You are here
Home > News > કેનાલ સફાઈની માટી નહી ઉઠાવતા વિસનગર પાલિકાનો પ્રીમોન્સુન પ્લાન નિષ્ફળ જશે

કેનાલ સફાઈની માટી નહી ઉઠાવતા વિસનગર પાલિકાનો પ્રીમોન્સુન પ્લાન નિષ્ફળ જશે

કેનાલ સફાઈની માટી નહી ઉઠાવતા
વિસનગર પાલિકાનો પ્રીમોન્સુન પ્લાન નિષ્ફળ જશે
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
પ્રીમોન્સુન પ્લાનની કામગીરીમાં વિસનગર પાલિકા દ્વારા કેનાલોની સફાઈ તો કરવામાં આવી છે પરંતુ કેનાલમાંથી નીકળેલ માટી કેનાલ પાસેથી નહી ઉઠાવવામાં આવતા પ્રીમોન્સુન પ્લાન નિષ્ફળ જવાની પુરેપુરી શક્યતા છે. પાલિકાએ કેનાલ પાસેથી માટી અને કચરો ઉઠાવી તેનો અન્ય સ્થળે નિકાલ કરવો જોઈએ.
વિસનગર પાલિકા દ્વારા ચોમાસુ ઋતુના અગોતરા આયોજનરૂપે શહેરની મોટાભાગની વરસાદી પાણીના નીકાલની કેનાલો સાફ કરવામાં આવી હતી. કેનાલોમાં વર્ષ દરમ્યાન જમા થયેલો કચરો અને માટી કાઢી તેને ટ્રેક્ટરમાં ભરી અન્ય સ્થળે નીકાલ કરવાની જગ્યાએ પાલિકાના સફાઈ કામદારોએ કેનાલની બાજુમાંજ ઢગલો કર્યા છે. પટણી દરવાજા મારવાડી વાસ પાસેની કેનાલ સાફ કરી કેનાલમાંથી નીકળેલ માટી કેનાલની બાજુમાંજ ઠલવવામાં આવી છે. ચોમાસાના પ્રથમ વરસાદમાંજ કેનાલ પાસે ઢગલો કરાયેલ માટી તણાઈને ફરીથી કેનાલમાં જમા થશે અને પાણી ભરાવવાના કારણે કેનાલો ઓવરફ્લો થશે. પાલિકાના અણઘડ વહીવટનો આ બોલતો પુરાવો છે.

Leave a Reply

Top