૯ હજાર કરોડનો ચોર માલ્યાને સરકારની છત્રછાયા ૯૬૦૦ની ચોરી કરનારને સરકારી મોત-માજી મંત્રી કિરીટભાઈ

૯ હજાર કરોડનો ચોર માલ્યાને સરકારની છત્રછાયા ૯૬૦૦ની ચોરી કરનારને સરકારી મોત-માજી મંત્રી કિરીટભાઈ

News, Prachar News No Comments on ૯ હજાર કરોડનો ચોર માલ્યાને સરકારની છત્રછાયા ૯૬૦૦ની ચોરી કરનારને સરકારી મોત-માજી મંત્રી કિરીટભાઈ

૯ હજાર કરોડનો ચોર માલ્યાને સરકારની છત્રછાયા
૯૬૦૦ની ચોરી કરનારને સરકારી મોત-માજી મંત્રી કિરીટભાઈ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
બલોલનો પાટીદાર યુવાન સામાન્ય ચોરીના ગુનામાં પકડાયા બાદ પોલીસના ઢોર મારથી તેનુ મૃત્યુ થતા પાટીદાર સમાજમાં ભારે રોષ ફેલાયો છે. પોલીસના આ અત્યાચાર સામે માજી મંત્રી કિરીટભાઈ પટેલે રોષ ઠાલવ્યો છેકે ૯ હજાર કરોડના ચોર માલ્યાને સરકાર છાવરી રહી છે, જ્યારે ૯૬૦૦ ની ચોરી કરનારને મોત મળી રહ્યુ છે. ભાજપ સરકાર ગરીબ પ્રજાને મારી નાખવા માગે છે.
બલોલ ગામના કેતન મહેન્દ્રભાઈ પટેલ નામના યુવાનને પોલીસે ચોરીના ગુનામાં પકડ્યા બાદ કસ્ટડીમાં માર મારતા પોલીસનો માર સહન નહી કરી શકનાર યુવાનનુ મૃત્યુ થયુ હતુ. સામાન્ય ચોરીના ગુનામાં આરોપીને આ રીતે સરકારી મોત મળતા માજી મંત્રી કિરીટભાઈ પટેલે રોષ ઠાલવ્યો હતો કે ભાજપ સરકાર ગરીબોને મારી નાખવા માગે છે. સામાન્ય ચોરી કરનારને મોતની સજા અપાય છે અને અબજોનુ ફુલેકુ ફેરવનાર ઉદ્યોગપતિ ચોરને સરકાર છત્રછાયા આપી રહી છે. વિજય માલ્યાએ દેશનુ ૯ હજાર કરોડનુ કરી નાખ્યુ છે. આવડા મોટા ચોરને સરકાર પંપાળી રહી છે. ૯ હજાર કરોડનો આરોપી જાહેરમાં લંડનમાં એસી ચેમ્બરમાં બેસી મેચ દેખે છે. તેનો સરકાર વાળ વાંકો કરી શકી નથી. જ્યારે બલોલનો પાટીદાર યુવાન રૂા.૯૬૦૦ ની ચોરીમાં પકડાયો હતો. એના ઉપર ફક્ત આરોપી ઘડાયો છે સાબીત થયો નથી. કસ્ટડીમાં આરોપી ઉપર ડંડો ઉગામવાનો પોલીસને કોઈ અધિકાર નથી. કેતન પટેલ કોઈ ગંભીર ગુનામાં પકડાયો નહોતો કે તેને પોલીસે આટલો મારવો પડે. આખા શરીર ઉપર લાલ જામા થઈ જાય તેટલો માર માર્યો છે. ગરીબો ઉપરજ અત્યાચાર કરવાનો? આ તે સરકારની કેવી કામગીરી છે. ભાજપ સરકારમાં ગરીબ પ્રજાની કોઈ કિંમત નથી. આજે પાટીદાર સમાજ તો કાલે બીજા કોઈ સમાજનો યુવાન ભોગ બને તેમ છે. દેશના મોટા ઉદ્યોગપતિ ચોરોને છાવરતી અને સામાન્ય ચોરી કરનાર ગરીબોને કસ્ટડીમાં મોત આપતી ભાજપ સરકારની વિચારસરણીને ગરીબ અને મધ્યમવર્ગની પ્રજાએ ઓળખવાની જરૂર છે.

Leave a comment

Back to Top