પાલિકા સભ્ય મગનજીના પ્રયત્નોથી દેપલ તળાવની સફાઈ

પાલિકા સભ્ય મગનજીના પ્રયત્નોથી દેપલ તળાવની સફાઈ

News, Prachar News No Comments on પાલિકા સભ્ય મગનજીના પ્રયત્નોથી દેપલ તળાવની સફાઈ

પાલિકા સભ્ય મગનજીના પ્રયત્નોથી દેપલ તળાવની સફાઈ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર કડા દરવાજા દેપલ તળાવમાં ઝાડી જાખરાના કારણે ભારે ગંદકી ફેલાઈ હતી. ત્યારે આ વિસ્તારના જાગૃત પાલિકા સભ્ય મગનજી ઠાકોરના પ્રયત્નોથી પાલિકા દ્વારા તળાવની સફાઈ હાથ ધરવામાં આવી છે. આ વિસ્તારના લોકો મગનજી ઠાકોરની કામગીરીની સરાહના કરી રહ્યા છે.
વિસનગરમાં કડા દરવાજા જાળેશ્વર રોડ ઉપર આવેલ દેપલ તળાવ અગાઉ પાણીથી ભરાયેલુ રહેતુ હતુ. તળાવની સ્વચ્છતાના કારણે તળાવ કિનારે દશામાની મૂર્તિ પધરાવવા મેળો જામતો હતો. શ્રાવણ માસના સોમવાર અને સાતમ-આઠમનો મેળો હોય ત્યારે લોકો તળાવની પાસે બેસી નાસ્તા કરી મેળાની મજા માણતા હતા. પરંતુ તળાવની દેખરેખના અભાવે તળાવમાં ઝાડી જાખરા ઉગી જતા અત્યારે તળાવમાં ભારે ગંદકી ફેલાયેલી જોવા મળી રહી છે. શહેરના દેળીયા અને પીંડારીયા તળાવના રીનોવેશન માટે સ્વચ્છતા માટે લાખ્ખો રૂપિયા ખર્ચાયા છે ત્યારે નવાઈની બાબત છેકે દેપલ તળાવ રીનોવેશન માટે અત્યાર સુધી એકપણ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી. તળાવ પ્રત્યે ભેદભાવ રાખવામાં આવ્યો છે. આ વિસ્તારના પાલિકા સભ્ય તથા પૂર્વ ઉપપ્રમુખ મગનજી ઠાકોરે દેપલ તળાવની સફાઈ માટે પાલિકામાં અસરકારક રજુઆત કરી હતી. ત્યારે જાગૃત પાલિકા સભ્યની રજુઆત પગલે પાલિકા દ્વારા તળાવની અંદર અને આસપાસ ઉગેલ બાવળોની ઝાડી જાખરાની સફાઈ હાથ ધરવામાં આવી છે. પાલિકા સભ્યની આ કામગીરીથી આ વિસ્તારના રહિસોમાં આનંદની લાગણી ફેલાઈ છે.

Leave a comment

Back to Top