You are here
Home > News > ૩ કરોડના વિકાસ કામો માટે પાલિકામાં ભ્રષ્ટાચારનું અટ્ટાહાસ્યની ચર્ચા ખેરાલુમાં ર૬% નીચુ ટેન્ડર અનિર્ણિત ર% નીચુ ટેન્ડર પાસ

૩ કરોડના વિકાસ કામો માટે પાલિકામાં ભ્રષ્ટાચારનું અટ્ટાહાસ્યની ચર્ચા ખેરાલુમાં ર૬% નીચુ ટેન્ડર અનિર્ણિત ર% નીચુ ટેન્ડર પાસ

૩ કરોડના વિકાસ કામો માટે પાલિકામાં ભ્રષ્ટાચારનું અટ્ટાહાસ્યની ચર્ચા
ખેરાલુમાં ર૬% નીચુ ટેન્ડર અનિર્ણિત ર% નીચુ ટેન્ડર પાસ

(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
ખેરાલુમા પાલિકામા સભ્યોને વિવાદો વગર ફાવતુ નથી તેમા પણ કંઈક મળવાનુ હોય ત્યારે વિવાદો ચરમ સીમાએ પહોચે છે. અગાઉ ટેન્ડરો ખુલતા ત્યારે કોન્ટ્રાક્ટરો રીંગ કરે એટલે પાલિકાને નુકશાન ન જાય તે માટે ટેન્ડરો રદ કરવામા આવતા હતા. હવે કોન્ટ્રાક્ટરો રીંગ નથી કરતા પણ ચિફ ઓફીસર જોડે જ સીધા સેટીંગ કરી દેતા છછ ગ્રેડ ધરાવતા કોન્ટ્રક્ટરોના નામે પાલિકાના કર્મચારીઓ જ પેટા કોન્ટ્રાક્ટર બની બેઠા છે. પાલિકા એ ત્રણ કરોડનુ ટેન્ડર બહાર પાડયુ તે વખતે ચિફ ઓફિસર ટેન્ડર બહાર પાડયુ તે વખતે ચાર્જ જયેશભાઈ પટેલ પાસે હતો. તેમણે ત્રણ કરોડના સરકારી ધારાધોરણમા આવતા કોન્ટ્રાક્ટરોને એક બાજુ બેસાડી ટેન્ડરની શર્તોમા છછ ગ્રેડ કોન્ટ્રાક્ટર લખી દેતા બીજા છ અને મ્ ગ્રેડના કોન્ટ્રાક્ટરના ભરેલા ટેન્ડરો જ ન ખોલતા વિવાદ ચરમ સીમાએ પહોચ્યા છે. પાલિકાનો કર્મચારી જેનો પેટા કોન્ટ્રાક્ટર છે તેવુ ટેન્ડર પાસ કરતા હાલ દલાતરવાડી જેવો ઘાટ થયો છે. દલા તરવાડી કહે રીંગણા (વિકાસ કામો) લઉ બેચાર જવાબ લઈલો ને ૧૦-૧ર ચિફ ઓફીસર જયેશ પટેલ વિરુધ્ધ ર૦-પ-ર૦૧૭ના રોજ એક કોન્ટ્રાક્ટરે ચિફ ઓફીસર ચિંતનભાઈ ચૌધરીને અરજી કરી. બીજા કોન્ટ્રાક્ટરે કારોબારી ચેરમેન કુન્દનબેન ધર્મેન્દ્રભાઈ બારોટને અરજી કરી છે. હવે ભ્રષ્ટાચારના અટ્ટાહાસ્યમાં પાલિકા સભ્યોનો કેટલો હાથ છે તેતો સમય જ બતાવશે.
અરજીની વિગતો જોઈઅ ેતો માર્ગ અને મકાન વિભાગની ગાઈડલાઈન પ્રમાણે કે પરિપત્ર પ્રમાણે છછ કલાસ ધરાવતા કોન્ટ્રાક્ટરને એક તરફી બોલાવી કોન્ટ્રોક્ટર આપી શકાતો નથી માટે ટેન્ડર રદ કરવા પાત્ર છે. ટેન્ડર બહાર પાડયુ તેમા ઓનલાઈન ટેન્ડરના નિયમમા તેમજ સ્પેશીફીકેશન સ્ક્રીન ઉપરના અક્ષરો સ્પ્રેડ (દેખાય નહી તેવા) હતા. છેલ્લી તારીખોમા કોરગ્રેડ કરી છછ કલાસ લખી ફાઈલમા સુધારો કરેલ છે. ટેન્ડર ભરેલા લાકોને મેઈલ કરી જાણ કરી નથી. તંદુરસ્ત હરીફાઈ માટે ફરીથી જાહેરાત આપી વધુ ટેન્ડર કોપીઓ અપાય તેવી જોગવાઈ કરવી જોઈએ. માટે ટેન્ડર રદ થવુ જોઈએ. જેના ટેન્ડર નથી ખુલ્યા તેવા ક્રિષા કંસ્ટ્રકશને ર૬% નીચુ ટેન્ડર ભર્યુ હતુ જયારે મંજુર થયેલ ટેન્ડર માત્ર ર% નીચુ ખુલ્યાનું જણાય છે જેથી એક તરફી કામ આપી કાર્યવાહી થઈ રહી છે. જેથી ભ્રષ્ટાચાર થયાની શંકા છે. છેલ્લા કેટલાક સમયથી સંસ્થાના કામો ગુણવતા વગરના થયા છે. હાલ બહાર પાડેલ ટેન્ડરમા માત્ર પ% ના કામો જ રીસરફેસીંગ બાકી છે. તેમ છતા તપાસ કર્યા વગર ૧પ૦ જગ્યાઓનુ ટેન્ડર બહાર પાડી સરકારી નાણાંનો દુર ઉપયોગ થઈ રહ્યો છે. જો યોગ્ય કાર્યવાહી નહી થાય તો હાઈકોર્ટમા જવા માટે પણ કોન્ટ્રાક્ટરો તૈયાર થયા છે.
અને છેલ્લી મળતી માહિતી મુજબ જે કંપનીનુ ર% નીચુ ટેન્ડર ખુલ્યુ છે તે જ કંપનીએ મહિના પહેલા ર૮% નીચુ બીજુ એક ટેન્ડર ભર્યુ હતુ. તે મંજુર થયુ છે. ર૯-પ-ર૦૧૭ ની કારોબારીમા ૩ કરોડનુ ટેન્ડર ચાલુ રાખવુ કે રદ કરવુ તેનો નિર્ણય થનાર છે. જોઈએ હવે શુ થાય છે સભ્યો નિર્ણય ઉપર આખા શહેરની નજર છે.

Leave a Reply

Top