શિક્ષણમંત્રીના હસ્તે વિસનગરની નૂતન ગ્લોબલ સ્કુલનુ લોકાર્પણ કરાયુ  –  દેશ સેવા માટે પ્રમાણિકતાથી કામ કરવાની જરૂર-ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

શિક્ષણમંત્રીના હસ્તે વિસનગરની નૂતન ગ્લોબલ સ્કુલનુ લોકાર્પણ કરાયુ – દેશ સેવા માટે પ્રમાણિકતાથી કામ કરવાની જરૂર-ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

Prachar News No Comments on શિક્ષણમંત્રીના હસ્તે વિસનગરની નૂતન ગ્લોબલ સ્કુલનુ લોકાર્પણ કરાયુ – દેશ સેવા માટે પ્રમાણિકતાથી કામ કરવાની જરૂર-ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

શિક્ષણમંત્રીના હસ્તે વિસનગરની નૂતન ગ્લોબલ સ્કુલનુ લોકાર્પણ કરાયુ
દેશ સેવા માટે પ્રમાણિકતાથી કામ કરવાની જરૂર-ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
ઉત્તર ગુજરાતમાં શિક્ષણક્ષેત્રે ખ્યાતી પામેલી વિસનગર નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત સંસ્થા દ્વારા મહેસાણા જીલ્લાના વિદ્યાર્થીઓની જરૂરીયાતને ધ્યાને લઈને વર્લ્ડક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને હાઈલી ક્વૉલીફાઈડ સ્ટાફ સાથે વિસનગરમાં સાંકળચંદ પટેલ વિદ્યાધામ ખાતે નૂતન ગ્લોબલ ઈંગ્લીશ મીડીયમ સ્કુલના ભવનનુ નિર્માણ કરવામાં આવ્યુ છે. જેનુ ગુજરાતના શિક્ષણ અને મહેસુલમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના વરદ્‌ હસ્તે ગત ગુરૂવારે લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલ, સંસ્થાના ચેરમેન પ્રકાશભાઈ પટેલ, સંસ્થાના મુખ્ય દાતાશ્રી મનોરભાઈ તથા તેમના ધર્મપત્નિ રેવાબેન પટેલ, માજી. મંત્રી અને ટ્રસ્ટીશ્રી અરવિંદભાઈ પટેલ, જીલ્લા કલેક્ટર આલોકકુમાર પાન્ડે, યુનિવર્સિટીના પ્રો.ર્ડા.જે.આર.પટેલ, પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ જશુભાઈ પટેલ, નૂતન ગ્લોબલ સ્કુલના એકેડેમિક ડાયરેક્ટર વિરેન્દ્રભાઈ રાવત, ટ્રસ્ટના ઉપપ્રમુખ ચંદ્રકાન્તભાઈ પટેલ, ર્ડા.એલ.કે.પટેલ સહિતના હોદ્દેદારો, સભ્યશ્રીઓ, શહેર-તાલુકાના આગેવાનો, સ્ટાફમિત્રો, વાલીઓ તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ ચુડાસમાએ જણાવ્યુ હતુ કે, આજની મોંઘવારીના સમયમાં વ્યાજબી ફીમાં મધ્યમવર્ગને પોસાય તેવુ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવાની જવાબદારી સરકારની છે. જેથી સરકારે ફી રેગ્યુલર બીલ દ્વારા રાજ્યના વાલીઓને પડતી મુશ્કેલીઓમાં રાહત આપવાનો ઐતિહાસિક નિર્ણય કરી વિદ્યાર્થીઓને સારૂ અને સસ્તુ શિક્ષણ આપવા માટે પ્રયત્ન કર્યો છે. આજે આપણે દેશને આગળ લાવવા માટે મરવાની નહી પરંતુ પ્રમાણિક અને નિષ્ઠાથી કામ કરવાની જરૂર છે. પ્રમાણિકતાથી કામ કરવુ એજ દેશની મોટી સેવા છે. આજે આપણે ભારત દેશને ભલે કૃષિ પ્રધાન દેશ કહીએ છીએ. પણ હકીકતમાં આખા વિશ્વમાં ઈઝરાઈલ કૃષિપ્રધાન દેશ છે. વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં ભારત સ્ટાર્ટઅપ, સ્ટેન્ડઅપ, ડીઝીટલ ઈન્ડિયા, મેક ઈન ઈન્ડિયા જેવી વિવિધ યોજનાઓથી આજની પેઢીને ઉચ્ચ શિક્ષણ આપી નવા ઉદ્યોગો તથા સંશોધનોથી રોજગારી પુરી પાડી છે. સરકાર દ્વારા એફોર્ડેબલ હાઉસીંગ તથા એફોર્ડેબલ એજ્યુકેશન મળી રહે તે માટે પગલા લીધા છે. જેમાં નૂતન ગ્લોબલ ઈંગ્લીશ મિડીયમ સ્કુલમાં વર્લ્ડક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને હાઈલી ક્વૉલીફાઈડ સ્ટાફ દ્વારા વ્યાજબી ફીમાં બાળકોને શિક્ષણ આપવાનો નિર્ધાર કર્યો છે તે પ્રસંશનીય છે. અને આ સ્કુલની જેમ ગુજરાતની અન્ય સ્કુલોના સંચાલકો વ્યાજબી ફીમાં ઉચ્ચ શિક્ષણ આપે તેવી આશા વ્યક્ત કરી હતી. વધુમાં મંત્રીશ્રીએ રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં ૧૨૦૦ શાળાના ૨૪૦૦ વર્ગખંડોને ડીઝીટલ બનાવવાની જાહેરાત કરી હતી. જ્યારે ધારાસભ્ય ઋષિભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, આજે દરેક બાળકને ર્ડાક્ટર અને એન્જીનીયર બનવાની ઈચ્છા હોય છે. પરંતુ આપણા બાળકોમાં ગુજરાતી જેટલુ અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ ન હોવાથી તેઓ વિદેશમાં જઈને સારૂ પ્રેઝન્ટેશન કરી શકતા નથી. આ ઉપરાંત ધારાસભ્યએ જણાવ્યુ હતુ કે, સંસ્થાના ચેરમેન પ્રકાશભાઈ પટેલે આગામી સમયમાં બાળકોને નર્સરીથી લઈને મેડીકલ સુધીનુ શિક્ષણ આપવા માટે પ્રયત્નો કર્યા છે. જેમાં વિસનગરમાં મેડીકલ કોલેજની સ્થાપના થશે તો સૌથી વધુ ફાયદો વિસનગર તાલુકાની પ્રજાને થવાનો છે. વધુમાં ધારાસભ્યશ્રીએ સંસ્થાના પાયામાં દાન આપનાર સ્વ.સાંકળચંદભાઈ પટેલ(કાકા), સ્વ.ભોળાભાઈ પટેલ સહિતના દાતાઓને યાદ કર્યા હતા. જ્યારે સંસ્થાના ચેરમેન પ્રકાશભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, આ સંસ્થાના વિકાસ માટે ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલનો અમૂલ્ય ફાળો છે. ધારાસભ્યના સહયોગથી એસ.કે.પટેલ યુનિવર્સિટીની માન્યતા પ્રાપ્ત થઈ છે. જેમાં નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સંસ્થાનો વિકાસ કરવા પોતાનો સહયોગ આપ્યો છે. પ્રકાશભાઈ પટેલે આગામી સમયમાં (CBSE) આ સ્કુલની જેમ મેડીકલ કોલેજની પણ મંજુરી મળવાની આશા વ્યક્ત કરી છે. આ પ્રસંગે વિસનગર તાલુકાના ખદલપુરના વતની મનોરભાઈ અને તેમના ધર્મપત્નિ રેવાબેન પટેલ દ્વારા નૂતન ગ્લોબલ (CBSE) સ્કુલ માટે રૂા.૧,૧૧,૧૧,૧૧૧ નુ દાન તથા આઈ.સી.સી.યુ.ના નિર્માણ માટે રૂા.૫૧,૦૦,૦૦૦ ના માતબર દાનનો ચેક અર્પણ કરાયો હતો. જે બદલ નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળના ચેરમેન તથા સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસીડેન્ટ પ્રકાશભાઈ પટેલે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

Leave a comment

Back to Top