બારોટ સમાજના વ્યક્તિઓને ૩૦રના ગુનામા ફસાવતા વિજાપુર બારોટ સમાજે મામલતદારને આવેદન આપ્યુ

બારોટ સમાજના વ્યક્તિઓને ૩૦રના ગુનામા ફસાવતા વિજાપુર બારોટ સમાજે મામલતદારને આવેદન આપ્યુ

News, Prachar News No Comments on બારોટ સમાજના વ્યક્તિઓને ૩૦રના ગુનામા ફસાવતા વિજાપુર બારોટ સમાજે મામલતદારને આવેદન આપ્યુ

બારોટ સમાજના વ્યક્તિઓને ૩૦રના ગુનામા ફસાવતા
વિજાપુર બારોટ સમાજે મામલતદારને આવેદન આપ્યુ
(પ્ર.ન્યુ.સ.) વિજાપુર,રવિવાર
મહેસાણા તાલુકાના બલોલ ગામના યુવાન કેતન પટેલના કસ્ટોડીયલ ડેથ મામલે સરકારે ફરીયાદી ભરતભાઈ બારોટ તથા જીગ્નેશ બારોટને ૩૦રના ગુનામા ફસાવી ગણતરીના કલાકોમા જ પોલીસે તેમની ધરપકડ કરતા બારોટ સમાજમા તેના ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. જેમા વિજાપુર બારોટ સમાજના આગેવાન મહેશભાઈ બારોટ, પી.પી.રાવ, ભરતભાઈ બારોટ, યોગેશભાઈ બ્રહ્મભટ્ટ, કૃણાલ બારોટ તથા કપિલ બારોટ સહિતના આગેવાનોએ આરોપી કેતન પટેલના ફરીયાદી ભરતભાઈ બારોટ તથા તેમની સાથેના લોકો સામે ન્યાયિક તપાસ કરી નિર્દોષ લોકોને છોડી મુકવાની માંગણી સાથે મામલતદારને આવેદન પત્ર આપ્યુ હતુ.

Leave a comment

Back to Top