મતબેંકના રાજકારણમાં ભેદભાવના કારણે  –  દેળીયા તળાવમાં પારાવાર ગંદકી-તળાવ સુકાયુ

મતબેંકના રાજકારણમાં ભેદભાવના કારણે – દેળીયા તળાવમાં પારાવાર ગંદકી-તળાવ સુકાયુ

News No Comments on મતબેંકના રાજકારણમાં ભેદભાવના કારણે – દેળીયા તળાવમાં પારાવાર ગંદકી-તળાવ સુકાયુ

મતબેંકના રાજકારણમાં ભેદભાવના કારણે
દેળીયા તળાવમાં પારાવાર ગંદકી-તળાવ સુકાયુ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં મતબેંકની રાજનિતિ પ્રમાણે વિકાસ થાય છે. શહેરનુ ઐતિહાસિક દેળીયા તળાવ એ કોઈ એક સમાજનુ ન હોઈ, તળાવ માટે અસરકારક રજુઆત થતી ન હોય તળાવમાં અત્યારે પારાવાર ગંદકી જોવા મળી રહી છે. ગત વર્ષ ધરોઈના ઓવરફ્લો પાણીનો લાભ નહી મળતા તળાવ સુકાયુ છે. આ વર્ષે જો ચોમાસામાં ધ્યાન રાખવામાં નહી આવે તો આવતા વર્ષ દેળીયુ તળાવ ક્રિકેટ રમવાનુ મેદાન બને તો નવાઈ નહી કહેવાય.
વિસનગરના દેળીયા તળાવની અત્યારે દયનીય સ્થિતિ જોવા મળી રહી છે. ભાજપ શાસીત પાલિકાના પૂર્વ પાલિકા પ્રમુખ ભરતભાઈ પટેલના સમયકાળમાં દેળીયા તળાવમાં નગીનાવાડી વિસ્તારનો વિકાસ અને પથ્થર પીચીંગનુ કામ કરી તળાવની સુંદરતા વધે તેવા પ્રયત્નો કરાયા હતા. ભાજપના શાસનમાં તળાવ ક્યારેય સુકાયુ નથી. ભાજપના ગત બોર્ડમાં તત્કાલીન પાલિકા પ્રમુખ ગીરીશભાઈ પટેલના શાસનમાં તળાવ સાફ કરવાનુ ટેન્ડરીંગ કરી તળાવની ગંદકી દૂર કરવામાં આવી હતી. ત્યારબાદ છબીલા હનુમાનજી રોડ ઉપર એલ.ઈ.ડી.લાઈટો નાખી આ વિસ્તારનો વિકાસ કરવામાં આવ્યો હતો. ત્યારે અત્યારે ગઠબંધનના શાસનમાં દેળીયા તળાવ પ્રત્યે ભેદભાવ ભર્યુ વલણ રાખવામાં આવી રહ્યુ છે.
દેળીયા તળાવ પ્રત્યે પાલિકાની નિષ્ક્રીયતા અને નિષ્કાળજીના કારણે અત્યારે તળાવમાં પારાવાર ગંદકી ફેલાઈ છે. ઉનાળાના ધોમધખતા તાપના કારણે તળાવની વનસ્પતિ અને કચરો કોહવાતા તળાવ વિસ્તારમાં ભારે દુર્ગંધ મારી રહી છે. શનિવારે છબીલા હનુમાનજી મંદિરે જતા લોકો નાક દબાવી દર્શન કરવા જાય છે. જે લોકો ભાજપના શાસનમાં પૂર્વ પ્રમુખો ભરતભાઈ પટેલ અને ગીરીશભાઈ પટેલની કામગીરી યાદ કરી રહ્યા છે. ગત વર્ષે ઉત્તર ગુજરાતમાં ઓછો વરસાદ હતો. પરંતુ ધરોઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ થતા ધરોઈ ડેમ છલકાતા તેના ઓવરફ્લો પાણીથી પીંડારીયુ તળાવ ભરવામાં આવ્યુ હતુ. પરંતુ દેળીયુ તળાવ ભરવાનુ કોઈને યાદ આવ્યુ નહી. પાલિકાએ ધરોઈ સીંચાઈ વિભાગને ભલામણ નહી કરતા દેળીયુ તળાવ ભરવા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. અત્યારે શહેરમાં ફક્ત પીંડારીયુ તળાવજ હોય તેમ આ તળાવના વિકાસ માટે પાલિકા તથા સભ્યો દ્વારા આકાશ પાતાળ એક કરવામાં આવી રહ્યુ છે. પાલિકા સભ્યો પીંડારીયાના વિકાસ માટે નાયબ મુખ્યમંત્રી સમક્ષ રજુઆત કરી શકે છે. પરંતુ શહેરનુ સૌથી મોટુ અને ઐતિહાસિક દેળીયુ તળાવના વિકાસ માટે કે તેમાં પાણી ભરવા માટે કોઈ રજુઆત કરવામાં આવતી નથી. મતના રાજકારણમાં ગત વર્ષ ધારાસભ્ય ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી ફતેહ દરવાજા વિસ્તારના લોકોને ખુશ કરવા પીંડારીયુ તળાવ ભરાયુ હતુ. પરંતુ દેળીયા તળાવ આસપાસ લઘુમતી સમાજના તેમજ અન્ય નાની જ્ઞાતિના લોકો રહેતા હોવાથી તેમનુ મહત્વ ઓછુ અંકાતા આ તળાવના વિકાસ માટે કોઈ કામગીરી કરવામાં આવતી નથી. દેળીયુ તળાવ ભરેલુ હશે તો શહેરના ટ્યુબવેલ જીવંત રહેશે તેનો કોઈ વિચાર કરતુ નથી. પીંડારીયા તળાવના વિકાસ માટે ચાર કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફળવાઈ છે ત્યારે દેળીયા તળાવની સ્વચ્છતા માટે અને તળાવ ભરવા માટે પણ પાલિકા સભ્યોએ પ્રયત્નો કરવા જોઈએ.

Leave a comment

Back to Top