દલિત સમાજના લોકોને અન્યાય કરી પાણી ન પહોચાડતા ખેરાલુ પાલિકામાં માટલા ફોડી છાજીયા લેતી બહેનો

દલિત સમાજના લોકોને અન્યાય કરી પાણી ન પહોચાડતા ખેરાલુ પાલિકામાં માટલા ફોડી છાજીયા લેતી બહેનો

News, Prachar News No Comments on દલિત સમાજના લોકોને અન્યાય કરી પાણી ન પહોચાડતા ખેરાલુ પાલિકામાં માટલા ફોડી છાજીયા લેતી બહેનો

દલિત સમાજના લોકોને અન્યાય કરી પાણી ન પહોચાડતા
ખેરાલુ પાલિકામાં માટલા ફોડી છાજીયા લેતી બહેનો

(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
ખેરાલુ પાલિકામાં ગત એક માસથી ભાજપનુ સાશન આવ્યુ છે. ત્યારે પાલિકા દ્વારા દલિત સમાજના લોકોની એક વર્ષ જુની માંગણીને એકબાજુ હડસેલી માત્ર ચૌધરી સમાજની વોટ બેંક સાચવવા ચાર પાણીની પાઈપ લાઈનનુ ટેન્ડર બહાર પાડવાની તજવીજ શરૂ કરી છે. ત્યારે વોર્ડનં-૭ના વણકર વાસમાં પાણી પહોચતુ નથી તેવી ફરીયાદ સાથે ૩૦થી ૩પ બહેનો અને ૧૦ જેટલા આગેવાનો પાલિકામા પહોચી માટલા ફોડી ચિફ ઓફીસરના છાજીયા લેતા ભારે હોહા મચી ગઈ હતી. ચિફ ઓફિસરને પોલિસ બોલાવવાની ફરજ પડી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ખેરાલુ પાલિકા દ્વારા પાણીની લાઈનના ચાર ટેન્ડર બહાર પાડવા તજવીજ શરૂ કરી છે જેમા માત્ર ચૌધરી સમાજના લોકોને ફાયદો કરાવવા ચાર પાણીની પાઈપ લાઈનોના ટેન્ડર બહાર પાડવાના છે તેવા આક્ષેપ થઈ રહ્યા છે.જેમા (૧) જાંબુડીપુરા સમ્પથી જીવજીભાઈ (ડેનીપુરા) સુધી (ર) આડી સમ્પથી આડીપુરા (૩) આદીતપુરા સમ્પથી ફંફાવતપુરા (૪) માનકુવાથી થાંગણા રોડ માટે પીવાના પાણીથી પાઈપ લાઈનનુ ટેન્ડર બહાર પાડવાનુ છે. વણકરવાસ હાટડીયામા છેલ્લા એક વર્ષથી પાણી ધીમુ આવે છે. જેની પાલિકા સભ્ય મહેશભાઈ બારોટ, કુન્દનબેન ધર્મેન્દ્રભાઈ બારોટ, દશરથભાઈ પરમાર દ્વારા વારંવાર રજુઆતો કરાઈ હતી. છતા વણકરવાસના રહીશો અનુસુચિત જ્ઞાતિના હોવાથી ઈરાદાપુર્વક પાલિકાએ અન્યાય કરતા મંગળવારે બપોરે વણકર સમાજની બહેનો સાથે આગેવાનો પાલિકા પહોચ્યા હતા. પાલિકામા માટલા ફોડી છાજીયા લેવાનુ શરુ કરતા અડધો કલાક ઉપરાંત ભારે ઘમાચકડી મચી ગઈ હતી. પાલિકાના કર્મચારીઓએ આ હોબાળા બાબતે પાલિકા સભ્ય મહેશભાઈ બારોટ, કુન્દનબેન બારોટના પતિ ધર્મેન્દ્રભાઈ બારોટ અને દશરથભાઈ પરમારને બોલાવતા પાલિકા ચિફ ઓફિસરને ત્રણે આગેવાનો મળવા ગયા ત્યારે તેમની સાથે વણકર સમાજની બહેનો પણ ચિફ ઓફિસરને ચેમ્બરમાં પ્રવેશી હતી. ફરીથી ચિફ ઓફીસરની ચેમ્બરમા હોબાળો શરૂ થયા વણકર સમાજના આગેવાનોએ આક્ષેપ કર્યો કે બહેલીમવાસમા ગેરકાયદેસર કનેકશનો કપાવો, તમારી મા-બહેનોને પાણીન મળે તો શુ તકલીફ થાય તે વિચારો, ૧૦ ઈંચની પાઈપ ઓછુ પડે છે. પુરતા ફોર્સમા પાણી મળતુ નથી. ચિફ ઓફીસરે જણાવ્યુ કે ૧૬ લાખના ખર્ચે ૧૦ ઈંચની પાઈપ લાઈન નાંખવાની છે. અગાઉ લાઈન નાંખી પણ ફેઈલ ગઈ છે. હાલ વણકર વાસમા દરરોજ ટેન્કર દ્વારા પાણી અપાય છે.
છેલ્લે એક કર્મચારીએ જણાવ્યુ કે ચુંટણીઓ નજીક આવી છે એટલે આવા હોબાળા કાયમ જોવા મળવાના જ છે.

Leave a comment

Back to Top