વિસનગર GIDC એ ગુજરાત અને દેશમાં ગૌરવ વધાર્યુ

વિસનગર GIDC એ ગુજરાત અને દેશમાં ગૌરવ વધાર્યુ

Prachar News No Comments on વિસનગર GIDC એ ગુજરાત અને દેશમાં ગૌરવ વધાર્યુ

 

વિસનગર GIDC એ ગુજરાત અને દેશમાં ગૌરવ વધાર્યુ

(પ્ર.ન્યુ.સ.)        વિસનગર,રવિવાર
સમગ્ર ગુજરાતમા વિસનગર જીઆઈડીસીએ ર૦ર જીઆઈડીસી એસ્ટેટોમા સ્વચ્છતા નો બીજો નંબર પ્રાપ્ત કર્યો. ગુજરાત સરકારશ્રીએ એવોર્ડમા રૂપિયા ૧પ લાખનો પુરસ્કાર અર્પણ કર્યો.
સમગ્ર ગુજરાતની સ્વચ્છતા ઝુબેશ જે દેશભરમા ચાલી રહી છે જેનુ પ્રધાનમંત્રીશ્રીએ સ્વચ્છતાનું બીડુ ઝડપ્યુ છે. તેના અનુસંધાને ગુજરાત સરકારે ગુજરાત રાજ્યની ર૦ર જીઆઈડીસીની સ્વચ્છતા કોમ્પીટીશન રાખી હતી અને તેમા વિસનગર જીઆઈડીસીને બીજો નંબર પ્રાપ્ત થયો છે. જેના પ્રતિક રૂપે ગુજરાત સરકારશ્રીએ ૧પ લાખ રૂપિયાનો પુરસ્કાર એવોર્ડ આપેલ છે. જે વિસનગરના ગૌરવ સમાન છે. આ પહેલા પણ રૂપિયા પાંચ લાખનો સમગ્ર ગુજરાતમાં પ્રથમ એવોર્ડ વિસનગર જીઆઈડીસીને મળેલ છે.
સમગ્ર મહેનત માટે પ્રમુખ મગનભાઈ પટેલ, મંત્રી નિમેષભાઈ શાહ અને કારોબારીની નોંધપાત્ર કામગીરી રહી છે. જી.આઈ.ડી.સી.ના બધાજ સભ્યોનો ફાળો પણ સ્વચ્છતા ઝુંબેશમા દાદ માંગી લે તેવો રહ્યો છે. પ્રમુખ મગનભાઈ પટેલની કેપ્ટનશીપ અને દેખરેખ નીચે આ એસ્ટેટ સતત સ્વચ્છ અને પ્રગતિ કરતુ રહ્યુ છે. મંત્રી નિમેશભાઈ શાહ પણ આ એસ્ટેટને ડીઝીટલ બનાવવાની મહેનત કરી રહ્યા છે. આ એસ્ટેટમા દરેક સભ્યોનો સાથ-સહકાર અને વિશ્વાસએ જીઆઈડીસીની  પ્રગતિને અવિરત આગળ ધપાવી રાખવામા સતત મદદગાર થયા છે. વિસનગર જીઆઈડીસી ભવિષ્યમા ગુજરાતની ઉદાહરણ રૂપ જીઆઈડીસી બનવા જઈ રહી છે. જેની નોંધ લેવી ઘટે છે. પ્રચાર સાપ્તાહિક પણ જીઆઈડીસી ટીમને અભિનંદન પાઠવે છે.

Leave a comment

Back to Top