રશિયામાં અભ્યાસ કરતા નવાવાસ રાજપૂરના ર્ડા.અશોક પટેલે રશિયામાં વડાપ્રધાન મોદી સાથે ટ્રાન્સલેટરની સેવા આપી

રશિયામાં અભ્યાસ કરતા નવાવાસ રાજપૂરના ર્ડા.અશોક પટેલે રશિયામાં વડાપ્રધાન મોદી સાથે ટ્રાન્સલેટરની સેવા આપી

News, Prachar News No Comments on રશિયામાં અભ્યાસ કરતા નવાવાસ રાજપૂરના ર્ડા.અશોક પટેલે રશિયામાં વડાપ્રધાન મોદી સાથે ટ્રાન્સલેટરની સેવા આપી

રશિયામાં અભ્યાસ કરતા નવાવાસ રાજપૂરના ર્ડા.અશોક પટેલે
રશિયામાં વડાપ્રધાન મોદી સાથે ટ્રાન્સલેટરની સેવા આપી

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તાજેતરમાં રશિયાની મુલાકાતે જતા રશિયામાં છેલ્લા આઠ વર્ષથી તબીબી અભ્યાસ સાથે સંકળાયેલ સતલાસણા તાલુકાના નવાવાસ રાજપુર ગામના યુવાને પી.એમ. મોદી સાથે ટ્રાન્સલેટરની સેવા આપી હતી. જેમની સાથે રશિયામાં એમ.બી.બી.એસ. કરતા વિસનગરના યુવાન પણ જોડાયા હતા. પી.એમ.મોદીએ વતનના આ યુવાનોને ઉચ્ચ અભ્યાસ માટે શુભેચ્છાઓ અને આશિર્વાદ આપ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ૩૧ મી મે થી ૨ જૂન સુધી રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં ઈન્ટરનેશનલ ઈકોનોમી ફોરમમાં ભાગ લેવા ગયા હતા. વડાપ્રધાનની મુલાકાતથી આખુ સેન્ટ પીટર્સબર્ગ ભારતના રંગમાં રંગાયુ હતુ. વડાપ્રધાનની આ મુલાકાતમાં ઉત્તર ગુજરાતના લોકોને તેમાં પણ ખાસ કરીને મહેસાણા જીલ્લાના લોકોએ ગૌરવ લેવા જેવી બાબત છેકે સતલાસણા તાલુકાના નવાવાસ રાજપુર ગામના ર્ડા.ઓશક નરસિંહભાઈ પટેલ (ચૌધરી) તથા ઘાઘરેટ કોલેજવાળા ર્ડા. વિનોદભાઈ કાન્તીલાલ પટેલ (ત્રાંસવાડવાળા) નો પુત્ર ર્ડા.મૌલિક વિનોદભાઈ પટેલે વડાપ્રધાન મોદી સાથે ટ્રાન્સલેટરની સેવા આપી હતી.
નવાવાસ રાજપૂરના ર્ડા.અશોકભાઈ પટેલ ્‌ફઈઇ સ્ટેટ મેડીકલ યુનિવર્સિટીમાંથી એમબીબીએસની ડીગ્રી પ્રાપ્ત કરી છે. જેઓ હાલ ઓરેનબર્ગ સ્ટેટ મેડીકલ યુનિવર્સિટીમાં રેડીયોલોજીમાં પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરે છે. રશિયામાં ભારતીય વિદ્યાર્થીઓના સલાહકાર તરીકે ર્ડા.અશોક પટેલ અનેક સન્માન મેળવી ચુક્યા છે. રશિયામાં ઈન્ડીયન કલ્ચર એક્ટીવીટી માટે ઈન્ડીયન એમ્બેસી દ્વારા પણ ર્ડા.અશોક પટેલનુ અનેકવાર સન્માન કરવામાં આવ્યુ છે. ર્ડા.અશોક પટેલે પ્રચાર સાથે ફોન ઉપર સંપર્ક કરી વાતચીતમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથેના અનુભવો જણાવ્યા હતા. ર્ડા.અશોક પટેલે જણાવ્યુ હતુ કે પી.એમ.મોદી સાથે વિતાવેલો સમય મારા માટે સૌથી યાદગાર અને ગર્વ અપાવનારો છે. વડાપ્રધાન મોદી ગુજરાતી હોવાથી ફાઈવસ્ટાર હોટલમાં ગુજરાતી ફૂડની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત વડાપ્રધાન મોદી સાથે ગુજરાતી ભાષામાં અનેક વિષયો ઉપર વાત થઈ હતી. વડાપ્રધાન મોદી સાથેની વાતચીતમાં વડાપ્રધાનને રશિયામાં વર્ષ ૨૦૧૫ ની મુલાકાતની યાદ પણ તાજી કરી હતી. તાજેતરની વડાપ્રધાનની મુલાકાત સમયે ૩૧ મી મે થી બીજી જૂન સુધી બે દિવસ અને એક નાઈટ પલક જપકાવ્યા વગર ડ્યુટી કરી હતી. વડાપ્રધાન મોદીએ પણ રશિયામાં અભ્યાસ કરતા યુવાનો બાબતે ગૌરવ વ્યક્ત કરી ઉચ્ચ અભ્યાસ માટે શુભેચ્છાઓ સાથે આશિર્વાદ આપ્યા હતા.

Leave a comment

Back to Top