પાલિકા દ્વારા કચરો સળગાવવામાં આવતા પટણી દરવાજા સંપ વિસ્તારમાં ધુમાડાનુ પ્રદુષણ

પાલિકા દ્વારા કચરો સળગાવવામાં આવતા પટણી દરવાજા સંપ વિસ્તારમાં ધુમાડાનુ પ્રદુષણ

News, Prachar News No Comments on પાલિકા દ્વારા કચરો સળગાવવામાં આવતા પટણી દરવાજા સંપ વિસ્તારમાં ધુમાડાનુ પ્રદુષણ

પાલિકા દ્વારા કચરો સળગાવવામાં આવતા
પટણી દરવાજા સંપ વિસ્તારમાં ધુમાડાનુ પ્રદુષણ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર પટણી દરવાજા સર્વે નં.૩૦૫ ના સંપમાં એકઠો થયેલો કચરો પાલિકા કર્મચારીઓ દ્વારા સળગાવતા આસપાસના વિસ્તારમાં ધુમાડાનુ ભારે પ્રદુષણ ફેલાયુ હતુ. આ વિસ્તારના રહિસોની ફરિયાદ બાદ ફાયર ફાઈટર દ્વારા સળગતા કચરાની આગ બુજાવવામાં આવી હતી.
વિસનગર પાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ પર્યાવરણની જાળવણી થાય, પ્રદુષણ ન ફેલાય તેવુ કરવામાં આવતુ નથી. પટણી દરવાજા સર્વે નં.૩૦૫ સંપમાં કમ્પાઉન્ડમાં પુષ્કળ પ્રમાણમાં કચરો એકઠો થયો હતો. પાલિકા કર્મચારીઓએ કમ્પાઉન્ડનો કચરો એકઠો કરી તેનો નીકાલ કરવાની જગ્યાએ કચરો સળગાવ્યો હતો. કચરો એટલો પુષ્કળ પ્રમાણમાં હતો કે કચરામાં રીતસર આગ લાગી હોય તેવી જ્વાળાઓ થઈ હતી. જેના કારણે આખા વિસ્તારમાં ધુમાડાનુ પ્રદુષણ થયુ હતુ. સંપની આસપાસના વિસ્તારમાં રહેતા લોકો ધુમાડાના કારણે ગુંગળામણ અનુભવતા હતા. આ વિસ્તારમાં રહેતા એક જાગૃત વ્યક્તિએ આ બાબતે મામલતદારને જાણ કરતા મામલતદારની સુચનાથી પાલિકા ફાયર ફાઈટર દ્વારા કચરા ઉપર પાણીનો છંટકાવ કરી આગ હોલવતા ધુમાડો ફેલાતો અટક્યો હતો. આ વિસ્તારના લોકોની ફરીયાદ છેકે સંપવાળા કમ્પાઉન્ડમાં એકઠો થયેલો કચરો પાલિકા દ્વારા વારંવાર સળગાવવામાં આવે છે. લોકોના સ્વાસ્થ્યનો વિચાર નહી કરતા આવા કર્મચારીઓ સામે શિક્ષાત્મક પગલા ભરવા જોઈએ.

Leave a comment

Back to Top