પાલિકાતંત્રની બિનભ્રષ્ટાચારની વાતો વચ્ચે વડનગરના ઘાસકોળ દરવાજાનો રોડ તૂટતા ભ્રષ્ટાચારની બૂ

પાલિકાતંત્રની બિનભ્રષ્ટાચારની વાતો વચ્ચે વડનગરના ઘાસકોળ દરવાજાનો રોડ તૂટતા ભ્રષ્ટાચારની બૂ

News, Prachar News No Comments on પાલિકાતંત્રની બિનભ્રષ્ટાચારની વાતો વચ્ચે વડનગરના ઘાસકોળ દરવાજાનો રોડ તૂટતા ભ્રષ્ટાચારની બૂ

પાલિકાતંત્રની બિનભ્રષ્ટાચારની વાતો વચ્ચે
વડનગરના ઘાસકોળ દરવાજાનો રોડ તૂટતા ભ્રષ્ટાચારની બૂ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પુરા દેશમાંથી ભ્રષ્ટાચાર નાબુદ કરવાની વાતો કરે છે. ત્યારે બીજી બાજુ તેમના માદરે વતન વડનગર નગરપાલિકા દ્વારા થોડા સમય પહેલા ઘાસકોળ દરવાજા બાજુનો નવો બનાવેલ આર.સી.સી.રોડ તુટી જતા લોકોને રોડમાં ભ્રષ્ટાચાર થયો હોવાની શંકા ઉભી થઈ છે. જો વડાપ્રધાનના વતનમાંજ ભ્રષ્ટાચાર થતો હોય તો દેશમાંથી ક્યાંથી ભ્રષ્ટાચાર નાબુદ થશે તેવું લોકોમાં ચર્ચાય છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશમાંથી ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર નાબુદ કરવાની વાતો કરે છે. ભ્રષ્ટાચારીઓ સામે કડક પગલા ભરવા અધિકારીઓને સુચના આપી છે. પરંતુ ભાજપના સ્થાનિક હોદ્દેદારોની ભ્રષ્ટાચારીઓ ઉપર રહેમનજર રહેતી હોવાથી ભ્રષ્ટાચાર નાબુદ થતો નથી. જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માદરે વતન વડનગર નગરપાલિકા દ્વારા થોડા સમય પહેલા ઘાસકોળ દરવાજાથી મોઢવાળાના ચાચરે સુધી ગટરલાઈન અને પીવાના પાણીની નવિન લાઈન નાખવામાં આવી હતી. ત્યારબાદ પાલિકા દ્વારા નવો આર.સી.સી.રોડ બનાવવામાં આવ્યો હતો. પરંતુ પાલિકાની નિષ્કાળજીથી કોન્ટ્રાક્ટર દ્વારા રોડ બનાવવામાં હલકી ગુણવત્તાનુ મટીરીયલ્સ વાપરવામાં આવતા રોડ ઉપર સિમેન્ટની પોપડીઓ ઉખડવા લાગી છે. વાહનોની અવરજવરથી ગટરની કુુંડીનુ ઢાંકણુ દબાઈ ગયુ છે. આ બાબતે સ્થાનિક લોકોએ પાલિકાના કોર્પોરેટરોને મૌખિક રજુઆતો કરવા છતાં પાલિકા દ્વારા જવાબદારો સામે કોઈ પગલા લેવામાં નહી આવતા લોકોને પાલિકાના સત્તાધિશો દ્વારા ભ્રષ્ટાચાર થયાની શંકા ઉભી થઈ છે. જો વડનગરની પ્રાઈવેટ સોસાયટીમાં બિલ્ડરોએ બનાવેલા સી.સી. રોડ પાંચ વર્ષે પણ તુટતા ન હોય તો પાલિકાએ બનાવેલો આ રોડ ઝડપી કેવી રીતે તૂટ્યો તેની જાગૃત નાગરિકોએ તપાસ કરવી જોઈએ. લોકોનુ કહેવુ છેકે વડનગરના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશમાંથી ભ્રષ્ટાચાર નાબુદ કરવાનુ સ્વપ્નુ જોયુ છે. ત્યારે વડનગર નગરપાલિકાએ નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નાને સાકાર કરવા માટે પાલિકાના હોદ્દેદારો અને ભાજપના આગેવાનોએ શહેરમાં થતા વિકાસ કામોમાં ભ્રષ્ટાચાર ન થાય તેનુ ધ્યાન રાખવુ જોઈએ તેની જગ્યાએ પાલિકાતંત્રના હોદ્દેદારો અને ભાજપના આગેવાનો શહેરમાં થતા વિકાસના કામમાં આંખ આડા કાન કરતા ભ્રષ્ટાચાર થાય છે. જોકે તેમાં તેમની મિલીભગત પણ હોઈ શકે? જો પાલિકા પ્રમુખ સહિત ભાજપના હોદ્દેદારો બિનભ્રષ્ટાચારી હોય તો ઘાસકોળ દરવાજા નજીક આર.સી.સી.રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરી બતાવે. નહી તો આગામી ચોમાસાના વરસાદમાં રોડ ઉપર મોટા ખાડા પડવાની પુરેપુરી શક્યતા છે.

Leave a comment

Back to Top