પોલીસ કસ્ટડીમાં પાટીદાર યુવાનને માર મારવાના મુદ્દે વિસનગર પાટીદાર સમાજે મામલતદારને આવેદન આપ્યુ

પોલીસ કસ્ટડીમાં પાટીદાર યુવાનને માર મારવાના મુદ્દે વિસનગર પાટીદાર સમાજે મામલતદારને આવેદન આપ્યુ

News, Prachar News No Comments on પોલીસ કસ્ટડીમાં પાટીદાર યુવાનને માર મારવાના મુદ્દે વિસનગર પાટીદાર સમાજે મામલતદારને આવેદન આપ્યુ

પોલીસ કસ્ટડીમાં પાટીદાર યુવાનને માર મારવાના મુદ્દે
વિસનગર પાટીદાર સમાજે મામલતદારને આવેદન આપ્યુ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
મહેસાણા તાલુકાના બલોલ ગામના સામાન્ય ચોરીના આરોપમાં ઝડપાયેલ પાટીદાર યુવાનનુ તાલુકા પોલીસના ઢોર મારથી ગત મંગળવારે મોત નિપજ્યુ હતુ. આ બનાવની પાટીદાર સમાજને જાણ થતા પોલીસ પ્રત્યે ભારે રોષ પેદા થયો છે. જેમા વિસનગર તાલુકા પાટીદાર સમાજ તથા પાટીદાર એક્તા સમિતિ ગંજબજાર દ્વારા ગત બુધવારે મામતલતદાર દંતાણીને આવેદન પત્ર આપી જવાબદાર પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવાની માંગણી કરી છે.
થોડા દિવસ પહેલા મહેસાણા તાલુકાના બલોલ ગામના કેતનકુમાર મહેન્દ્રભાઈ પટેલની સામાન્ય ચોરીના ગુનામા મહેસાણા તાલુકા પોલીસે ધરપકડ કરી હતી. જેમા પોલીસના ઢોર મારથી યુવાનનુ મોત થતા મહેસાણા સહિત સમગ્ર ગુજરાતમા તેના ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. પાસ, એસ.પી.જી. તથા પાટીદાર સમાજ દ્વારા જવાબદાર પોલીસ અધિકારી સામે કડક પગલા ભરવાની માંગણી કરવામા આવી હતી. જેમા વિસનગર તાલુકા પાટીદાર સમાજ તથા પાટીદાર એક્તા સમિતી ગંજબજાર દ્વારા ગત બુધવારે મામલતદાર આર.એમ.દંતાણીને આવેદન પત્ર આપ્યુ હતુ. જેમાં પાટીદાર સમાજે એવી રજુઆત કરી હતી કે કેતન મહેન્દ્રભાઈ પટેલનુ પોલીસ કસ્ટડીમાં શંકાસ્પદ મોત થતા મહેસાણા જીલ્લા સહિત સમગ્ર ગુજરાતમા ઘેરાશોકની લાગણી ફેલાઈ છે. પોલીસે પાટીદાર યુવાનના શરીર ઉપર ઢોર માર માર્યાના નિશાન સ્પષ્ટ દેખાય છે. આ કૃત્ય અમાનવિય અને અત્યાચાર રૂપ છે. પાટીદાર સમાજ ઉપર વારંવાર થતા અત્યાચારના લીધે પાટીદાર સમાજનો ભાજપ સરકાર પર ભારે રોષ ફેલાયો છે. જેથી આ બનાવમા મૃતક યુવાનના પરિવારજનોને ન્યાય આપવા માટે જવાબદાર પોલીસ અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવામા આવે તેવી માંગણી છે. જો આ મામલે સરકાર દ્વારા નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર પોલીસ અધિકારી સામે તાત્કાલિક પગલા ભરવામા નહી આવે તો આગામી સમયમા ઉગ્ર અહિંસક આંદોલન કરવાની પાટીદાર સમાજે ચિમકી ઉચ્ચારી છે.
મૃતક કેતન પટેલના મામલે એસ.પી.જી. અધ્યક્ષ લાલજીભાઈ પટેલે જણાવ્યુ છેકે અમે કેતન પટેલના પરિવારની મુલાકાત લઈ તેમને ન્યાય અપાવવા પડખે રહેવાની ખાત્રી આપી છે. જો કે પોલીસે ઢોર માર મારતા કેતનનુ મોત થયુ છે. અને પી.એમ.રિપોર્ટમા કેતનના શરીરના ભાગુ ૩૯ ઈજાઓ થઈ હોવાનુ બહાર આવ્યુ છે. પરંતુ મોતનુ કારણ જાણવા મળ્યુ નથી. જો સરકાર ન્યાયીક અને તટસ્થ તપાસ કરી જવાબદાર પોલીસ અધિકારી સામે કડક પગલા નહી ભરે તો આગામી સમયમાં અહિંસક આંદોલન કરીશું.

Leave a comment

Back to Top