You are here
Home > 2017 > May (Page 7)

ગઠબંધનના શાસનના નિર્ણયથી મચ્છરોનો ઉપદ્રવ ઘટશે – ગોવિંદચકલા પટેલવાડી પાછળ પાકી કેનાલનુ કામ શરુ

  ગઠબંધનના શાસનના નિર્ણયથી મચ્છરોનો ઉપદ્રવ ઘટશે ગોવિંદચકલા પટેલવાડી પાછળ પાકી કેનાલનુ કામ શરુ (પ્ર.ન્યુ.સ.)        વિસનગર,રવિવાર વિસનગરમાં ઉમિયા માતાની વાડીથી મહેસાણા ચાર રસ્તા સુધીની ખુલ્લી ગટરની કેનાલના કારણે અડધુ શહેર મચ્છરોના ઉપદ્રવથી પરેશાન છે. વર્ષોનો આ પ્રશ્ન છે ત્યારે મચ્છરોનો મહદઅંશે ઉપદ્રવ ઘટે તેવુ કામ ગઠબંધનના શાસનમાં થયુ છે. ગઠબંધનમાં પટેલવાડી પાછળ પાકી કેનાલ…

વિસનગર ધારાસભ્ય કાર્યાલયમાં લોકદરબાર જેવો માહોલ

  વિસનગર ધારાસભ્ય કાર્યાલયમાં લોકદરબાર જેવો માહોલ (પ્ર.ન્યુ.સ.)        વિસનગર,રવિવાર ગુજરાતમાં એવા બહુ ઓછા ધારાસભ્ય હશે કે જેમનું કાર્યાલય હશે અને નિયમિત તાલુકાની જનતાને સાંભળવા કાર્યાલયમાં હાજર રહેતા હશે. આવા બહુ ઓછા ધારાસભ્યો પૈકીના એક વિસનગરના ધારાસભ્ય ઋષિભાઈ પટેલ છે. ગત બુધવારના દિવસે લગભગ ૨૨ ગામના ગ્રામજનો વિવિધ રજુઆત કરવા આવતા ધારાસભ્ય કાર્યાલયમાં મેળો જામ્યો…

વિસનગરમાં એક વ્યક્તિના કારણે તમામને દંડ – યુવતીની છેડતી મામલે શેરડીના કોલા બંધ કરાવ્યા

  વિસનગરમાં એક વ્યક્તિના કારણે તમામને દંડ યુવતીની છેડતી મામલે શેરડીના કોલા બંધ કરાવ્યા (પ્ર.ન્યુ.સ.)    વિસનગર,રવિવાર વિસનગરમાં કોઈ એક વ્યક્તિની ભુલના કારણે તમામ ગરીબોને દંડવામાં આવે અને તેમાં પાલિકા સહકાર આપે તે શરમજનક બાબત છે. યુવતીની છેડતી એ વખોડવા લાયક છે. છેડતી કરનારને શબક શીખવવો જોઈએ જેથી કોઈ પરપ્રાંતીય ફરી આવી હિમ્મત ન કરી શકે….

ચેરમેન અને બોર્ડ ઓફ ડીરેક્ટર દ્વારા લેવાયેલા નિર્ણયો બાદ કાનજીભાઈ ચૌધરીએ કબુલ્યુ – વિસનગર ગંજબજારમાં ખેડૂતોના હિતમાં નિર્ણયો લેવાયા

  ચેરમેન અને બોર્ડ ઓફ ડીરેક્ટર દ્વારા લેવાયેલા નિર્ણયો બાદ કાનજીભાઈ ચૌધરીએ કબુલ્યુ વિસનગર ગંજબજારમાં ખેડૂતોના હિતમાં નિર્ણયો લેવાયા (પ્ર.ન્યુ.સ.)        વિસનગર,રવિવાર વિસનગર તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના પૂર્વ પ્રમુખ કાનજીભાઈ ચૌધરી ધારાસભ્ય ઋષિભાઈ પટેલ જ્યારથી ગંજબજારમાં જંપલાવ્યુ ત્યારથી તેમના ટીકાકાર રહ્યા છે. પરંતુ માર્કેટયાર્ડનો વહીવટ સંભાળ્યા બાદ ચેરમેન તેમજ ધારાસભ્ય ઋષિભાઈ પટેલે ખેડૂતો અને વેપારીઓના…

વડનગરમાં SPG ની ચિંતન શિબિર યોજાઈ

  વડનગરમાં SPG ની ચિંતન શિબિર યોજાઈ (પ્ર.ન્યુ.સ.)        વિસનગર,રવિવાર વડનગર તાલુકા એસપીજી ગૃપ દ્વારા ગત શુક્રવારે રાત્રે અરજણબારી દરવાજે આવેલ લેઉવા પટેલ સમાજની વાડીમાં ચિંતન શિબિર યોજવામાં આવી હતી. આ શિબિરમાં એસપીજીના અધ્યક્ષ લાલજીભાઈ પટેલ સહીતના કાર્યકરો અને તાલુકાના પાટીદાર સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Top