અઢળક નાણાં ખર્ચી વાર્ષિકોત્સવ કરતી શાળાઓ નિરસ રહેતા રથયાત્રાની વેશભુષામાં જોડાવા શિક્ષણ વિભાગે પરિપત્ર કરવો જોઈએ

અઢળક નાણાં ખર્ચી વાર્ષિકોત્સવ કરતી શાળાઓ નિરસ રહેતા રથયાત્રાની વેશભુષામાં જોડાવા શિક્ષણ વિભાગે પરિપત્ર કરવો જોઈએ

News, Prachar News No Comments on અઢળક નાણાં ખર્ચી વાર્ષિકોત્સવ કરતી શાળાઓ નિરસ રહેતા રથયાત્રાની વેશભુષામાં જોડાવા શિક્ષણ વિભાગે પરિપત્ર કરવો જોઈએ

અઢળક નાણાં ખર્ચી વાર્ષિકોત્સવ કરતી શાળાઓ નિરસ રહેતા
રથયાત્રાની વેશભુષામાં જોડાવા શિક્ષણ વિભાગે પરિપત્ર કરવો જોઈએ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
હિન્દુ સંસ્કૃતિમાં રથયાત્રાનુ અનેરૂ મહત્વ છે. ત્યારે શાળાના વાર્ષિકોત્સવમાં હિન્દુ સંસ્કૃતિ અનુરૂપ વેશભુષાના કાર્યક્રમો કરતી શાળાના સંચાલકોએ પણ બાળકોને રથયાત્રામાં વેશભુષા માટે પ્રોત્સાહન પુરૂ પાડી ભવ્ય રથયાત્રા માટે યોગદાન આપવુ જોઈએ. વિસનગરમાં રથયાત્રા નીકળે છે ત્યારે શહેરની શાળા કોલેજોએ તેમા ભાગ લઈ રથયાત્રાની શોભા વધારવા પ્રયત્નો કરવા જોઈએ.
અષાઢી બીજે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને બાલભદ્રજીની રથયાત્રાનુ હિન્દુ સંસ્કૃતિમાં અનેરૂ આગવુ મહત્વ છે. અષાઢી બીજે દેશના ઘણા ઓછા શહેરોમાં રથયાત્રા નીકળે છે. વિસનગરમાં વર્ષ પરંપરાગત ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળે છે. હરિહર સેવા મંડળ દ્વારા રથયાત્રાનુ આયોજન કરવામાં આવે છે. ત્યારે નવાઈની વાત છેકે લોકસભા, વિધાનસભા કે પાલિકાની ચુંટણીઓમાં લાખો કરોડો રૂપિયા ખર્ચતા આપણા નેતાઓ રથયાત્રા પાછળ કોઈ યોગદાન આપતા નથી. સત્તા મેળવવા પાણીની જેમ રૂપિયા વાપરે છે. પરંતુ શહેરના એક માત્ર લોક ઉત્સવ જેવી રથયાત્રા માટે કોઈ રૂપિયો ખર્ચતુ નથી. શરમની બાબત તો એ છેકે હિન્દુ સંસ્કૃતિનુ જ્ઞાન આપતી, સંસ્કૃતિની જાગૃતિ કેળવતી શાળા કોલેજો પણ આમા આવી જાય છે. શિક્ષણ વિભાગના પરિપત્ર મુજબ શાળા કોલેજો શૈક્ષણિક વર્ષના અંતે વાર્ષિકોત્સવ ઉજવે છે. આ વાર્ષિકોત્સવ પાછળ મોટુ બજેટ ખર્ચ કરવામાં આવે છે. વાર્ષિકોત્સવમાં હિન્દુ સંસ્કૃતિ અનુરૂપ પાત્રો-વેશભુષા ભજવવામાં આવે છે. શાળા કોલેજો શિક્ષણ સાથે બાળકોમાં રહેલી શક્તિઓનો કેવો વિકાસ કરવામાં આવે છે તે બતાવવા વાર્ષિકોત્સવ કરે છે. ત્યારે રથયાત્રાની વેશભુષામાં આ શાળા કોલેજો કેમ અળગી રહે છે. શહેરની જે શાળાઓમાં વાર્ષિકોત્સવ ઉજવાય છે. એ દરેક શાળાઓમાંથી એક ટ્રેક્ટર કે ઉંટલારીમાં બાળકો વેશભુષા સાથે ભાગ લે તો રથયાત્રાની શોભા વધે, રથયાત્રા આકર્ષક બને. હિન્દુ સંસ્કૃતિ ઉજાગર કરવાનુ, સંસ્કૃતિને ફેલાવવાનુ કામ હિન્દુ સમાજનુ છે. શહેરની તમામ શાળાઓના સંચાલકો હિન્દુ છે. ત્યારે રથયાત્રામાં બાળકોને પ્રોત્સાહન નહી આપવાનુ કારણ શું? ટ્રેક્ટર અને ઉંટલારીનો ખર્ચ હરિહર સેવા મંડળ દ્વારા આપવામાં આવે છે. ફક્ત શાળાએ વેશભુષા માટે બાળકોને તૈયાર કરવાના છે. શિક્ષણ વિભાગનો પરિપત્ર હોય તો તેનો શૈક્ષણિક સંસ્થાઓ અમલ કરે છે. ગુજરાતમાં જે શહેરમાં રથયાત્રા નીકળતી હોય તે રથયાત્રામાં ભાગ લેવા શૈક્ષણિક સંસ્થાઓને ફરજ પાડતો શિક્ષણ વિભાગ પરિપત્ર કરશે ત્યારે શૈક્ષણિક સંસ્થાઓ રથયાત્રામાં જોડાશે.
શિક્ષણ વિભાગ સરકારની સુચના પ્રમાણેના અમુક કાર્યક્રમો કરવા પરિપત્ર કરી તેનાં પુરાવા રૂપે શાળાઓ પાસે અહેવાલ માગે છે. તેવીજ રીતે શિક્ષણ વિભાગે રથયાત્રામાં ફરજીયાત વેશભુષા કરવાનો પરિપત્ર પાઠવી તેનો અહેવાલ માગવો જોઈએ. શૈક્ષણિક નગરી વિસનગરમાં અનેક શૈક્ષણિક સંસ્થાઓ છે. આ સંસ્થાના સંચાલકોએ પોતાની શાળા અને કોલેજમાં બાળકો, વિદ્યાર્થીઓને રથયાત્રામાં જોડાવા પ્રોત્સાહન આપી ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભવ્ય બનાવવી જોઈએ.

Leave a comment

Back to Top