વિસનગર કોંગ્રેસે ખેડૂતોના પ્રશ્ને ચક્કાજામ કર્યુ

વિસનગર કોંગ્રેસે ખેડૂતોના પ્રશ્ને ચક્કાજામ કર્યુ

News No Comments on વિસનગર કોંગ્રેસે ખેડૂતોના પ્રશ્ને ચક્કાજામ કર્યુ

વિસનગર કોંગ્રેસે ખેડૂતોના પ્રશ્ને ચક્કાજામ કર્યુ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિધાનસભાની ચુંટણીઓ નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસને લોકોની તકલીફો ધ્યાનમાં આવતા વિવિધ મુદ્દે આંદોલન, દેખાવ, રેલીઓ કરવામાં આવી રહી છે. ખેડૂતોના પ્રશ્ને કોંગ્રેસે ચક્કાજામનો કાર્યક્રમ આપતા વિસનગર કોંગ્રેસના કાર્યકરો તાલુકાના રોડ ઉપર ટાયરો સળગાવી, વૃક્ષની આડાશો કરી, રોડ ઉપર રેતીનો ઢગ કરી ચક્કાજામ કર્યુ હતુ.
કેન્દ્ર અને રાજ્યની સરકાર ખેડૂતોના વિવિધ પ્રશ્નોનુ નિરાકરણ લાવવામાં ઉદાસીનતા રાખતા ખેડૂત આલમ હવે રોષે ભરાયો છે. ખેડૂતોના વિવિધ પ્રશ્ને કોંગ્રેસ દ્વારા ચક્કાજામનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. ત્યારે શુક્રવારના દિવસે સવારથીજ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો સ્ટેટ અને હાઈવે રોડ ઉપર એકઠા થઈ ગયા હતા. વિસનગરના માજી મંત્રી કિરીટભાઈ પટેલ, મહેશભાઈ પટેલ(પાલડી), જીલ્લા પંચાયત પ્રમુખ રણજીતસિંહ ઠાકોર, પશાભાઈ પટેલ, સુધીરભાઈ પટેલ, હસમુખભાઈ ચૌધરી, પ્રધાનજી ઠાકોર, કોંગ્રેસના જીલ્લા હોદ્દેદાર શૈલેષભાઈ રબારી(ખંડોસણ), અશ્વિનભાઈ પટેલ(રાલીસણા), ઈન્દ્રવદન પટેલ(ઉમતા), સેંધાજી ઠાકોર(કડા), અમૃતલાલ પટેલ વડુ, હર્ષદભાઈ ચૌધરી, કરવિરસિંહ વિગેરે કોંગ્રેસના આગેવાનો રોડ ઉપર ટાયરો સળગાવી, વૃક્ષોની આડાશો કરી, મોટા પથ્થર ગોઠવી, બાવળીયા નાખી, માટીના અને રેતીના ઢગલા કરી ચક્કાજામ કર્યુ હતુ. રોડ ઉપર ભારે ટ્રાફીક જામ થઈ ગયો હતો. ‘ખેડુત વિરોધી નિતિ નહી ચલેગી નહી ચલેગી’ના સુત્રોચ્ચાર કર્યા હતા. ખેડૂતોના હિતમાં કોંગ્રેસનો કાર્યક્રમ હતો પરંતુ કોંગ્રેસના કાર્યકરો સાથે ખેડૂતો જોવા મળતા નહોતા.

Leave a comment

Back to Top