Select Page

ધારાસભ્ય ઋષિભાઈ પટેલ અને ભાજપના કાર્યકરોની સંવેદનાસભર સેવા માર્કેટયાર્ડ થકી ૫૦૦૦ કીટ બનાવી શ્રમિકોમાં વિતરણ કરાયુ

ધારાસભ્ય ઋષિભાઈ પટેલ અને ભાજપના કાર્યકરોની સંવેદનાસભર સેવા માર્કેટયાર્ડ થકી ૫૦૦૦ કીટ બનાવી શ્રમિકોમાં વિતરણ કરાયુ

ધારાસભ્ય ઋષિભાઈ પટેલ અને ભાજપના કાર્યકરોની સંવેદનાસભર સેવા
માર્કેટયાર્ડ થકી ૫૦૦૦ કીટ બનાવી શ્રમિકોમાં વિતરણ કરાયુ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
કોરોના વાયરસની વૈશ્વીક મહામારીના સમયે વિસનગર ધારાસભ્ય તેમજ માર્કેટયાર્ડના ચેરમેન ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી ૫૦૦૦ અનાજની કીટ બનાવી જરૂરીયાતમંદ શ્રમિકોને વિતરણ કરવામાં આવ્યુ હતુ. ધારાસભ્યની સાથે માર્કેટ કમિટિના સેક્રેટરી, કર્મચારીઓ અને ભાજપના કાર્યકરોની મહેનત દાદ માગી લે તેવી હતી. આ સંવેદનાસભર સેવાને શહેર અને તાલુકાની જનતાએ બીરદાવી છે.
માર્કેટયાર્ડ દ્વારા મુખ્યમંત્રી રાહતફંડમાં રૂા.૫,૦૦,૦૦૦/- નો ચેક અર્પણ કરાયો
ગુજરાત રાજ્યની સંવેદનશીલ સરકારના ધારાસભ્ય ઋષિભાઈ પટેલની કોરોના વાયરસની મહામારીમાં સંવેદનાસભર સેવાથી શહેર અને તાલુકાના લોકો પ્રભાવીત થયા છે. લોકડાઉન જાહેરાત બાદ ધારાસભ્યએ માર્કેટયાર્ડને કાર્યાલય બનાવી સરકારી તંત્ર અને પાલિકાની વ્યવસ્થા ઉપર મોનીટરીંગ કર્યુ હતુ. લોકડાઉનની અસર શ્રમિકો ઉપર ન વર્તાય તે માટે માર્કેટયાર્ડ થકી ૫૦૦૦ અનાજ કીટ બનાવી તેનુ જરૂરીયાતમંદોને વિતરણ કર્યુ તે ખરેખર સરાહનીય કાર્ય હતુ. આ કીટ બનાવવામાં માર્કેટયાર્ડ ઉપરાંત્ત મીઠાઈ ફરસાણ એસોસીએશન, દ્વારકેશ ડેવલોપર્સ રૂા.૫૦,૦૦૦/-, શીવકુમાર સોની રૂા.૫૦,૦૦૦/-, સિધ્ધિ વિનાયક માનવ કલ્યાણ ટ્રસ્ટ રૂા.૧,૧૧,૧૧૧/-, ફિલ્મ કલાકાર પરેશ રાવલના નાના ભાઈ હિમાંશુ રાવલ રૂા.૨૧,૦૦૦/-, મથુરદાસ ક્લબ રૂા.૫૧,૦૦૦/-, માર્કેટયાર્ડના કર્મચારીઓનો એક દિવસનો પગાર રૂા.૫૧,૦૦૦/-, પાટીદાર વિકાસ ફાઉન્ડેશન દ્વારા શાકભાજી માટે રૂા.૩૧,૦૦૦/-, હિમાંશુ ભાવસાર દલાલ સ્ટોક રૂા.૫૦,૦૦૦/-, પાલિકા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી દ્વારા ૨૦૦ કીટ વિગેરેનુ યોગદાન મહત્વનુ હતુ. કીટ બનાવવા અને વિતરણમાં રૂપલભાઈ પટેલ, કમલેશભાઈ પટેલ સેક્રેટરી, માર્કેટયાર્ડના ડાયરેક્ટર ગંગારામભાઈ રાજીવભાઈ પટેલ, એલ.કે.પટેલ, પરેશભાઈ પટેલ, પ્રીતેશભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ સતીષભાઈ પટેલ, મહામંત્રી મુકેશભાઈ ચૌધરી તથા હોદ્દેદારો, શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ પટેલ તથા હોદ્દેદારો, અંકીતભાઈ પટેલ ઉમતા, મહેશભાઈ પટેલ સુંશી, કિર્તિભાઈ પટેલ સેવાલીયા, નાગજીભાઈ રબારી, ગીરીશભાઈ પટેલ નવદુર્ગા, ભરતભાઈ પટેલ એકાઉન્ટન્ટ, મનીષભાઈ ગળીયા, જે.કે.ચૌધરી, યુવા ભાજપ પ્રમુખ પાર્થ પટેલ, કિન્નલ વ્યાસ, જીવણભાઈ રબારી, કમલેશભાઈ પટેલ, જીવાભાઈ પટેલ, વિવેક પટેલ, બ્રીજેશ પટેલ વિગેરે ભાજપના હોદ્દેદારો, કાર્યકરો, માર્કેટયાર્ડના કર્મચારીઓનુ મહત્વનુ યોગદાન રહ્યુ હતુ. લોકો સોશિયલ ડીસ્ટન્સીંગ રાખે અને ખોટો ડર રાખે નહી તે માટે ધારાસભ્ય શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી માર્ગદર્શન આપ્યુ હતુ.
કોરોના મહામારી સામે લડવા માટે માર્કેટયાર્ડ દ્વારા મહત્વની કામગીરી કરવામાં આવી હતી. ૧૫,૦૦૦ માસ્ક બનાવી વિતરણ કરાયુ હતુ. પાલિકાના સહયોગથી સમગ્ર માર્કેટયાર્ડ સેનેટાઈઝ કરાયુ હતુ. માર્કેટયાર્ડ દ્વારા પોલીસને સાથે રાખી ભુખ્યા મજુરો અને ગરીબો માટે પુરી-શાકના ફૂડ પેકેટની વ્યવસ્થા કરાઈ હતી. સુખડી અને ફુલવડીના ૮૦૦ પેકેટ બનાવી વિતરણ કરાયુ હતુ. માર્કેટયાર્ડમાં શાકમાર્કેટ અને કરિયાણાની દુકાનોમાં સોશિયલ ડીસ્ટન્સ જળવાય તે માટે સર્કલ બનાવવામાં આવ્યા હતા. શાકમાર્કેટમાં પ્રવેશનાર દરેકને માસ્ક પહેરવાની ફરજ પડાતી હતી. આ ઉપરાંત્ત મુખ્યમંત્રી દ્વારા રાહતફંડની અપીલ કરવામાં આવતા માર્કેટયાર્ડ દ્વારા રૂા.૫,૦૦,૦૦૦/- ની રકમનો ચેક મુખ્યમંત્રીશ્રી રાહતફંડમાં જમા કરાવ્યો હતો. લોકડાઉનમાં માર્કેટયાર્ડ ખરીદી માટેનુ બજાર બની ગયુ હતુ. ત્યારે માર્કેટયાર્ડના સેક્રેટરી કમલેશભાઈ પટેલ તથા કર્મચારીઓએ લોકોને મુશ્કેલી ન પડે અને સોશિયલ ડીસ્ટન્સીંગ જળવાય તે માટે મહત્વની ફરજ અદા કરી હતી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us