રોટરી ક્લબ ઓફ વિસનગર રાઉન્ડ ટાઉન દ્વારા  –  ધો.૧૨ સાયંસના અતિ જરૂરીયાતમંદ તેજસ્વી વિદ્યાર્થીઓ માટે લોનમાં વ્યાજ સહાય યોજના

રોટરી ક્લબ ઓફ વિસનગર રાઉન્ડ ટાઉન દ્વારા – ધો.૧૨ સાયંસના અતિ જરૂરીયાતમંદ તેજસ્વી વિદ્યાર્થીઓ માટે લોનમાં વ્યાજ સહાય યોજના

Uncategorized No Comments on રોટરી ક્લબ ઓફ વિસનગર રાઉન્ડ ટાઉન દ્વારા – ધો.૧૨ સાયંસના અતિ જરૂરીયાતમંદ તેજસ્વી વિદ્યાર્થીઓ માટે લોનમાં વ્યાજ સહાય યોજના

રોટરી ક્લબ ઓફ વિસનગર રાઉન્ડ ટાઉન દ્વારા
ધો.૧૨ સાયંસના અતિ જરૂરીયાતમંદ તેજસ્વી વિદ્યાર્થીઓ માટે લોનમાં વ્યાજ સહાય યોજના

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
સમાજના અતી જરૂરીયાતમંદ પરિવારના તેજસ્વી વિદ્યાર્થીઓ આર્થિક સંકડામણના કારણે ધો.૧૨ પછી ઉચ્ચ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી શકતા નથી. વિસનગર તાલુકાના આવા વિદ્યાર્થીઓને રોટરી ક્લબ ઓફ વિસનગર રાઉન્ડ ટાઉન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક હેતુ માટેની લોનમાં વ્યાજ સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા અરજીપત્રકો મેળવી પરત કરવા જણાવાયુ છે.
ધો.૧૨ સાયંસમાં ઉચ્ચ ટકાવારી મેળવનાર વિદ્યાર્થી પરિવારની આર્થિક સંકડામણના કારણે ઉચ્ચ અભ્યાસથી વંચીત રહી ન જાય તે માટે રોટરી ક્લબ ઓફ વિસનગર રાઉન્ડ ટાઉન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શિક્ષણ નિધિ પ્રોગ્રામ અન્વયે શૈક્ષણિક હેતુ માટેની લોનમાં વ્યાજ સહાય આપવાનુ આયોજન કરવામાં આવ્યુ છે. આ યોજનાનો લાભ વિસનગર શહેર અને તાલુકાની શાળામાં માર્ચ-૨૦૧૭ માં લેવાયેલ પરીક્ષામાં ધો.૧૨ વિજ્ઞાનપ્રવાહમાં પાસ થયેલ વિદ્યાર્થીઓ લઈ શકશે. વાર્ષિક માત્ર ૧૦ થી ૧૫ વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળનાર હોઈ અત્યંત આર્થિક જરૂરીયાતમંદ અને તેજસ્વી વિદ્યાર્થીઓએજ યોજનાનો લાભ લેવા અરજી કરવાની રહેશે. મેડીકલ, એન્જીનીયરીંગ, વેટરનરી સાયંસ, બી.એચ.એમ.એસ.તેમજ અન્ય ઉચ્ચ અભ્યાસ માટે પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓને યોજના હેઠળ બેંકમાંથી લોન મેળવવા સુવિધા આપવામાં આવશે. લાભ મેળવનાર વિદ્યાર્થીના ૪ થી ૫ વર્ષના અભ્યાસકાળમાં દર વર્ષે મહત્તમ મેડીકલ માટે રૂા.૫૦,૦૦૦, એન્જીનીયરીંગ અને આઈ.આઈ.ટી.માટે રૂા.૪૦,૦૦૦, બી.એચ.એમ.એસ. માટે રૂા.૩૦,૦૦૦ ની લોનની વ્યવસ્થા કરવામાં આવશે. અભ્યાસકાળ દરમિયાન મેળવેલ લોન પરનુ સંપુર્ણ વ્યાજ સંસ્થા દ્વારા ચુકવવામાં આવશે. અભ્યાસના સમયગાળા દરમ્યાન વિદ્યાર્થીને કે વાલીને કોઈપણ વ્યાજ ચુકવવાનુ રહેશે નહી. અભ્યાસક્રમ પુરો થયા બાદ વિદ્યાર્થીએ લીધેલ લોનની મુદ્દલ અને તેના પરનુ અભ્યાસક્રમ પુરો થયા બાદનું વ્યાજ જે તે વિદ્યાર્થીએ ચુકવવાનુ રહેશે. આ યોજના માટેના અરજીપત્રકો વિસનગરમાં નૂતન હાઈસ્કુલ સામે વિશ્વાસ મેડીકલ સ્ટોર્સ, ગંજબજાર સામે કરમુક્ત વખાર પ્લોટમાં આવેલ ઓરોમ્બીકા એન્જીનીયરીંગ કાું., તથા સુરક્ષા સોસાયટી સામે અંકુર કેમીસ્ટમાંથી મળી રહેશે. અરજીપત્રકો ભરીને જણાવેલ સ્થળે પરત કરવાના રહેશે.

Leave a comment

Back to Top