સતલાસણાના રાજપૂતો દ્વારા અનામત વિરોધમાં આવેદન

સતલાસણાના રાજપૂતો દ્વારા અનામત વિરોધમાં આવેદન

News, Prachar News No Comments on સતલાસણાના રાજપૂતો દ્વારા અનામત વિરોધમાં આવેદન

સતલાસણાના રાજપૂતો દ્વારા અનામત વિરોધમાં આવેદન
(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
સતલાસણા તાલુકાના રાજપુતોએ ગુરુવારે તા.૨૨-૬-૨૦૧૭ ના રોજ મામલતદાર સતલાસણાને આવેદનપત્ર આપ્યુ હતુ અને રાજકારણીઓ અને સત્તાધારી સરકારને ચિમકી આપી હતી કે બિન અનામત વર્ગને થતા અન્યાય માટે વિચારણા નહી કરાય તો રાજપૂતો પક્ષોને સમર્થન નહી આપે.
રાજ્ય સરકારે અનામતમાં આવતી જાતિઓને ફાયદો કરાવવા બિન અનામત રાજપૂત જ્ઞાતિઓને આવેદનપત્ર આપી રણશિંગુ ફૂક્યુ છે. રાજપૂત સમાજના સતલાસણા તાલુકાના પ્રમુખ દશરથસિંહ પરમાર સહિત રાજપૂત આગેવાનોએ અનામત પ્રથા વિરુધ્ધમાં સતલાસણા મામલતદારને આવેદનપત્ર આપ્યુ હતુ. જેમાં જણાવ્યુ હતુ કે, છેલ્લા ૪-૫ વર્ષથી સરકાર દ્વારા ખાનગી રીતે અનામતમાં ફેરફાર કરીને બીન અનામત સમાજોને નુકશાન કરે છે. મહિલાઓની અનામતમાં સરકારી વ્યાખ્યા મુજબ મીનીમમ ગેરન્ટી હોવી જોઈએ. મહિલા અનામતમાં કોઈ ભરતીમાં ૧૦૦ વ્યક્તિની ભરતી કરવાની હોય અને જનરલ મેરીટમાં ૨૦ મહિલાઓ પસંદ થઈ હોય તો મીનીમમ ગેરંટી મુજબ ૩૩%(ટકા)ના હિસાબે બાકીની ૧૩ મહિલાઓનેજ અનામત મુજબ નીચેની મેરીટમાંથી લેવામાં આવે છે. જો ૧૦૦ વ્યક્તિની ભરતીમાં ૩૫ બહેનો હોય તો પછી મહિલા અનામતમાંથી નીચેના મેરીટમાંથી કોઈને લેવાની જરૂર નથી છતા સરકાર મનફાવે તેમ અનામત કેટેગરીની ભરતી કરે છે જેથી બિન અનામત સમાજો સાથે રાજપૂત સમાજને પણ નુકશાન થાય છે. જો આ રીતે બિન અનામત સમાજો સાથે રાજપૂત સમાજને ભરતીમાં થતુ નુકશાન સરકાર નહી અટકાવે તો આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.

Leave a comment

Back to Top