અધિકારીઓની કમિટિએ લોએસ્ટ બે ટેન્ડર રદ કરતા M N કોલેજના જીમ સેન્ટરના ટેન્ડરની ગેરરીતીનો વિવાદ હાઈકોર્ટમાં

અધિકારીઓની કમિટિએ લોએસ્ટ બે ટેન્ડર રદ કરતા M N કોલેજના જીમ સેન્ટરના ટેન્ડરની ગેરરીતીનો વિવાદ હાઈકોર્ટમાં

News, Prachar News No Comments on અધિકારીઓની કમિટિએ લોએસ્ટ બે ટેન્ડર રદ કરતા M N કોલેજના જીમ સેન્ટરના ટેન્ડરની ગેરરીતીનો વિવાદ હાઈકોર્ટમાં

અધિકારીઓની કમિટિએ લોએસ્ટ બે ટેન્ડર રદ કરતા
M N કોલેજના જીમ સેન્ટરના ટેન્ડરની ગેરરીતીનો વિવાદ હાઈકોર્ટમાં

(પ્ર.ન્યુ.સ.)    વિસનગર,રવિવાર
ગુજરાત સરકારના સ્પોર્ટસ યુથ એન્ડ કલ્ચરલ એક્ટીવીટી વિભાગ દ્વારા દરેક તાલુકામાં જીમ સેન્ટર બનાવવાના ભાગરૂપે વિસનગર એમ.એન.કોલેજના જીમ સેન્ટરના ટેન્ડરમાં અધિકારીઓની બનેલી કમિટિએ લોએસ્ટ બે ટેન્ડરો રદ કરી વર્કઓર્ડર આપતા આ ટેન્ડરમાં ભારે વિવાદ સર્જાયો છે. વર્કઓર્ડર મેળવનાર પાર્ટીએ સ્પેશીફીકેશન મુજબ કોઈ શરતોનુ પાલન કર્યુ નથી છતા પેમેન્ટ કરવામાં આવ્યુ છે. એમ.એન.કોલેજના જીમ સેન્ટરના ઈન્સ્ટોલેશનમાં દેખીતી ગેરરીતી જોવા મળી રહી છે. ત્યારે જેમનુ લોએસ્ટ ટેન્ડર હતુ તે પાર્ટીએ આ ટેન્ડર બાબતે હાઈકોર્ટમાં રીટ કરતા ટેન્ડરમાં ગેરરીતી કરનાર અધિકારીઓના પગ તળે રેલો આવ્યો છે.
ભાજપના શાસનમાં જેટલો વિકાસ થયો તેટલોજ ભ્રષ્ટાચારનો વિકાસ થયો છે. ભ્રષ્ટાચારી અધિકારીઓ પહેલા ઓફીસ બહાર લેવડદેવડ કરતા હતા. ત્યારે ભાજપના શાસનમાં હવે બીન્દાસ્ત ઓફીસમાંજ લેવડદેવડ થતી હોવાનુ ચર્ચાય છે. ત્યારે વિસનગર એમ.એન.કોલેજના જીમ સેન્ટરમાં જે રીતે ગેરરીતી થઈ છે તે ઉપરથી કહી શકાય કે ભાજપ સરકારના અધિકારીઓ ધારે તો શુ કરી શકતા નથી. ગુજરાત સરકારના સ્પોર્ટસ યુથ એન્ડ કલ્ચરલ એક્ટીવીટી ડીપાર્ટમેન્ટ દ્વારા લોકો હેલ્થ પ્રત્યે જાગૃત થાય તે માટે દરેક જીલ્લાના દરેક તાલુકા મથકે રૂા.૨૦ લાખની લીમીટમાં જીમ સેન્ટર ઉભુ કરવા નાણાં ફાળવે છે. વિસનગરમાં એમ.એન.કોલેજમાં જીમ સેન્ટર માટે જગ્યા ફાળવતા જીમ સેન્ટર માટે ઈ ટેન્ડરીંગ થયુ હતુ. જેમાં આઠ પાર્ટીઓએ ટેન્ડર ભર્યા હતા. જેમાંથી ચાર રીજેક્ટ થયા હતા. જેમાં લોએસ્ટ ન્૧ માં કિરણ કોર્પોરેશને રૂા.૨૪,૨૨,૯૫૩, ન્૨ નોર્થ ગુજરાત સ્પોર્ટસને રૂા.૨૪,૬૯,૧૩૭, ન્૩ મલ્ટીપરપઝ મેન પાવર સ્પોર્ટ સર્વિસીસને રૂા.૩૨,૨૬,૮૨૧ તથા ન્૪ એશ્વર્યા સ્પોર્ટસને રૂા.૩૭,૬૯,૯૦૦ નુ ટેન્ડર ભર્યુ હતુ. ટેન્ડરમાં લોએસ્ટ ભાવ ભરનાર કિરણ કોર્પોરેશનનુ વિસનગરના જાણીતા ઉદ્યોગપતિ ઉમિયા થ્રેસરવાળા મનીષભાઈ નાથાભાઈ પટેલ વહીવટ કરે છે. જેમણે જીમના સાધનોનુ મેન્યુફેક્ચરીંગ કરતી જાણીતી કંપની યુનીક કંપનીનુ બ્રોસર મુક્યુ હતુ. જે કંપનીના તેઓ ઓર્થોરાઈઝ ડીલર પણ છે. જેમણે ટેન્ડરમાં માગેલી તમામ શરતો મુજબ ડૉક્યુમેન્ટ રજુ કર્યા હતા. ઈ ટેન્ડરીંગમાં તો જેનુ લોએસ્ટ ટેન્ડર હોય તે પાર્ટી પાસે થોડુ નેગોશીએશન કરી માગ્યા મુજબના ડૉક્યુમેન્ટ હોય તો સીધો વર્કઓર્ડરજ આપવાનો હોય છે. કિરણ કોર્પોરેશને લોએસ્ટ ભાવ આપ્યા હોવા છતા કમિટિએ જીમમાં આર.ઓ.સીસ્ટમ, સીસીટીવી કેમેરા, મ્યુઝીક સીસ્ટમ લગાવવાની માગણી કરી હતી. ટેન્ડરમાં આ શરત નહી હોવા છતા શહેરમાં જ્યારે આવુ સારૂ જીમ સેન્ટર બની રહ્યુ છે ત્યારે લોકોના હીતમાં કિરણ કોર્પોરેશને કોમ્પ્લીમેન્ટરીમાં આ સુવિધા આપવા સહમતી આપી હતી. તેમ છતા ડીસ્ટ્રીક્ટ સ્પોર્ટસ ઓફીસર, પ્રાન્ત ઓફીસર, કોલેજના પ્રીન્સીપાલ, નાયબ કલેક્ટર વિગેરે અધિકારીઓની કમિટિએ કિરણ કોર્પોરેશન તથા L2 માં રહેલા નોર્થ ગુજરાત સ્પોર્ટસનુ ટેન્ડર રદ કરી L3 માં રહેલા રૂા.૩૨,૨૬,૮૨૧ નુ ટેન્ડર ભરનાર મલ્ટીપરપઝ મેન પાવર સ્પોર્ટસ સર્વિસીસને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે.
ટેન્ડરમાં ISO  સર્ટીફાઈડ કંપનીના સાધનો માગવામાં આવ્યા છે. ત્યારે જાણવા મળ્યા પ્રમાણે હાલમાં જે સાધનો લગાવાય છે તે લોકલ બ્રાન્ડના છે. કેટલી કેલરી લોશ થઈ, સ્પીડ સેટ, ડીગ્રી સેટ કરી શકાય તેવુ ટ્રેડમીલ ટેન્ડરમાં માગવામાં આવ્યુ છે. જ્યારે હાલમાં જીમ સેન્ટરમાં ઝમ્બો વોકર મુકવામાં આવ્યુ છે. હાલમાં જીમ સેન્ટરમાં ઈન્સ્ટોલેશન કરાયેલા સાધનો ટેન્ડરના સ્પેશીફીકેશન પ્રમાણે છેજ નહી તેવુ જાણવા મળ્યુ છે. ચર્ચાતી માહિતી પ્રમાણે હાલમાં જે સાધનો ઈન્સ્ટોલેશન કરાયા છે તે લગભગ રૂા.૧૦ થી ૧૨ લાખના છે. કિરણ કોર્પોરેશને જીમ સેન્ટરમાં ૫૫ સાધનો મુકવાની ઓફર કરી હતી તે પ્રમાણે હાલમાં જીમ સેન્ટરમાં સાધનો દેખાતા નથી. સરકારે ISO કંપનીના લેટેસ્ટ આધુનિક સાધનો માટે નાણાં ફાળવ્યા હતા. ત્યારે સરકારના નિતિ નિયમો પ્રમાણે ટેન્ડર મંજુર કરી વર્કઓર્ડર આપવામાં નહી આવતા કિરણ કોર્પોરેશન દ્વારા હાઈકોર્ટમાં રીટ કરવામાં આવી છે..

Leave a comment

Back to Top