You are here
Home > News > મામલતદાર કચેરીમાં ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

મામલતદાર કચેરીમાં ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

મામલતદાર કચેરીમાં ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર તાલુકા સેવાસદનમાં ગત બુધવારે મામલતદારે આર.એમ.દંતાણીના અધ્યક્ષ સ્થાને ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જેમા તાલુકા પંચાયતના આસી.ટી.ડી.ઓ. ભૌમિકભાઈ ચૌધરી, માર્ગ અને મકાન વિભાગના અધિકારી જગદીશભાઈ મેવાડા, ડેપો મેનેજર પી.આર.પ્રજાપતિ મ.ભો.પો.નાયબ મામલતદાર વી.વી.વ્યાસ, આશાબેન ચૌધરી, પાલિકા કર્મચારી જયંતિભાઈ મકવાણા, સબરજીસ્ટ્રારશ્રી સહિત સંબધકર્તા કચેરીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમા ચાર અરજદારોએ પોતાના પ્રશ્નોની રજુઆત કરી હતી. જેમા મામલતદાર દંતાણીએ ત્રણ અરજદારોને ન્યાય આપવાનો પ્રયત્ન કર્યા હતો. જયારે એક અરજદારને સંતોષકારક ન્યાય આપી શક્યા ન હતા.
આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમા કયા ગામના અરજદાર દ્વારા કયા પ્રશ્નની રજુઆત કરવામા આવી તે જોઈએ તો વિસનગર તાલુકાના વાલમ ગામના પટેલ સુરેશભાઈ બબલદાસે વાડાના કબજા હુકમની રકમ ભરવાનો હુકમ કરવા બાબત, કુવાસણા ગામના ચૌધરી બાબુભાઈ ફુલજીભાઈએ મોજે. ગુંજાલાના સર્વે નં-ર૪/ર૭૧પમા પડેલી એક તરફી નોંધની રજુઆત બાબત, વાલમ ગામના ઠાકોર ભરતસિંહ મગનસિંહએ જમીન માપણી વખતે થયેલી ક્ષતીઓને દુર કરવા બાબત તથા ભાન્ડુના ચમાર પરસોત્તમદાસ શંકરભાઈ પટેલે પ્લોટમા બિન અધિકૃત દબાણ દુર કરવા બાબતે મામલતદારે આર.એમ.દંતાણી સમક્ષ રજુઆત કરી હતી. જેમા મામલતદારે વાલમના અરજદાર સુરેશભાઈ પટેલને સંતોષકારક ન્યાય ન આપતા તેઓ પોતાની લેખિત અરજી આપીને નિકળી ગયા હતા. જોકે સરકારના ફરીયાદ નિવારણ કાર્યક્રમમા વિસનગર તાલુકામા છેલ્લા ઘણા સમયથી અરજદારોને સંતોષકારક ન્યાય ન મળતા અરજદારોની પાંખી હાજરી જોવા મળે છે. ત્યારે સરકારે ફરીયાદ નિવારણ કાર્યક્રમને સફળ બનાવવા માટે નિષ્પક્ષ અધિકારીની નિમણુક કરવી જોઈએ.

Leave a Reply

Top