વિસનગરના વતની અમદાવાદ સિવિલ હોસ્પિટલના ર્ડા.બીપીનભાઈ પટેલે લાગણી વ્યક્ત કરી દેળીયુ-મધેક તળાવનો રમણીય સ્થળ તરીકે વિકાસ કરો

વિસનગરના વતની અમદાવાદ સિવિલ હોસ્પિટલના ર્ડા.બીપીનભાઈ પટેલે લાગણી વ્યક્ત કરી દેળીયુ-મધેક તળાવનો રમણીય સ્થળ તરીકે વિકાસ કરો

News, Prachar News No Comments on વિસનગરના વતની અમદાવાદ સિવિલ હોસ્પિટલના ર્ડા.બીપીનભાઈ પટેલે લાગણી વ્યક્ત કરી દેળીયુ-મધેક તળાવનો રમણીય સ્થળ તરીકે વિકાસ કરો

વિસનગરના વતની અમદાવાદ સિવિલ હોસ્પિટલના ર્ડા.બીપીનભાઈ પટેલે લાગણી વ્યક્ત કરી દેળીયુ-મધેક તળાવનો રમણીય સ્થળ તરીકે વિકાસ કરો

(પ્ર.ન્યુ.સ.) વિસ નગર,રવિવારવિસનગરના વતની અમદાવાદ સિવિલ હોસ્પિટલના ર્ડા.બીપીનભાઈ પટેલે લાગણી વ્યક્ત કરી
દેળીયુ-મધેક તળાવનો રમણીય સ્થળ તરીકે વિકાસ કરો
વિસનગર પાલિકાના સત્તાધીશો દ્વારા આવનાર પેઢી યાદ કરે તેવો વિકાસ કરવો જોઈએ તેમ જણાવી વિસનગરના વતની અને અમદાવાદ સિવિલ હોસ્પિટલના ર્ડા.બીપીનભાઈ પટેલે જણાવ્યુ છેકે શહેરની નજીક આવેલ દેળીયુ અને મધેક તળાવને રમણીય બનાવવુ જોઈએ. આ બન્ને તળાવનો વિકાસ થાય તો શહેરના લોકોને નજીકના વિસ્તારમાં હરવા ફરવાનુ સ્થળ મળી રહે.
વિસનગર પાલિકાના અત્યાર સુધીના સત્તાધીશોએ રોડ, ગટર, સ્ટ્રીટલાઈટો, સ્મશાન ડેવલોપીંગ, બ્લોક જેવા વિકાસ કામોનો વિચાર કર્યા છે પરંતુ કોઈ બોર્ડે એવો વિચાર કર્યો નથી કે જેનો ઉપયોગ આખુ શહેર કરી શકે. વિસનગરના અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જવાબદારી નિભાવતા સેવકરામના હુલામણા નામથી જાણીતા ર્ડા.બીપીનભાઈ પટેલે જણાવ્યુ છેકે શહેરમાં ઐતિહાસિક દેળીયુ તળાવ અને કમાણા રોડ ઉપર આવેલ મધેક તળાવ એ બન્ને તળાવો શહેરથી તદ્દન નજીકના છે. બન્ને તળાવો કુદરતી તથા ડેવલોપીંગ કરી શકાય તેવા મોટા છે. અત્યારે આ તળાવો પ્રત્યે દેખરેખ નહી રહેતા બન્ને તળાવોના કિનારે દબાણો વધી ગયા છે. તળાવોમાં કચરો ઠલવાય છે, ગંદકી ફેલાય છે. જેના કારણે મચ્છરોનો પણ શહેરમાં ઉપદ્રવ વધી ગયો છે. રોગચાળો ફેલાય છે. ત્યારે પાલિકા તંત્ર ધારે તો બન્ને તળાવનો અદ્યતન વિકાસ થઈ શકે તેમ છે. દેળીયા તળાવના વિકાસ પાછળ અગાઉ રૂા.૪૦ થી ૫૦ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. ત્યારે સુયોજન આયોજન કરવામાં આવે તો ઐતિહાસિક તળાવ રમણીય વિસ્તાર બની શકે તેમ છે. આ તળાવનો વિકાસ થાય અને અવરજવર વધે તો બદી પણ દુર થાય તેમ છે. તેવીજ રીતે કમાણા રોડ ઉપર તથા મહેસાણા ચાર રસ્તાથી કમાણા ચાર રસ્તા વચ્ચે મચેક તળાવ આવેલ છે. જેમાં ૩૦ એકરથી પણ વધારે વિશાળ જગ્યા છે. આ તળાવનુ વ્યવસ્થીત પ્લાનીંગ કરી વિકાસ કરવામાં આવે તો અડધામાં ગાર્ડન બને, જોગીંગ ટ્રેક બને અને બાકીમાં તળાવ બને તેમ છે. આ તળાવની આસપાસ અસંખ્ય સોસાયટીઓ આવેલી છે. તળાવનો વિકાસ થાય, પ્લાન્ટેશન થાય તો નાના ભૂલકાઓ, સીનીયર સીટીઝન વિગેરે સાંજ પડે તેનો હરવા ફરવાના સ્થળ તરીકે ઉપયોગ કરી શકે તેમ છે.
અમદાવાદમાં સરકાર દ્વારા એક નહી અનેક કૃત્રીમ તળાવો બનાવવામાં આવ્યા છે. અને તળાવો પાણીથી ભરવામાં આવતા આ તળાવો અત્યારે લોકઉપયોગી બન્યા છે. જ્યારે વિસનગરના તળાવો કૃત્રીમ છે. પાણીના આવરા ચાલુ છે. ત્યારે તેનો વિકાસજ કરવાની જરૂર છે. અત્યારે સમય છે વિકાસ કરવાનો. વિકાસ એવો કરવો જોઈએ કે જેનાથી આવનારી પેઢીઓ યાદ કરે. બન્ને તળાવોનો રમણીય સ્થળ તરીકે વિકાસ કરી શકાય તેમ છે. ર્ડા.બીપીનભાઈ પટેલ વધુમાં જણાવ્યુ હતું કે નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ વિસનગરના ભાણા છે. વળી ગોવિંદચકલાના ઈશ્વરભાઈ રંગવાળા, જયંતિભાઈ રંગવાળાના વેવાઈ છે. આવા આગેવાનોને સાથે રાખી યોગ્ય રીતે રજુઆત કરવામાં આવે તો કરોડો રૂપિયાની ગ્રાન્ટ મળી શકે તેમ છે. શહેરમાં રમણીય સ્થળ તરીકે વિકાસ કરવા બીજુ કોઈ સ્થળ નથી. ત્યારે આ બન્ને તળાવોના વિકાસ માટે પાલિકા સભ્યો, શહેરના આગેવાનોએ મોહીમ છેડવી જોઈએ. ર્ડા.બીપીનભાઈ પટેલે સુંશી રોડ ઉપર ઘન કચરાના જે ઢગ ખડકાયા છે તે બાબતે પણ જણાવ્યુ છેકે ફોરેન કન્ટ્રીની જેમ સરકારી જગ્યામાં માટી ખોદી ખાડા કરવા જોઈએ. માટીનો અન્ય જગ્યાએ ઉપયોગ કરવો જોઈએ. જ્યારે આ ખાડામાં કચરો નાખી ખાડા પૂરવા જોઈએ.
નોંધપાત્ર બાબત છેકે આગવી ઓળખની સરકારે રૂા.૪ કરોડની ગ્રાન્ટ ફાળવતા મધેક તળાવનો વિકાસ કરવા પ્રથમ સર્વે થયો હતો. તત્કાલીન ચીફ ઓફીસર નવનિતભાઈ પટેલે કન્સલ્ટન્ટ સાથે રાખી તેનો અભ્યાસ પણ કર્યો હતો. પરંતુ પીંડારીયા તળાવનો ઠરાવ કરવામાં આવતા મધેક તળાવના વિકાસની વાત પડતી મુકાઈ હતી. ત્યારે પાલિકા સભ્યોએ ચીલાચાલુ વિકાસની જગ્યાએ આવનારી પેઢીઓ યાદ કરે તેવો વિકાસ કરવો જોઈએ.

Leave a comment

Back to Top