણય

 

પાલિકાની જનરલમાં સર્વાનુમતે નિર્ણય કરાયો
પ્રમુખ શકુન્તલાબેનનો ભંગારની હરાજીનો હિમ્મતપૂર્ણ નિર્ણય

(પ્ર.       ન્યુ.સ.)      વિસનગર,રવિવાર
ભંગારની હરાજી કરવાનો નિર્ણય કરનાર પ્રમુખ વિરુધ્ધ ભ્રષ્ટાચારનો આક્ષેપ થતો હોવાથી મોટાભાગના પ્રમુખ ભંગારની હરાજીના વિવાદથી દુર રહ્યા છે. જેનો દુરઉપયોગ કરી પાલિકાના કેટલાક કર્મચારીઓએ ભંગારમાં ગેરરીતી કરી મોટી ગેરરીતી આચરતા હતા. ત્યારે પાલિકા પ્રમુખ શકુન્તલાબેન પટેલે ભંગારની હરાજી કરવાનો હિમ્મતપૂર્ણ નિર્ણય કરી જનરલમાં ઠરાવ કરતા તેને સર્વાનુમતે મંજુરી મળી છે.
વિસનગર પાલિકાના લાલ દરવાજા વૉટર વર્કસ, પટણી દરવાજા સર્વે નં.૩૦૫ તથા ડોસાભાઈ બાગ ફાયર સ્ટેશનમાં, બાંધકામ, સ્વચ્છતા અને વૉટર વર્કસ વિભાગનો લાખ્ખો રૂપિયાનો ભંગાર વર્ષોથી પડી રહ્યો છે. અત્યાર સુધી જે પણ પાલિકા પ્રમુખે ભંગારની હરાજી કરવાનો પ્રયત્ન કર્યો તે યેનકેન પ્રકારે વિવાદમાં આવ્યા છે. જેના કારણે મોટાભાગના પ્રમુખ ભંગારની હરાજી કરવાનુ ટાળતા હતા. જે પ્રમુખે હરાજીનો પ્રયત્ન કર્યા તેમણે હરાજી સમયના હોબાળાના કારણે હરાજી મુલત્વી રાખવાની ફરજ પડી છે. પ્રમુખ શકુન્તલાબેન પટેલ ચાર્જ સંભાળ્યો કે તુર્તજ ભંગારમાંથી કેટલાક પાલિકા કર્મચારીઓ દ્વારા મોટી ગેરરીતી થતી હોવાનો મુદ્દો ચમક્યો હતો. તપાસ કરતા એકપણ વિભાગમાં ભંગારનુ ડેડ સ્ટોક રજીસ્ટર નહોતુ. જેના કારણે કેટલો ભંગાર હતો તેની કોઈ ગણતરી નહોતી. આવો તો કેટલોય ભંગાર પગ કરી ગયો હશે. નવાઈની વાતતો એ છેકે હજુ સુધી ભંગારની કોઈ તપાસ થઈ નથી કે ભંગાર ક્યા ગયો તેની ચકાસણી થઈ નથી. જવાબદાર કર્મચારીઓ સામે પગલા ભરાયા નથી. પાલિકાના લાખ્ખો રૂપિયાના ભંગારમાં ભ્રષ્ટાચાર થતો હોવાનુ જાણી પ્રમુખ શકુન્તલાબેન પટેલે પ્રથમ પાલિકાનો તમામ ભંગાર સર્વે નં.૩૦૫ માં એકજ સ્થળે ભેગો કર્યો છે. અને કયો ભંગાર કેટલો છે તેની ગણતરી શરૂ કરાવી છે. ભંગારમાં મોટો ભ્રષ્ટાચાર થતો હોવાથી પ્રમુખ ભંગારની હરાજી કરવા મક્કમ બનતા પાલિકાની જનરલમાં ઠરાવ કરાયો હતો. જે હરાજી કરવા સર્વાનુમતે ઠરાવને મંજુરી આપવામાં આવી છે.
ભંગારની હરાજીમાં મોટેભાગે લોકલ ભંગારના વેપારીઓ રીંગ કરી દેતા પાલિકાને મોટુ નુકશાન થતુ હતુ. ત્યારે આ વખતે ભંગારનો સર્વે કરાવી દરેક ભંગારની અપસેટ વેલ્યુ નક્કી કરી ત્યારબાદ ભંગારની હરાજી થાય તેવી કાર્યવાહી પ્રમુખ દ્વારા હાથ ધરવામાં આવી છે. જે હરાજી બાદ વર્ષોના ભંગારનો નિકાલ થશે અને પાલિકાને મોટી આવક થશે.

Leave a comment

Back to Top