બહેનોને સ્વમાન સાથે રોજગારીની તક આપતું સમર્થ ડાયમંડ

બહેનોને સ્વમાન સાથે રોજગારીની તક આપતું સમર્થ ડાયમંડ

Prachar News No Comments on બહેનોને સ્વમાન સાથે રોજગારીની તક આપતું સમર્થ ડાયમંડ

 

બહેનોને સ્વમાન સાથે રોજગારીની તક આપતું સમર્થ ડાયમંડ

(પ્ર.ન્યુ.સ.)        વિસનગર,રવિવાર
ડાયમંડ ઉદ્યોગમાં આગવું સ્થાન ધરાવનાર સમર્થ ડાયમંડ સ્ત્રી શશક્તિકરણ માટે પણ કટિબદ્ધ છે. વર્તમાન સમયમાં ૩૬૦ થી વધુ બહેનો સમર્થ ડાયમંડના જુદા જુદા વિભાગોમાં કામ કરી સન્માન ભેર પોતાના કૌશલ્યના આધારે આવક મેળવે છે અને પોતાના કુટુંબને આર્થિક રીતે ટેકો આપી રહ્યા છે. “નારી તું નારાયણી” ઉક્તિને સાર્થક કરવા સ્ત્રીમાં રહેલી અસાધારણ શક્તિ અને કૌશલ્યને યોગ્ય તક આપી સમાજમાં સ્ત્રીનું સ્થાન વધુ દ્રઢ કરવા સમર્થ ડાયમંડ સમાજની બહેનોને ધર્મ, નાત-જાત કે પ્રાંતના કોઈ પણ ભેદભાવ વગર તક પુરી પાડી રહ્યું છે. વિસનગર શહેર અને તાલુકાના ગામડાની બહેનો સુરક્ષા, સન્માન અને સ્વમાન સાથે કૌશલ્ય આધારિત રોજગારી મેળવી આત્મનિર્ભર બને એવા ઉમદા હેતુથી સમર્થ ડાયમંડ દ્વારા તા.૨૭.૦૪.૨૦૧૭ ને ગુરુવારે ગોવિંદ ચકલા પટેલ વાડી ખાતે “રોજગારલક્ષી મહિલા સંમેલન-૨૦૧૭” નું આયોજન કરવામાં આવ્યું હતુ. આ સંમેલનમાં ખુબજ મોટી સંખ્યામાં રોજગાર ઈચ્છુક બહેનોએ હાજરી આપી હતી અને સ્થળ પર ૮૦૦ થી વધુ રોજગારલક્ષી ફોર્મ એક જ દિવસમાં જમા થયા હતા. સ્થળ અને સમયની પ્રતિકુળતાના લીધે જેઓ આ સંમેલનમાં હાજરી નથી આપી શક્યા તેઓ સમર્થ ડાયમંડ ફેક્ટરીથી ફોર્મ મેળવી શકશે એવી જાહેરાત ગોવિંદભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી. વધતી જતી મોંઘવારીના સમયમાં કુટુંબમાં કમાનાર એક વ્યક્તિની આવક પર ઘર નભાવવું દિવસે દિવસે કપરું થતું જાય છે. આવા સમયે સ્ત્રીઓ પણ કુટુંબ માટે આર્થિક ઉપર્જનના હેતુથી સહભાગી બને એ આધુનિક સમયની માંગ છે. આવા ઉમદા આશયથી સમર્થ ડાયમંડ દ્વારા યોજવામાં આવેલ મહિલા સંમેલન સફળ રહ્યુ હતુ.

Leave a comment

Back to Top