Select Page

રોટરી ક્લબ ઓફ વિસનગર રાઉન્ડટાઉનનુ પશુપાલકોના ઘર આંગણે પશુ ગાભણ કરવા માટે અભિયાન

રોટરી ક્લબ ઓફ વિસનગર રાઉન્ડટાઉનનુ પશુપાલકોના ઘર આંગણે પશુ ગાભણ કરવા માટે અભિયાન

રોટરી ક્લબ ઓફ વિસનગર રાઉન્ડ ટાઉન દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ અંતર્ગત ગ્રામ્ય અર્થતંત્રને સહાયરૂપ સઘન વંધ્ય પશુ ઉપચાર યોજના – ડ્ઢઝ્રર્ઇંઁ – ડેરી કેટલ રીસોર્સિઝ ઓપ્ટિમાઇઝેશન પ્રોજેક્ટ હાથ ધરવામાં આવેલ છે. જે અંતર્ગત વિસનગર, વડનગર અને વિજાપુર તાલુકાના કુલ ૨૫ ગામોમાં પશુપાલકોના બીનઉપજાઉ ૧૯૫ ગાય-ભેંસની નિષ્ણાત પશુચિકીત્સકો રોટેરીયન ડૉ. રમેશભાઈ કે. પટેલ અને રોટેરીયન ડૉ. રક્ષિત પટેલ દ્વારા જાત તપાસ કરી, બીમારીનું નિદાન કરીને વિનામૂલ્યે દવાઓ કરવામાં આવે છે. જે તે પશુ માલિકને તેમની પશુપાલન વ્યવસાયની પદ્ધતિઓમાં જરૂરી ફેરફાર કરવા કે નવી પદ્ધતિઓ અપનાવવા તેમજ પશુના રાખ-રખાવ, ખોરાક અને સંભાળ બાબતે રોટેરીયન ડૉ. રમેશભાઈ કે. પટેલ અને રોટેરીયન ડૉ. રક્ષિત પટેલ દ્વારા પરામર્શ કરવામાં આવે છે.
ચાલુ વર્ષે વિસનગર, વડનગર અને વિજાપુર તાલુકાઓના ૨૫ ગામોમાં ૧૪૬ જેટલા પશુપાલકોના કુલ ૧૯૫ ગાય-ભેંસને વિનામૂલ્યે સારવાર આપવામાં આવી છે. જે પશુ એક વર્ષ કરતા વધારે સમયથી બીનઉપજાઉ હોય અને ગાભણ (પ્રેગ્નેટ) ન થતું હોય તેવા પશુઓનેજ આ પ્રોજેક્ટ હેઠળ રોટરી ક્લબ ઓફ વિસનગર રાઉન્ડ ટાઉનના નિષ્ણાત પશુચિકિત્સકો દ્વારા સારવાર તેમજ પશુ માલિકને કાઉન્સેલિંગ અપાય છે. આ સારવાર દરમિયાન પશુ માલિકના ઘર આંગણે ઓછામાં ઓછું ત્રણ વખત રૂબરૂ જઈને સારવાર અને કાઉન્સેલિંગ કરાય છે.

સારવારથી તૈયાર થયેલ પશુ દ્વારાપશુ માલિકને ઘણા ફાયદાઓ થાય છે
• બીનઉપજાઉ પશુ પશુપાલકની જાણ બહાર કતલખાને જાય છે, જે આ સારવારથી ઉપજાઉ બનતા બચી જાય છે. • સારવાર પહેલા બીનઉપજાઉ પશુની કિંમત રૂ.૧૦,૦૦૦/- થી ૨૫,૦૦૦/- જેટલી હોય છે, જે સારવાર બાદ ગાભણ થયેલ પશુની કિંમત રૂ.૬૦,૦૦૦/- થી ૧,૦૦,૦૦૦/- જેટલી થાય છે. આમ પશુપાલકને પશુ ઉપજાઉ બનતા તેની કિંમતમાં જ રૂ.૫૦,૦૦૦/- થી ૭૫,૦૦૦/- નો ફાયદો થાય છે. • જાનવરના વિયાણ બાદ વેતરનું રૂ.૬૦,૦૦૦/- થી ૧,૦૦,૦૦૦/- ની કિંમતનું દૂધ પશુપાલકને મળે છે. • આમ આ સારવારથી પશુપાલકને આશરે રૂ.૧,૦૦,૦૦૦/- થી ૧,૭૫,૦૦૦/- નો ફાયદો આવનાર વર્ષ દરમિયાન થાય છે. • જો આ પ્રોજેક્ટમાં આશરે ૧૬૦ જેટલા પશુઓ ઉત્પાદક બને તો પશુપાલકોને આશરે રૂ.૧,૬૦,૦૦,૦૦૦/- થી રૂ.૨,૬૦,૦૦,૦૦૦/- નો ફાયદો થશે. • જેની સામે રોટરી ક્લબ ઓફ વિસનગર રાઉન્ડ દ્વારા પશુ દીઠ સરેરાશ રૂ.૧,૦૦૦/- થી ૩,૫૦૦/- જેટલો ખર્ચ કરવામાં આવે છે.
અત્યાર સુધીમાં રોટરી ક્લબ ઓફ વિસનગર રાઉન્ડ ટાઉન દ્વારા આ પ્રોજેક્ટમાં રૂ.૨,૫૦,૦૦૦/- જેટલો ખર્ચ કરી ૧૬૦ જેટલા પશુઓ ગાભણ(પ્રેગ્નેટ) થયેલ છે. આ પ્રોજેક્ટમાં રોટે. મનીષભાઈ, રોટે. ગોવિંદભાઈ, રોટે. ડૉ. રમેશભાઈ, રામભાઈ એસ. પટેલ, રોટે. મુકેશભાઈ, રોટે. જે. એલ. પટેલ, રોટે. અલકેશભાઈ મોદી, રોટે. બીપીનભાઈ, વિસનગર રનર ગ્રુપ (M.N.COLLEGE),રોટે. ભરતભાઈ એલ. પટેલ, રોટે. પ્રકાશભાઈ મોદી, રોટે.દર્શનભાઈ વ્યાસ, રોટે. હિમાંશુભાઈ શાહ દ્વારા ઉદાર હાથે દાન અપાયેલ છે. રોટરી ક્લબ ઓફ વિસનગર રાઉન્ડ ટાઉન આ અનોખા પ્રોજેક્ટ માટેનું ફંડ ક્લબ તરફથી તથા ક્લબના સભ્યોના ઉદારદાનથી મળેલ છે જે માટે રોટરી ક્લબ ઓફ વિસનગર રાઉન્ડ ટાઉન માટે ગૌરવ અનુભવે છે. આ પ્રોજેક્ટ હેઠળ ઉદાર હાથે દાન આપવા માટે રોટરી ક્લબ ઓફ વિસનગર રાઉન્ડ ટાઉન વિસનગર તથા વિસનગર તાલુકાની અહિંસા પ્રેમી જનતાને અપીલ કરે છે. દાન આપવા તેમજ ગાય-ભેંસની સારવાર માટે રોટે.ભરતભાઈ પટેલનો, મો.નં.૯૯૨૫૦ ૨૦૧૯૪ ઉપર સંપર્ક કરી શકાશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us