You are here
Home > News > આંજણા ચૌધરી સમાજની વિવિધ સ્પર્ધાઓમાં દઢિયાળ ગામની બહેનોએ ગામનુ ગૌરવ વધાર્યુ

આંજણા ચૌધરી સમાજની વિવિધ સ્પર્ધાઓમાં દઢિયાળ ગામની બહેનોએ ગામનુ ગૌરવ વધાર્યુ

આંજણા ચૌધરી સમાજની વિવિધ સ્પર્ધાઓમાં
દઢિયાળ ગામની બહેનોએ ગામનુ ગૌરવ વધાર્યુ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર, રવિવાર
આંજણા, ચૌધરી સમાજની વિસરાતી સંસ્કૃતિ નવી પેઢીને યાદ કરાવવા અને સંસ્કૃતિનુ રખોપુ કરવા એમ.પી.ચૌધરી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આદર્શ વિદ્યાલયમાં સમાજની બહેનો અને યુવતીઓની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં વિસનગર ઝોનમાં દઢિયાળ ગામની બોરેશ્વર ગૃપની બહેનોએ રાસ ગરબા હરિફાઈમાં પ્રથમ નંબર મેળવ્યો હતો. જેમાં ૧૨ ટીમોએ ભાગ લીધો હતો. ગામના ચૌધરી સુધાબેન વિરસંગભાઈ, ચૌધરી કાન્તાબેન હસમુખભાઈ, ચૌધરી સમુબેન ભેમજીભાઈ, ચૌધરી નિમલબેન કાન્તીભાઈ, ચૌધરી અંબાબેન જયંતિભાઈ, ચૌધરી વાલીબેન રામજીભાઈ, ચૌધરી હેતલબેન પથુભાઈ, ચૌધરી પન્નાબેન ભગવાનભાઈ, ચૌધરી રમીલાબેન ગોવિંદભાઈ, ચૌધરી સુરેખાબેન દિલીપભાઈ, ચૌધરી ભગવતીબેન હસમુખભાઈ, ચૌધરી હર્ષિદાબેન વિરસંગભાઈ, ચૌધરી અમિષાબેન કાન્તીભાઈ, ચૌધરી ગીતાબેન જીતેન્દ્રભાઈ, ચૌધરી આરતીબેન પથુભાઈ, ચૌધરી આશાબેન શંકરભાઈ તથા ચૌધરી શીવાનીબેન કાનજીભાઈએ રાસગરબાની ટીમમાં ભાગ લીધો હતો. ૨૫ વર્ષની નીચે બાળાઓની રાસ ગરબા સ્પર્ધામાં દઢિયાળ ગામની ચૌધરી ધારવીબેન પ્રતાપભાઈ, ચૌધરી સુહાનીબેન ગોવિંદભાઈ, ચૌધરી ધારવીબેન જયંતીભાઈ, ચૌધરી રીયાબેન હસમુખભાઈ તથા ચૌધરી કૃપાબેન જેસંગભાઈની ટીમ પ્રથમ નંબરે રહી હતી. વરસાદના વધામણા ગીત સ્પર્ધામાં દઢિયાળ ગામના ચૌધરી સવિતાબેન નારાયણભાઈ, ચૌધરી આશાબેન ભગવાનભાઈ, ચૌધરી આશાબેન શંકરભાઈ, ચૌધરી મેનાબેન વિરસંગભાઈ, ચૌધરી ફુલીબેન માનસંગભાઈ તથા ચૌધરી બબીબેન કેશુભાઈની ટીમે ત્રીજો નંબર મેળવી ગામનુ ગૌરવ વધાર્યુ હતુ.

Leave a Reply

Top