ચોમાસામાં નાળાના પુલ ઉપરના ગાબડા કોઈનો ભોગ લેશે ઉમતામાં જર્જરીત નાળાનુ કામ રાજકીય આંટીઘુટીમાં

ચોમાસામાં નાળાના પુલ ઉપરના ગાબડા કોઈનો ભોગ લેશે ઉમતામાં જર્જરીત નાળાનુ કામ રાજકીય આંટીઘુટીમાં

News, Prachar News No Comments on ચોમાસામાં નાળાના પુલ ઉપરના ગાબડા કોઈનો ભોગ લેશે ઉમતામાં જર્જરીત નાળાનુ કામ રાજકીય આંટીઘુટીમાં

ચોમાસામાં નાળાના પુલ ઉપરના ગાબડા કોઈનો ભોગ લેશે
ઉમતામાં જર્જરીત નાળાનુ કામ રાજકીય આંટીઘુટીમાં
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર તાલુકાના ઉમતા ગામમાં પ્રાથમિક શાળાથી ૧૦૦ મીટર દુર આવેલ વહેળા ઉપરના નાળામાં એક મોટુ ગાબડુ પડ્યુ છે. વરસાદમાં વહેળામાં પાણી આવે છે ત્યારે મોટા ગાબડામાંથી કોઈ વ્યક્તિ અંદર પડે તેવો ભય સતાવી રહ્યો છે. ગ્રામજનોની ચર્ચા મુજબ રાજકીય આંટીઘુટીના કારણે વેળા ઉપર નવુ નાળુ બનતુ નથી. કોઈનો ભોગ લેવાશે પછી તંત્રની આંખો ઉઘડશે?
ઉમતા ગામમાં ખેરાલુ રોડ ઉપર આવેલ પ્રાથમિક શાળાથી આશરે ૧૦૦ મીટરના અંતરે ગામ તરફ વહેળા ઉપર એક આર.સી.સી.નાળુ(નાનો પુલ) બનાવવામાં આવ્યો છે. આ નાળા ઉપરથી ગામની ઉત્તર તરફ વસવાટ કરતા ગ્રામજનો, ખેડૂતો અને પ્રાથમિક કુમાર શાળાના બાળકો અવરજવર કરે છે. વહેળા ઉપર બનાવેલ આ નાળુ જૂનુ થઈ ગયુ હોવાથી, નાળાની ખીલાસરી ખવાતા મોટા ગાબડા પડી ગયા છે. નાળાના આ સ્લેબથી વહેળાનુ તળીયુ પાંચ છ ફૂટ ઉંડુ છે. ચોમાસામાં વરસાદમાં નાળામાં પુષ્કળ પ્રમાણમાં વરસાદી પાણી વહન થાય છે. આ પાણીનો પ્રવાહ એકલ દોકલને ખેચી થાય તેટલો હોય છે. જર્જરીત નાળુ પાણીના પ્રવાહના કારણે તુટી જવાની પણ શક્યતા છે. ચોમાસામાં પાણીના પ્રવાહના સમયે નાળા ઉપરથી પસાર થતો કોઈ વ્યક્તિ કે વિદ્યાર્થી નાળા ઉપરના મોટા ગાબડાના કારણે અંદર પડે અને જીવ જોખમાય તો જવાબદારી કોની? તંત્ર દ્વારા રીપેરીંગ કરવામાં કે નાળુ નવુ બનાવવામાં નહી આવતા હાલ પૂરતુ ગ્રામ પંચાયત દ્વારા વહેળા ઉપરના નાળાના ગાબડાને અડે ત્યાં સુધી સાતથી આઠ ટ્રેક્ટર માટી નાખવામાં આવી છે. નાળાનુ ગાબડુ પૂરવા માટી નાખવામાં આવતા વહેળામાં વરસાદમાં પાણીનો પ્રવાહ રોકાય તેમ છે. જે પાણી બાજુના વિસ્તારમાં ફરી વળે તેવો પણ ભય સતાવી રહ્યો છે. માટી નાખવાના કારણે નાળા પાસેના વિસ્તારમાં વરસાદી પાણી ફરીવળે તો મોટી તારાજી સર્જાય તેમ છે. છેલ્લા એક વર્ષથી આવી પરિસ્થિતિ છે પરંતુ નવાઈની બાબત છેકે તંત્રની આંખો ઉઘડતી નથી.
આર.સી.સી. નાળાનુ રીપેરીંગ કરવા અથવા નવુ બનાવવા માટે ઉમતા ગ્રામ પંચાયત દ્વારા તાલુકા વિકાસ અધિકારી, ધરોઈ સીંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેરને વારંવાર લેખીત તેમજ રૂબરૂ મૌખીક રજુઆત કરવામાં આવી છે. પરંતુ આ બન્ને વિભાગો આ કામ અમારામાં આવતુ નથી તેમ કહી એકબીજા ઉપર ઢોળે છે. જાણવા મળ્યા પ્રમાણે નવુ નાળુ બનાવવા ધરોઈ સીંચાઈ વિભાગમાં રૂા.૨૬ લાખની ગ્રાન્ટ મંજુર થઈ ગઈ છે. સીંચાઈ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી કે જવાબ આપવામાં આવતો નથી. ગ્રામજનોમાં ચર્ચા છેકે ઉમતા ગ્રામ પંચાયત અત્યારે ધારાસભ્યના ટેકામાં નથી. ગ્રામ પંચાયતના સભ્યો ધારાસભ્યને મળવા જતા નથી. જેના કારણે રાજકીય આંટીઘુટીમાં નવુ નાળુ બનાવવાનુ ગોંચમાં પડ્યુ છે.

Leave a comment

Back to Top