વિસનગર પાલિકા સભ્યોની કલેક્ટર તથા પાણી પુરવઠા અધિકારી સમક્ષ રજુઆત ગ્રાન્ટ ઓછી આપશો તો ચાલશે ધરોઈની એક્ષપ્રેસ લાઈન નાખો

વિસનગર પાલિકા સભ્યોની કલેક્ટર તથા પાણી પુરવઠા અધિકારી સમક્ષ રજુઆત ગ્રાન્ટ ઓછી આપશો તો ચાલશે ધરોઈની એક્ષપ્રેસ લાઈન નાખો

News, Prachar News No Comments on વિસનગર પાલિકા સભ્યોની કલેક્ટર તથા પાણી પુરવઠા અધિકારી સમક્ષ રજુઆત ગ્રાન્ટ ઓછી આપશો તો ચાલશે ધરોઈની એક્ષપ્રેસ લાઈન નાખો

વિસનગર પાલિકા સભ્યોની કલેક્ટર તથા પાણી પુરવઠા અધિકારી સમક્ષ રજુઆત
ગ્રાન્ટ ઓછી આપશો તો ચાલશે ધરોઈની એક્ષપ્રેસ લાઈન નાખો

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર પાલિકાને ધરોઈ પાણી પુરવઠા યોજના દ્વારા પીવાનુ પુરતા પ્રમાણમાં પાણી આપવામાં નહી આવતા પાલિકા પ્રમુખ શકુન્તલાબેન પટેલની આગેવાનીમાં પાલિકા સભ્યોએ કલેક્ટર અને પાણી પુરવઠા અધિકારીઓને રજુઆત કરી હતી. જેમાં સભ્યો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છેકે પુરતા પ્રમાણમાં પાણી નહી મળે તો ઉપવાસ ઉપર ઉતરીશુ. આ મુલાકાતમાં વાવ હેડ વર્કસથી ધરોઈની એક્ષપ્રેસ લાઈન માટે પણ રજુઆત કરવામાં આવી હતી.
ધરોઈ પાણી પુરવઠા યોજના દ્વારા વિસનગર પાલિકાને પીવાનુ પાણી આપવામાં આવે છે. જે પાઈપલાઈનો ૧૯૯૯ માં નાખવામાં આવી હતી. વર્ષ ૨૦૦૧ થી પાઈપલાઈન દ્વારા પાલિકાને પીવાનુ પાણી આપતી યોજના શરૂ થઈ હતી. આ લોખંડની પાઈપોમાંથી ક્લોરીનવાળુ પાણી પસાર થતુ હોવાથી પાઈપો અંદરથી કાટ ખવાતા તેની આવરદા પુર્ણ થઈ ગઈ છે. જર્જરીત પાઈપોના કારણે પુરતા પ્રેશરથી પાણી પહોચતુ કરી શકાતુ નથી. ધરોઈ પાણી પુરવઠા દ્વારા શહેરને પુરતા પ્રમાણમાં પાણી નહી આપવાની ફરિયાદ છેલ્લા ઘણા વર્ષોથી છે. અત્યારે દૈનિક જરૂરીયાત ૧.૨૦ કરોડ લીટરની છે જ્યારે ૬૦ થી ૭૦ લાખ લીટર પાણી આપવામાં આવે છે. ખરા ઉનાળામાં છેલ્લા એક માસથી પુરતા પ્રમાણમાં પાણી આપવામાં નહી આવતા પાલિકા પ્રમુખ શકુન્તલાબેન પટેલ, વૉટર વર્કસ ગોવિંદભાઈ ગાંધી સહીત ૧૪ સભ્યોએ તા.૨૬-૫-૨૦૧૭ ના રોજ કલેક્ટર તથા પાણી પુરવઠા વિભાગના નાયબ અધિક્ષકની મુલાકાત લઈ રજુઆત કરી હતી કે, પાણી પુરવઠા કોન્ટ્રાક્ટર અને ધરોઈ પાણી પુરવઠાના અધિકારીઓની નિષ્ક્રીયતાથી શહેરને પુરતા પ્રમાણમાં પાણી આપવામાં આવતુ નથી. આગામી સમયમાં પુરતા પ્રમાણમાં પાણી આપવામાં નહી આવે તો ત્રણ દરવાજા ટાવર બજરંગ ચોકમાં ગાંધી ચીન્ધ્યા માર્ગે ઉપવાસ ઉપર ઉતરવાની ફરજ પડશે.
આ મુલાકાતમાં પાલિકા સભ્યોએ એ પણ રજુઆત કરી હતી કે, પાઈપલાઈન જર્જરીત થતા પાણી પુરવઠો રોકવામાં આવે છે. તા.૨૫-૫-૨૦૧૭ ના રોજ પાઈપલાઈન રીપેરીંગના કારણે ભર ઉનાળામાં પાણી પુરવઠો બંધ રાખવામાં આવ્યો હતો. જેથી એક્ષપ્રેસ લાઈન નાખવામાં આવે તો પુરતા પ્રમાણમાં પાણી મળી શકે. મુલાકાતમાં પાલિકા સભ્યોએ એ પણ જણાવ્યુ હતું કે, પાણી એ જીવન જરૂરીયાતની વસ્તુ છે. સરકાર એક્ષપ્રેસ લાઈન માટે રૂા.૨૧૧ કરોડ ફાળવવા તૈયાર હોય તો ધરોઈ પાણી પુરવઠા લાભાન્વીત પાલિકાઓમાં અન્ય વિકાસ માટે ઓછી ગ્રાન્ટ આપવામાં આવશે તો પણ ચાલશે. જે માટે અન્ય લાભાન્વીત પાલિકાઓમાં પણ ઠરાવ કરી સરકારમાં આપવા તૈયારી બતાવતા વિસનગર પાલિકા સભ્યોની આ રજુઆતથી ધરોઈના અધિકારીઓ પ્રભાવિત થયા હતા. પાલિકા સભ્યોએ એક્ષપ્રેસ લાઈનની રૂા.૨૧૧ કરોડની યોજના બનાવનાર પાણી પુરવઠાના સીધ્ધપુર વિભાગના ડેપ્યુટી એન્જીનીયર વી.ડી.મેવાડા તથા વાવ હેડ વર્કસ ખાતેના ડેપ્યુટી એન્જીનીયર પી.આઈ.પટેલને અભિનંદન આપ્યા હતા.

Leave a comment

Back to Top