ગુજરાત સરકારનો આતે કેવો પારદર્શક વહિવટ માહિતી અધિકારનો કાયદો ફક્ત કાગળો ઉપર-RTI એક્ટીવીસ્ટ

ગુજરાત સરકારનો આતે કેવો પારદર્શક વહિવટ માહિતી અધિકારનો કાયદો ફક્ત કાગળો ઉપર-RTI એક્ટીવીસ્ટ

News, Prachar News No Comments on ગુજરાત સરકારનો આતે કેવો પારદર્શક વહિવટ માહિતી અધિકારનો કાયદો ફક્ત કાગળો ઉપર-RTI એક્ટીવીસ્ટ

ગુજરાત સરકારનો આતે કેવો પારદર્શક વહિવટ
માહિતી અધિકારનો કાયદો ફક્ત કાગળો ઉપર-RTI એક્ટીવીસ્ટ

સરકાર તણા ન્યાયમાં કાટલા જુદા જુદા, નેતાઓ તણા વાણી ને વર્તન જુદા જુદા,
સોયની ચોરી કરનારો ચોર કહેવાયો,કરોડોની ચોરી કરનારો જંગલનો મોર કહેવાયો.

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
માહિતી અધિકારના કાયદાનો પ્રચાર કરનાર અને કાયદાની સમજ આપનાર વિસનગરના આર.ટી.આઈ.એક્ટીવીસ્ટને જો કાયદા પ્રમાણે ન્યાય ન મળતો હોય તો સામાન્ય નાગરિકને આર.ટી.આઈ.નો લાભ ક્યાંથી મળવાનો છે. ભાજપ સરકારના અધિકારીઓએ આર.ટી.આઈ. ના કાયદાને ફૂટબોલ જેવો બનાવી દીધો છે. વિસનગરના આર.ટી.આઈ. એક્ટીવીસ્ટે નારાજગી વ્યક્ત કરી છેકે માહિતી અધિકારનો કાયદો ફક્ત કાગળો પૂરતો સિમિત બની ગયો છે.
વિસનગરના આર.ટી.આઈ. એક્ટીવીસ્ટ, આર.ટી.આઈ.નો પ્રસાર પ્રચાર કરનાર જવાહર સોસાયટીમાં રહેતા વિક્રમભાઈ મણીલાલ પટેલે ભાજપ સરકારના અધિકારીઓએ આર.ટી.આઈ.ના કાયદાને બુઠો બનાવી દેતા નારાજગી વ્યક્ત કરતા જણાવ્યુ છેકે, ગુજરાત સરકારના માહિતી અધિકાર કાયદાનો પ્રથમ દંડ મારા કેસથી થયો. જેમાં કેસ નં.૧૦૭/૦૬-૦૭ તા.૩૦-૯-૨૦૦૬ ના દિવસે માહિતી કમિશ્નર આર.એન.દાસે વિસનગરના ચીફ ઓફીસરને ૫૦૦૦ રૂા. દંડ કરેલ. ૩૦ દિવસની અંદર કર્મચારીના પગારમાંથી પૈસા કાપી લેવાનુ જણાવેલ. આજે ૧૦ વર્ષ થવા છતા આજદિન સુધી દંડ વસુલ કરવામાં આવેલ નથી.
તા.૨૫-૪-૨૦૧૭ ના રોજ માહિતી અધિકારના કાયદાથી પ્રાંત સાહેબ પાસે માહિતી માંગવા છતા માહિતી આપવામાં આવતી નથી. એક-બીજા ખાતામાં RTIટ્રાન્સફર કરી જવાબ ના આપી સંતોષ માનવામાં આવે છે. માહિતી કમિશ્નર ગાંધીનગરમાં ‘કર્મયોગી’ ભવનમાં બેસી વહીવટ કરે છે. તેઓ પણ દંડ વસુલ કરવાનુ કર્મ ભૂલી ગયા છે. માહિતી અધિકારના કાયદાને કાગળો ઉપર રહેવા દીધેલ છે. વાસ્તવમાં અમલ કરવામાં આવતો નથી.
તા.૧૨-૧૦-૨૦૦૫ ના રોજ ગુજરાતમાં ‘માહિતી અધિકારનો’ કાયદો અમલમાં આવેલ. તા.૧૬-૨-૨૦૦૬ ના મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલના APMC ના હૉલમાં મેં આ કાયદો સમજાવેલ. આજના શિક્ષણ સચિવ સુનયનાબહેન તોમરે મને ધન્યવાદ આપેલા તેમજ સરકારી કર્મચારીઓને આ કાયદો સમજાવેલ. સરકારે તા.૧૮-૩-૨૦૦૬ ના રોજ રોટરી ક્લબ વિસનગરમાં માહિતી અધિકારના કાયદાનો સેમિનાર ગોઠવેલ. તેમાં મેં આ કાયદો ફરીથી સમજાવેલ.IIM  અટીરા ખાતે તા.૧૫-૧૨-૨૦૧૦ ના દિવસે માહિતી અધિકારના કાયદાના પ્રચાર તેમજ પ્રસાર કાર્યક્રમમાં હું અને માહિતી કમિશ્નર આર.એન.દાસ સાહેબ એકજ મંચ ઉપરથી પ્રવચન આપેલ. જે પ્રમાણે ૨૦૦૫ થી માહિતી અધિકારના કાયદાનુ પ્રચાર કરૂ છું.
આજે ૧૦ વર્ષ થયા છતાં આ કાયદાના પ્રથમ દંડના પૈસા કર્મચારી પાસેથી વસુલ કરવામાં આવેલ નથી. નગરપાલિકાના જે કોઈ કર્મચારીએ દંડ વસુલ કરવા બે કાળજી રાખવામાં આવેલ છે. તેના ઉપર સખ્ત કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.
શું ગુજરાત સરકારનો આવો છે પારદર્શક વહીવટ? તા.૨૫-૧૨-૨૦૧૫ ના દિવસને બાજપાઈના નામે ગુડગવર્નસ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ પેપરની કોપીમાં તમામ વિગત ભરી ૩૦-૧૨-૨૦૧૫ ના રોજ મુખ્યમંત્રીશ્રી આનંદીબહેન કલેક્ટરશ્રી લોચન સહેરા, ૨૦૧૬ ના સંવાદસેતુ કાર્યક્રમમાં મંત્રી તારાચંદ છેડાને આ પેપરની કોપી આપેલ છે. પરંતુ આજદીન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી કે કોઈ જવાબ આપવામાં આવેલ નથી.
અમારા વડીલ મણીભાઈ પટેલ (ચાણસ્માવાળા) પ્રથમ શહીદ થયેલ છે. એમની શહાદત પાણીમાં ગઈ છે. એમણે આવી લોકશાહીની આશા રાખેલ નહીં હોય. આ લોકશાહી નહીં પણ ઠોકશાહી બનાવી દીધેલ છે.
તા.૧૦-૬-૨૦૧૬ ના માહિતી અધિકારના કાયદાથી મારી પૌત્રીના ૧૦ ધોરણમાં બે વિષયના માર્ક ઓછા આવવાથી માહિતી અધિકારની અરજી કરેલ. તેની પ્રથમ સુનાવણી થયેલ. બીજી એપ્રિલ ગાંધીનગર માહિતી કમિશ્નરને કરેલ પરંતુ આજદીન સુધી પુરવણીઓ આપવામાં આવતી નથી.
૨૦૦૮ માં આર.એન.દાસ સાહેબે વિદ્યાર્થીઓને માહિતી અધિકારના કાયદાથી પુરવણી આપવામાં ઓર્ડર કરેલ પરંતુ માહિતી આપવામાં આવતી નથી. સુનયનાબેન તોમર ૨૦૦૬ માં વિસનગર આવેલ ત્યારે માહિતી અધિકારનો કાયદો સમજાવતા હતા. આજે શિક્ષણ સચિવપદે હોવા છતાં તેઓ માહિતી અધિકારના કાયદાનો અમલ કરતા નથી.
આ સરકાર પારદર્શક વહીવટની માત્ર ગુલબાંગો પોકારવા સિવાય કામ કરતી નથી. વિક્રમભાઈ પટેલે વધુમાં જણાવ્યુ છેકે, હું પણ ૧૯૭૦ જનસંઘનો કાર્યકર હતો. મને એમ હતુ કે અમારી સરકાર આવશે, અમારા કામ થશે. પરંતુ એકપણ કામ થયેલ નથી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી આવેલા ‘ભા’ આગળ લાગી ગયા. જનસંઘના ‘જ’ પાછળ લાગી ગયા, તેમાંથી ‘ભાજપ’ બન્યુ. જનસંઘના કાર્યકરો પાછળ જપી ગયા.

Leave a comment

Back to Top