You are here
Home > News > પૂર્વ સભ્ય ર્ડા.કાન્તીભાઈ પટેલ પાલિકામાં રજુઆત કરશે શહેરમાંથી ગામડામાં મૃતદેહ લઈ જવા એમ્બ્યુલન્સની કોઈ સેવા નહી

પૂર્વ સભ્ય ર્ડા.કાન્તીભાઈ પટેલ પાલિકામાં રજુઆત કરશે શહેરમાંથી ગામડામાં મૃતદેહ લઈ જવા એમ્બ્યુલન્સની કોઈ સેવા નહી

પૂર્વ સભ્ય ર્ડા.કાન્તીભાઈ પટેલ પાલિકામાં રજુઆત કરશે
શહેરમાંથી ગામડામાં મૃતદેહ લઈ જવા એમ્બ્યુલન્સની કોઈ સેવા નહી

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં દેણપ ત્રણ રસ્તા પાસે એક અકસ્માતમાં યુવાનનુ મૃત્યુ થયુ હતુ. તેનુ સિવિલમાં પી.એમ.કરાવ્યુ. મૃતક યુવાન ગામડાનો હોવાથી મૃતદેહ લઈ જવા પાલિકાની એમ્બ્યુલન્સ સેવા માગતા ઈન્કાર કરાયો હતો. પૂર્વ સભ્ય ર્ડા.કાન્તીભાઈ પટેલને આ અનુભવ થતા તેમણે દુઃખ વ્યક્ત કર્યુ હતું કે પાલિકાની એમ્બ્યુલન્સ સેવા શુ કામની. આ બાબતે પાલિકામાં રજુઆત કરવા ર્ડા.કાન્તીભાઈ પટેલે જણાવ્યુ હતુ.
રોડ અકસ્માત, મારામારીમાં ઈજાગ્રસ્ત કે ઘરમાં બીમાર પડતી વ્યક્તિને નજીકના હોસ્પિટલમાં લઈ જવા માટે સરકારની ૧૦૮ ની સેવા ખડેપગે હોય છે. આ સીવાય દર્દીઓ માટે શહેરની સિવિલ હોસ્પિટલ, પાલિકાની કે સંસ્થાઓની એમ્બ્યુલન્સ સેવા મળી રહે છે. જ્યારે મૃતદેહને હોસ્પિટલમાંથી શહેરના કોઈ વિસ્તાર કે નજીકના ગામડામાં લઈ જવા માટે વિસનગરમાં કોઈ વ્યવસ્થા નથી. મૃતદેહ લઈ જવા ટોકન ભાડાથી પણ એમ્બ્યુલન્સ મળતી નથી. કુદરતી કે અકસ્માતમાં કોઈ વ્યક્તિનુ મૃત્યુ થયુ હોય ત્યારે મૃતદેહ ગામડામાં લઈ જવા જીપ ડાલુ કે મેટાડોરનો સહારો લેવો પડે છે. જેમાં મોતનો મલાજો જળવાતો નથી.
તાજેતરમાંજ ગુંદીખાડ સલાટવાડામાં ભાડેથી રહેતા સતલાસણા તાલુકાના ઓરડા ગામનો યુવાન અજમલજી ઠાકોરનુ દેણપ ત્રણ રસ્તા પાસે બાઈક અકસ્માતમાં મૃત્યુ થયુ હતુ. જે યુવાનનો મૃતદેહ સિવિલ લાવ્યા બાદ પી.એમ. કરી તેના વતન ઓરડા ગામમાં લઈ જવા પાલિકા સભ્ય રસીલાબેન પટેલના પતિ, પૂર્વ પાલિકા સભ્ય ર્ડા.કાન્તીભાઈ પટેલે પાલિકામાં ફોન કરી એમ્બ્યુલન્સ સેવા માગી હતી. ત્યારે એમ્બ્યુલન્સ સેવા ફક્ત દર્દી માટેજ છે મૃતદેહ માટે નથી તેમ કહી એમ્બ્યુલન્સ આપવા ઈન્કાર કરાયો હતો. ર્ડા.કાન્તીભાઈ પટેલે એસ.કે.યુનિવર્સિટીના પ્રેસીડન્ટ પ્રકાશભાઈ પટેલને ફોન કરતા પ્રકાશભાઈ પટેલની સુચનાથી યુવાનનો મૃતદેહ તેના વતન લઈ જવા માટે વિનામુલ્યે એમ્બ્યુલન્સની સેવા આપી હતી. મૃતદેહ લઈ જવા એમ્બ્યુલન્સ નહી ફાળવતા ર્ડા.કાન્તીભાઈ પટેલે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યુ હતું કે દર્દીઓ માટે ઈમરજન્સી સેવા માટે ૧૦૮ ની વ્યવસ્થા છે. પાલિકાના ફાયર સ્ટેશનમાં એમ્બ્યુલન્સ ધુળ ખાય છે. પાલિકાની એમ્બ્યુલન્સ નહી વપરાવવાના કારણે બેટરી ડાઉન થતા સેલ વાગતો નથી. ઘણી વખત એમ્બ્યુલન્સને ધક્કા મારવા પડે છે. પાલિકાની એમ્બ્યુલન્સ વપરાતી નથી પછી મૃતદેહ ગામડામાં લઈ જવા માટે ટોકનભાડાથી એમ્બ્યુલન્સ ફાળવવામાં આવે તો કોને વાંધો હોય. આ બાબતે ર્ડા.કાન્તીભાઈ પટેલે પાલિકામાં અસરકારક રજુઆત કરવા તેમજ તેમના પત્નિ પાલિકા સભ્ય રસીલાબેન પટેલ દ્વારા જનરલમાં ઠરાવ માટે રજુઆત કરવા જણાવ્યુ હતુ.

Leave a Reply

Top