શિક્ષકો અને શિક્ષણ વિભાગની મિલિભગતથી  –  ખેરાલુમાં ધોરણ-૧ની મફત અપાતી ચોપડી રૂા.પ૦ માં વેચાય છે

શિક્ષકો અને શિક્ષણ વિભાગની મિલિભગતથી – ખેરાલુમાં ધોરણ-૧ની મફત અપાતી ચોપડી રૂા.પ૦ માં વેચાય છે

Prachar News No Comments on શિક્ષકો અને શિક્ષણ વિભાગની મિલિભગતથી – ખેરાલુમાં ધોરણ-૧ની મફત અપાતી ચોપડી રૂા.પ૦ માં વેચાય છે

શિક્ષકો અને શિક્ષણ વિભાગની મિલિભગતથી
ખેરાલુમાં ધોરણ-૧ની મફત અપાતી ચોપડી રૂા.પ૦ માં વેચાય છે

(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
વડનગર, ખેરાલુ, સતલાસણા સહિત ઉત્તર ગુજરાતના તાલુકાની પ્રાથમિક શાળાઓ , માધ્યમિક શાળાઓ અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ જે ગ્રાન્ટેડ છે તેમા આચાર્યો અને શિક્ષકો વ્યાપક પ્રમાણમા ભ્રષ્ટાચાર કરતા હોવાની બુમો દર વર્ષે સ્કુલો ચાલુ થાય તે પહેલા સાંભળવા મળે છે. ત્યારે પ્રાથમિક વિભાગની ધોરણ-૧ની સરકાર દ્વારા મફત અપાતી ચોપડીઓ ખેરાલુ બજારમા રૂા. પ૧/-મા વેચાઈ રહી છે. તેનો પુરાવો પણ પ્રચાર સાપ્તાહિકને મળ્યો છે.
ઉત્તર ગુજરાતની શાળાઓ અને હાઈસ્કુલોમા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓના ડ્રેસ ખરીદીમા સ્કુલોના આચાર્યો જરૂર પ્રમાણે શર્ટ અને પેન્ટના કાપડ સસ્તા ભાવે ખરીદી ઉંચા ભાવે વાલીઓને આપે છે. તેવુ વર્ષોથી લોકો બુમો પાડે છે. આ ભ્રષ્ટાચારને અટકાવવા રાજ્યની ભાજપ સરકારે કયારેય પ્રયત્ન કર્યો જ નથી. વાલીઓને આ ભ્રષ્ટાચારની ખબર હોવા છતા પોતાના બાળકને હૈરાન કરાશે તેવી બીકથી કોઈ વાલી સ્કુલોના સંચાલકો અને આચાર્યો વિરૂધ્ધમા કોઈ કહેવા તૈયાર નથી. ખેરાલુ શહેરમાં રહેતા પ્રફુલભાઈ વાસુદેવભાઈ બારોટ પોતાના પૌત્ર માટે ધોરણ-૧નુ કલરવ કંકારવ નામનુ પાઠ્ય પુસ્તક લેવા ખેરાલુમા ગયા ત્યારે બુક સેલરે મફત અપાતુ પુસ્તક રૂા.પ૦/- માં આપ્યુ. ઘરે જઈ પુસ્તક ચેક કરતા વિના મૂલ્યે શબ્દ ઉપર પ૧/-રૂાનુ સ્ટીકર લગાવ્યુ હતુ. સ્ટીકર હટાવતા તેઓ ચોકી ગયા.
ગુજરાતની ભાજપ સરકાર જો શિક્ષણમાથી ભ્રષ્ટાચાર હટાવવા માંગણી હોય તો પ્રફુલભાઈ બારોટનો સંપર્ક કરી બુકસેલર પાસે આ પુસ્તક કયા શિક્ષણ વિભાગના અધિકારીએ વેચવા આપ્યુ તેની તપાસ કરી સજા કરે તો સારુ કહેવાશે. જોકે આ સમાચાર પ્રચાર સાપ્તાહિકમા પ્રસિધ્ધ થશે તે પછી યુધ્ધના ધોરણેજિલ્લા વિકાસ અધિકારીકે કલેકકટરશ્રી તપાસ કરે તો જ સત્ય બહાર આવશે. બાકી આ સમાચાર પ્રસિધ્ધ થયા પછી જો મોડુ થશે તો ચોરો પોતાનો રસ્તો શોધી કાઢશે. ગુજરાત સરકારના પાઠ્ય પુસ્તક વિભાગમા વ્યાપક ભ્રષ્ટાચાર થાય છે તે બાબતે તપાસ થશે કે પછી મોટા વહીવટોમા તપાસનુ ફિંડલુ વળી જશે તેતો સમય જ બતાવશે.

Leave a comment

Back to Top