ગુજરાતના પ્રથમ રાજપૂત મહિલા આઈ.એ.એસ.બની સમાજનુ ગૌરવ વધાર્યુ સુદાસણાના નિવૃત્ત ACP ના પુત્રવધુ IAS બન્યા

ગુજરાતના પ્રથમ રાજપૂત મહિલા આઈ.એ.એસ.બની સમાજનુ ગૌરવ વધાર્યુ સુદાસણાના નિવૃત્ત ACP ના પુત્રવધુ IAS બન્યા

News, Prachar News No Comments on ગુજરાતના પ્રથમ રાજપૂત મહિલા આઈ.એ.એસ.બની સમાજનુ ગૌરવ વધાર્યુ સુદાસણાના નિવૃત્ત ACP ના પુત્રવધુ IAS બન્યા

ગુજરાતના પ્રથમ રાજપૂત મહિલા આઈ.એ.એસ.બની સમાજનુ ગૌરવ વધાર્યુ
સુદાસણાના નિવૃત્ત ACP ના પુત્રવધુ IAS બન્યા

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
રાજપૂત સમાજ એટલે માન, મર્તબો અને મલાજોવાળો સમાજ. આ સમાજના લોકો મનમાં એક વખત ઠાન લે તે પુરૂ કરીને જ રહે. જે સુદાસણાના રાજપૂત પરિવારના પુત્રવધુએ સાબીત કરી બતાવ્યુ છે. સતલાસણા તાલુકાના સુદાસણા સ્ટેટના નિવૃત્ત એસીપીના પુત્રવધુ અને અમદાવાદના બીલ્ડરના ધર્મપત્ની પદ્મિનીજી પરમાર યુપીએસસીની પરીક્ષા પાસ કરી. આઈ.એ.એસ.નો દરજ્જો મેળવતા રાજપૂત સમાજમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પદ્મિનીજી પરમાર વિસનગરના જાણીતા એડવૉકેટ વલાસણાના ગણપતસિંહ બી.રાઠોડના ભાણેજ વહુ થાય છે.
સતલાસણા તાલુકાના સુદાસણા સ્ટેટના વતની અને હમણાંજ સુરતમાંથી આસીસ્ટન્ટ પોલીસ કમિશ્નર તરીકે નિવૃત્ત થયેલા નારાયણસિંહ ભવાનસિંહ પરમારના પુત્રવધુ તેમજ અમદાવાદ બીલ્ડીંગ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા જાણીતા બીલ્ડર નિર્મલસિંહ નારાયણસિંહ પરમારના ધર્મપત્ની પદ્મિનીજી પરમાર યુપીએસસીની પરીક્ષા પાસ કરી આઈ.એ.એસ.બનતા સમગ્ર સુદાસણા સ્ટેટ રાજપૂત પરિવારમાં આનંદની લાગણી ફેલાઈ છે. રાજસ્થાનના ચિત્તોડ જીલ્લાના નિમ્બાહેડાના બડોલી ગામના માધોસિંહ સોલંકી પરિવારના નારાયણસિંહ ઠાકુરની દિકરી પદ્મિનીજી પરમાર બાળપણથીજ આઈ.એ.એસ. બનવાનો નિર્ધાર કર્યો હતો. જેમણે માઉન્ટ આબુ ખાતેની ઈંગ્લીશ મીડીયમ સ્કુલમાં પ્રાયમરી અભ્યાસ પૂર્ણ કરી જયપુરથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યુ હતુ. પીયરમાં તો આઈ.એ.એસ. બનવા માટેનો પૂરો સહકાર હતો. ત્યારે લગ્ન બાદ પણ સાસરી પક્ષ તરફથી આઈએએસનો શ્રેય પ્રાપ્ત કરવા પુરતો સહકાર મળી રહ્યો હતો. પદ્મિનીજી પરમાર ૧૭૦માં રેન્ક સાથે યુપીએસસીની પરીક્ષા પાસ કરી અને આઈ.એ.એસ.નો દરજ્જો મેળવ્યો. જેમણે અગાઉ આઈ.એ.એસ.માટે પ્રયાસ કર્યો હતો. પરંતુ ઈન્ટરવ્યુ પાસ કરી શક્યા નહોતા. પરંતુ મનમાં ઠાન લીધી હોય તો સફળતા કદમ ચુમ્યા વગર રહેતી નથી. પદ્મિનીજી પરમાર બીજા પ્રયાસમાં સફળતા પ્રાપ્ત કરી અને સુદાસણા સ્ટેટ સાથે સમગ્ર રાજપૂત સમાજનુ ગૌરવ વધાર્યુ. લોકોની સેવા કરવાના ઉદ્દેશથી પદ્મિનીજી પરમારે બાળપણથીજ આઈ.એ.એસ.નુ લક્ષ બનાવ્યુ હતુ જે પ્રાપ્ત કર્યુ છે. જેમણે આઈ.એ.એસ.બની માન મલાજોવાળા સમાજમાં શિક્ષણની જ્યોત પ્રજ્વલીત કરી છે.

Leave a comment

Back to Top