ખંડોસણમાં ઈંટવાડાઓથી પ્રદુષણ ફેલાતા ગ્રામજનો ત્રાહીમામ

ખંડોસણમાં ઈંટવાડાઓથી પ્રદુષણ ફેલાતા ગ્રામજનો ત્રાહીમામ

News, Prachar News No Comments on ખંડોસણમાં ઈંટવાડાઓથી પ્રદુષણ ફેલાતા ગ્રામજનો ત્રાહીમામ

ખંડોસણમાં ઈંટવાડાઓથી પ્રદુષણ ફેલાતા ગ્રામજનો ત્રાહીમામ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર તાલુકાના ખંડોસણ ગામમાં તંત્રની મંજુરી વગર છેલ્લા પાંચ વર્ષથી ખેતરોમાં આશરે ૫૦ જેટલા ઈંટવાડાઓ ધમધમી રહ્યા છે. જેના કારણે પ્રદુષણ ફેલાતા ગ્રામજનોના આરોગ્ય અને આજુબાજુના ખેતરોની ખેતીલાયક જમીનને મોટુ નુકશાન થઈ રહ્યુ છે. આ બાબતે અગાઉ એક જાગૃત નાગરિકે ગ્રામ પંચાયતના તલાટી અને સરપંચને લેખિત રજુઆત કરી હોવા છતાં ઈંટ ઉત્પાદકો સામે કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. ત્યારે સરકારના ઉચ્ચ અધિકારીઓએ પ્રજાના આરોગ્યને ધ્યાને રાખીને તંત્રની મંજુરી વગર ઈંટવાડો બનાવતા ઈંટ ઉત્પાદકો સામે કડક પગલા લેવા જોઈએ.
ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા રૂા.૨૫ કરોડના ખર્ચે અત્યાધુનિક પરિક્ષણ અને રિસર્ચ લેબોરેટરી તૈયાર કરવામાં આવી છે. આ લેબોરેટરીથી આજદીન સુધી ન માપી શકાતા પ્રદુષણના ઘટકોને માપી શકવાની ક્ષમતા ઉભી થઈ છે. પરંતુ સરકારના કેટલાક ભ્રષ્ટાચારી અધિકારીઓના કારણે પ્રદુષણ ફેલાવતા ભૂમાફિયાઓને મોકળુ મેદાન મળી ગયુ છે. જેમાં વિસનગર તાલુકાના ખંડોસણ ગામમાં વહીવટીતંત્રની મંજુરી વગર છેલ્લા પાંચ વર્ષથી આશરે ૫૦ જેટલા ઈંટવાડાઓ ધમધમી રહ્યા છે. જેના કારણે પ્રદુષણ ફેલાતા ગ્રામજનોને આંખોમાં બળતરા, ગળામાં દુઃખાવો તથા શ્વાસ લેવામાં તકલીફ ઉભી થાય છે. નાના બાળકો કુપોષણથી પીડાય છે. જ્યારે બીજી બાજુ ઈંટવાડાથી પાક ઉત્પાદનવાળી ફળદ્રુપ જમીન બીન ઉપજાઉ બને છે અને જમીનમાં ૬ થી ૮ ફૂટ ખાડા પડી જતા ખેતી કરવા લાયક રહેતી નથી. ઈંટવાડાના ધુમાડાના લીધે આજુબાજુના ઉભા પાકને ભારે અસર થાય છે. આ બાબતે અગાઉ ખંડોસણ ગામના એક જાગૃત નાગરિકે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને પ્રદુષણ વિભાગમાં લેખીત રજુઆત કરી પ્રદુષણ ફેલાવતા ઈંટ ઉત્પાદક સામે કડક પગલા ભરવા રજુઆત કરી હતી. ત્યારે તંત્ર દ્વારા ઈંટ ઉત્પાદકોને નોટીસ આપીને કોઈ કડક કાર્યવાહી ન કરતા આજે દિનપ્રતીદિન બિનપરવાનગી વગર ઈંટવાડાનો રાફડો ફાટી નીકળ્યો છે. ગામની આજુબાજુમાં પ્રદુષણ વધતુ જાય છે. ત્યારે સરકારના પ્રદુષણ નિયંત્રણ કન્ટ્રોલ બોર્ડ સહિત વહીવટીતંત્ર દ્વારા ખંડોસણની આજુબાજુમાં તંત્રની મંજુરી વગર ધમધમતા ઈંટ ઉત્પાદકો સામે કડક કાર્યવાહી કરવા પર્યાવરણપ્રેમીઓની માગણી છે.

Leave a comment

Back to Top