You are here
Home > News > રેલ્વે પ્રશ્ને વિસનગરને ફરીથી અન્યાય તો નહી થાય ને? વડનગરમાં હેરીટેજ રેલ્વે સ્ટેશન તો વિસનગરને શુ?

રેલ્વે પ્રશ્ને વિસનગરને ફરીથી અન્યાય તો નહી થાય ને? વડનગરમાં હેરીટેજ રેલ્વે સ્ટેશન તો વિસનગરને શુ?

રેલ્વે પ્રશ્ને વિસનગરને ફરીથી અન્યાય તો નહી થાય ને?
વડનગરમાં હેરીટેજ રેલ્વે સ્ટેશન તો વિસનગરને શુ?
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર-તારંગા-અંબાજી બ્રોડગેજ રેલ્વે અભિયાનનુ જન્મદાતા વિસનગર હતુ. બ્રોડગેજ રેલ્વે લડતની શરૂઆત વિસનગરથી થઈ. ત્યારે બ્રોડગેજ મંજુરી બાદ અત્યારે આ રેલ્વે લાઈનમાં ફક્ત વડનગરને મહત્વ આપવામાં આવી રહ્યુ છે. વડનગરમાં હેરીટેજ રેલ્વે સ્ટેશન બની રહ્યુ છે તે બરાબર છે. પરંતુ વિસનગરને કોઈ લાભ થવાનો ખરો? કે પછી ફરીથી રેલ્વે અન્યાય બાબતે લડત કરવી પડશે? તેવો વેધક પ્રશ્ન એક જાગૃતિ મહિલા કાર્યકર દ્વારા કરવામાં આવ્યો છે.
અમદાવાદ – મહેસાણા, દિલ્હી બ્રોડગેજ શરૂ કરાયા બાદ વિસનગરમાં રેલ્વે બંધ કરવામાં આવી હતી. મીટરગેજના પાટા ઉખડી જાય તેવી સ્થિતિ આવીને ઉભી હતી. ત્યારે જેતે વખતના જાગૃત આગેવાનોની સજાગતાના કારણે રેલ્વે ટ્રેક ઉખડ્યા નહી અને ડેમુ ટ્રેન શરૂ થઈ. આ રેલ્વે લાઈન ઉપર બ્રોડગેજ લાઈનનુ નહી વિચારતા વિસનગર, તારંગા, અંબાજી બ્રોડગેજ રેલ્વે લાઈન અભિયાન અસ્તિત્વમાં આવ્યુ. અને રેલ્વે અભિયાન એસો.ની રચના કરી બ્રોડગેજ રેલ્વે લાઈન માટે લડત શરૂ કરાઈ. આ દરમ્યાન દેશના વડાપ્રધાત તરીકે નરેન્દ્રભાઈ મોદી આવતા વડાપ્રધાને મહેસાણા, તારંગા, અંબાજી અને આબુ માટે બ્રોડગેજ લાઈનની જાહેરાત કરી. જેનુ ઝડપથી કામ પણ ચાલુ થઈ ગયુ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, રેલ્વે મંત્રી સુરેશ પ્રભુ અને સાંસદ જયશ્રીબેન પટેલનો લોકોએ આભાર માની બ્રોડગેજ લાઈન માટેની લાંબા સમયથી ચાલતી લડત બંધ કરી. જે માટે સરકાર એક સાથે રૂા.૧૬૯૮ કરોડ ફાળવ્યા તે આ વિસ્તારની પ્રજાના હિતમાં છે. વડાપ્રધાન વડનગરના છે જેથી બ્રોડગેજ લાઈનમાં આવતા વડનગર રેલ્વે સ્ટેશનને હેરીટેજ સ્ટેશનનો દરજ્જો અપાય તે ખૂબજ સારૂ છે. અને હેરીટેજ દરજ્જો આપવોજ જોઈએ. ફક્ત વડનગરના રેલ્વે સ્ટેશન માટેજ રૂા.૭ કરોડનો ખર્ચ કરવાનો છે ત્યારે આ બ્રોડગેજ લાઈનમાં આવતા બાકીના સેન્ટરોને પ્રસાદી એવુ તો નહી બને ને? વિસનગરને આધુનિક સ્ટેશનની સુવિધા મળશે ખરી? અમદાવાદ-દિલ્હી વચ્ચે આવતા નાના ગામડાના સુવિધા વગરના રેલ્વે સ્ટેશન જેવુ વિસનગરમાં રેલ્વે સ્ટેશન તો નહી બને ને? મહેસાણા-તારંગા-અંબાજી આબુ રોડ બ્રોડગેજ લાઈનમાં ફક્ત વડનગર રેલ્વે સ્ટેશન પ્રત્યેજ રેલ્વે અધિકારીઓનુ ધ્યાન કેન્દ્રીત છે. ત્યારે વિસનગર કે ખેરાલુ રેલ્વે સ્ટેશન બનશે કે નહી? વધુમાં એ પણ જાણવા મળ્યુ છેકે વિસનગરને લાંબી ટ્રેનોના સ્ટોપેજનો કોઈ લાભ મળવાનો નથી. જે બાબતે આ વિસ્તારના સાંસદે સ્પષ્ટતા કરવી જોઈએ. વિસનગર ભાજપનો ગઢ મનાય છે ત્યારે ભાજપ શાસીત કેન્દ્ર સરકાર દ્વારા ભાજપના ગઢને અન્યાય તો નહી થાય ને? રેલ્વે શરૂ થયા બાદ જો એવુ લાગશે કે રેલ્વે પ્રશ્ને વિસનગરને અન્યાય થયો છે તો બ્રોડગેજ રેલ્વે લાઈનની લડતના જન્મદાતા વિસનગર રેલ્વેના અન્યાય બાબતે ચુપ રહેશે નહી. વિસનગર રેલ્વે સ્ટેશન પણ સારૂ બનશે અને કોઈ અન્યાય નહી થાય તેવી કેન્દ્ર સરકાર દ્વારા ખાત્રી આપવામાં આવશે ખરી?

Leave a Reply

Top