પ્રચાર સાપ્તાહિક તથા ગુંદીખાડ બ્રહ્મભટ્ટ સમાજનું USAમાં ગૌરવ

પ્રચાર સાપ્તાહિક તથા ગુંદીખાડ બ્રહ્મભટ્ટ સમાજનું USAમાં ગૌરવ

News, Prachar News No Comments on પ્રચાર સાપ્તાહિક તથા ગુંદીખાડ બ્રહ્મભટ્ટ સમાજનું USAમાં ગૌરવ

પ્રચાર સાપ્તાહિક તથા ગુંદીખાડ બ્રહ્મભટ્ટ સમાજનું USAમાં ગૌરવ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર “પ્રચાર” સાપ્તાહિકના તંત્રીના પૌત્ર, મેનેજીંગ તંત્રી મનોજકુમાર બ્રહ્મભટ્ટનો પુત્ર, મેનેજીંગ તંત્રી રશ્મીકાન્ત પટેલનો ભત્રીજો, “પ્રચાર”ના પ્રકાશક શ્યામ બ્રહ્મભટ્ટનો ભત્રીજો તથા અમેરીકાના રોબોટીક સર્જન ર્ડા.રવિ બ્રહ્મભટ્ટનો ભત્રીજો ઋષિરાજ મનોજકુમાર બ્રહ્મભટ્ટે ગણપત યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર સાયન્સમાં ગ્રેજ્યુએટ થઈ અમેરીકાની ન્યુયોર્ક સીટીમાં આવેલ એન.વાય.આઈ.ટી.માં એજ્યુકેશન ઈન્સ્ટીટ્યુટમાં કોમ્પ્યુટર સાયન્સનો બે વર્ષનો માસ્ટર ડીગ્રીનો કોર્સ જોઈન્ટ કરી દોઢ વર્ષના ટૂંકા ગાળામાં ૪ જી.પી.એ.માંથી ૩.૯ નું જી.પી.એ. મેળવી પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓમાં સ્થાન મેળવ્યુ છે. જેનો ગ્રેજ્યુએશન સમારંભ તા.૨૧-૫-૨૦૧૭ ના રોજ યોજાયો હતો. જેમાં એન.વાય.આઈ.ટી.ના ચેરમેને ૩.૯ જી.પી.એ. લાવનાર ત્રણ વિદ્યાર્થીઓને ઊભા કરી અભિનંદન આપ્યા હતા. ગ્રેજ્યુએશન સમારંભમાં પ્રચારના તંત્રી શ્રી બાલમુકુન્દ બ્રહ્મભટ્ટ, અરૂણાબેન બ્રહ્મભટ્ટ તથા રોબોટીક સર્જન ર્ડા.રવિ બ્રહ્મભટ્ટે હાજરી આપી ઋષિરાજને અભિનંદન પાઠવ્યા હતા. ઋષિરાજ બ્રહ્મભટ્ટે “પ્રચાર” સાપ્તાહિક પરિવાર, ગુંદીખાડ બ્રહ્મભટ્ટ સમાજ તથા વિસનગરનુ ગૌરવ વધાર્યુ છે.

Leave a comment

Back to Top