શિક્ષકો દ્વારા હાઈસ્કુલના કોચીંગને નફો કરવાનું સાધન બનાવતા  –  ખેરાલુ નગર શિક્ષણ વિકાસ સમિતિ સક્રીય થશે ખરી?

શિક્ષકો દ્વારા હાઈસ્કુલના કોચીંગને નફો કરવાનું સાધન બનાવતા – ખેરાલુ નગર શિક્ષણ વિકાસ સમિતિ સક્રીય થશે ખરી?

Prachar News No Comments on શિક્ષકો દ્વારા હાઈસ્કુલના કોચીંગને નફો કરવાનું સાધન બનાવતા – ખેરાલુ નગર શિક્ષણ વિકાસ સમિતિ સક્રીય થશે ખરી?

શિક્ષકો દ્વારા હાઈસ્કુલના કોચીંગને નફો કરવાનું સાધન બનાવતા
ખેરાલુ નગર શિક્ષણ વિકાસ સમિતિ સક્રીય થશે ખરી?

(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
ખેરાલુ શહેરની મ્યુનિસિપલ હાઈસ્કુલ અને ગર્લ્સ હાઈસ્કુલના મકાનો જર્જરીત થતા નગરના શ્રેષ્ઠીઓ ચિંતીત હતા ત્યારે ખેરાલુના ૫૦ ઉપરાંત આગેવાનોએ ભેગા મળીને ખેરાલુ નગરપાલિકા અને ખેરાલુ તાલુકા ઉત્તર વિભાગ કેળવણી મંડળ સાથે મીટીંગ કરી નિવૃત્ત પ્રિન્સીપાલ પોપટભાઈ બ્રહ્મભટ્ટના અધ્યક્ષ સાથે ખેરાલુ નગર શિક્ષણ વિકાસ સમિતિની રચના કરી હાલ ૧ કરોડ ઉપરાંતનુ દાન આવી ગયુ છે અને દાનની સરવણી ચાલુ છે. ત્યારે ખેરાલુ મ્યુનિસિપલ હાઈસ્કુલમાં ધોરણ-૧૧-૧૨ વિજ્ઞાન પ્રવાહના કોચીંગની ફી માતબર રકમમાં વસુલવા માટે વિવાદ શરુ થતા ખેરાલુ નગર શિક્ષણ વિકાસ સમિતિ સક્રિય થાય તેવુ નગરજનો ઈચ્છી રહ્યા છે.
આ બાબતે તપાસ કરતા જાણવા મળ્યુ કે, ધોરણ-૧૧ અને ૧૨ ના કુલ ચાર ક્લાસ છે. દરેક ક્લાસમાં ૬૫ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેથી કુલ ૨૬૦ વિદ્યાર્થીઓને હાઈસ્કુલ દ્વારા કોચીંગ આપવામાં આવે છે. દરેક વિદ્યાર્થી દીઠ એક વર્ષની ૨૦ હજાર ફી ઉઘરાવવામાં આવે છે જેથી ૨૬૦ ટ ૨૦,૦૦૦ = ૫૨,૦૦,૦૦૦/-(બાવન લાખ) કોચીંગની ફી વસુલવામાં આવે છે. ખેરાલુ નગર શિક્ષણ વિકાસ સમિતિ દ્વારા કોચીંગનો વહીવટ લઈ લેવો જોઈએ તેવુ નગરજનો ઈચ્છી રહ્યા છે. છેલ્લા ચાર વર્ષથી સતત કોચીંગ આપવામાં આવે છે. એક શિક્ષકને પુછતા તેમણે જણાવ્યુ કે દરેક બાળકો કોચીંગમાં આવતા નથી જેથી આશરે અડધા વિદ્યાર્થીઓ ગણીએ તો પણ ૨૬ લાખની કોચીંગની આવક ગણાય. આ બાબતે જાણવા મળ્યુ કે માત્ર ચાર શિક્ષકો કોચીંગની તમામ ફી લઈ જાય છે. પ્રિન્સીપાલ અસ્મીતાબેન ઈન્ચાર્જ હોવાથી તેઓને કંઈક તો લાભ હશે જ જેના કારણે તેઓ પણ કોઈ વિરોધ કરતા નથી તેવુ બજારમાં ચર્ચાય છે.
ઉપરોક્ત હકીકત સાચી છેકે ખોટી તેની તપાસ કરતા કોચીંગ આપતા શિક્ષકોએ એવી વાત કહી કે અમે સ્કુલમાં વિદ્યાર્થીઓ માટે નવી બેન્ચીસ લાવ્યા છીએ. હાઈસ્કુલમાં અમે ખર્ચા કરીએ છીએ ત્યારે પ્રશ્ન ઉપસ્થિત થાય છેકે ખેરાલુ નગર શિક્ષણ વિકાસ સમિતિ બનાવવાનીજ ક્યાં જરૂર હતી. ચાર શિક્ષકો અને પ્રિન્સીપાલ ભેગા મળીને તમામ સ્કુલો વાર્ષિક ૨૬ લાખથી ૫૨(બાવન) લાખની કોચીંગની આવકમાંથી સ્કુલો રીપેરીંગ કરાવી શક્યા હોય પરંતુ તેવુ થયુ નથી. ખેરાલુ નગર શિક્ષણ વિકાસ સમિતિની પ્રાથમિક ફરજ છેકે ગરીબ વિદ્યાર્થીઓને ઓછામાં ઓછા ખર્ચે કોચીંગ આપી શ્રેષ્ઠ શિક્ષણ આપવુ પરંતુ હાલ શિક્ષકો સરકારી તગડો પગાર મેળવી કોચીંગની વધારાની આવક મફતમાં મેળવી રહ્યા છે.
ગુજરાત સરકારે ગ્રાન્ટેડ સ્કુલોના શિક્ષકોને કોચીંગ કે ટ્યુશન ન કરવા તેવી સ્પષ્ટતા સાથે પરિપત્ર જાહેર કર્યો છે ત્યારે ખેરાલુ પાલિકાએ ઠરાવ કરી ગરીબ વિદ્યાર્થીઓને સસ્તુ કોચીંગ મળે તે માટે યોગ્ય કાર્યવાહી કરી છે જ્યારે કોચીંગ ક્લાસ મ્યુનિસિપલ હાઈસ્કુલમાં શરુ થયા ત્યારે દર વર્ષે માત્ર ૭૫૦૦/- રૂા. ફી હતી જે અત્યારે માત્ર ચાર વર્ષમાં વધારીને ૨૦ હજાર વાર્ષિક કરી દેતા હોબાળો શરુ થયો છે. જોઈએ હવે નગર શિક્ષણ વિકાસ સમિતિ શું કરે છે?

Leave a comment

Back to Top