ધારાસભ્ય તેમજ ચેરમેન ઋષિભાઈ પટેલ, સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસીડન્ટ પ્રકાશભાઈ પટેલ, માર્કેટયાર્ડના ડીરેક્ટરો તેમજ ગંજબજારના વેપારીઓની નિઃસહાય બનેલા પૂર પીડીતો માટેની સાચી સંવેદના વ્યક્ત કરતી કામગીરી – વિસનગર માર્કેટયાર્ડ પૂર રાહતમાં જીલ્લા સહકારી ક્ષેત્રે અવ્વલ

ધારાસભ્ય તેમજ ચેરમેન ઋષિભાઈ પટેલ, સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસીડન્ટ પ્રકાશભાઈ પટેલ, માર્કેટયાર્ડના ડીરેક્ટરો તેમજ ગંજબજારના વેપારીઓની નિઃસહાય બનેલા પૂર પીડીતો માટેની સાચી સંવેદના વ્યક્ત કરતી કામગીરી – વિસનગર માર્કેટયાર્ડ પૂર રાહતમાં જીલ્લા સહકારી ક્ષેત્રે અવ્વલ

News, Prachar News No Comments on ધારાસભ્ય તેમજ ચેરમેન ઋષિભાઈ પટેલ, સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસીડન્ટ પ્રકાશભાઈ પટેલ, માર્કેટયાર્ડના ડીરેક્ટરો તેમજ ગંજબજારના વેપારીઓની નિઃસહાય બનેલા પૂર પીડીતો માટેની સાચી સંવેદના વ્યક્ત કરતી કામગીરી – વિસનગર માર્કેટયાર્ડ પૂર રાહતમાં જીલ્લા સહકારી ક્ષેત્રે અવ્વલ

ધારાસભ્ય તેમજ ચેરમેન ઋષિભાઈ પટેલ, સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસીડન્ટ પ્રકાશભાઈ પટેલ, માર્કેટયાર્ડના ડીરેક્ટરો તેમજ ગંજબજારના વેપારીઓની નિઃસહાય બનેલા પૂર પીડીતો માટેની સાચી સંવેદના વ્યક્ત કરતી કામગીરી
વિસનગર માર્કેટયાર્ડ પૂર રાહતમાં જીલ્લા સહકારી ક્ષેત્રે અવ્વલ

(પ્ર.ન્યુ.સ.)        વિસનગર,રવિવાર
બનાસકાંઠા પૂર પીડીતો માટે ફૂડ પેકેટ તૈયાર કરવાની તંત્ર દ્વારા સુચના મળતાજ તાત્કાલીક ધોરણે વિસનગર માર્કેટયાર્ડ, સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, ગંજબજારના વેપારી મિત્રો તથા ભાજપ સંગઠન દ્વારા કુલ ૩૩,૦૦૦ ફૂડ પેકેટ તૈયાર કરી મોકલી આપવામાં આવ્યા હતા. વિસનગર માર્કેટયાર્ડ કરતા પણ જીલ્લામાં મોટા માર્કેટયાર્ડ અને સહકારી સંસ્થાઓ આવેલી છે. ત્યારે ધારાસભ્ય ઋષિભાઈ પટેલના     માર્ગદર્શનમાં જીલ્લાની સહકારી સંસ્થાઓમાં માર્કેટયાર્ડમાંથી સૌથી વધુ ફૂડ પેકેટ મોકલી પૂરગ્રસ્તો માટે સાચી સંવેદના વ્યક્ત કરી બતાવી છે.
ધારાસભ્ય ઋષિભાઈ પટેલ વિસનગર માર્કેટયાર્ડના ચેરમેન બનતાજ તેમના એક વર્ષના ચેરમેનકાળમાં માર્કેટયાર્ડ દ્વારા અનેક સાામજીક સેવાને લગતા કાર્યો કરવામાં આવ્યા છે. વિસનગર માર્કેટયાર્ડના ઈતિહાસમાં આવા સામાજીક સેવાકીય કાર્યો અગાઉ ક્યારેય જોવા મળ્યા નથી. મેઘરાજાએ બનાસકાંઠા અને પાટણ જીલ્લામાં રૌદ્ર રૂપ ધારણ કરતા પૂર હોનારતથી અનેક લોકો અસરગ્રસ્ત બન્યા હતા. જે લોકોને મદદ કરવા સહકારી તંત્ર તથા મહેસાણા જીલ્લા કલેક્ટર આલોકકુમાર પાંડે દ્વારા અપીલ કરવામાં આવતા ધારાસભ્ય ઋષિભાઈ પટેલે વિસનગર માર્કેટયાર્ડમાંથી વધુમાં વધુ મદદ પહોચતી થાય તેવા પ્રયત્નો હાથ ધર્યા હતા. માર્કેટયાર્ડ અને સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના સહયોગથી બિસ્કીટના ૨૦,૦૦૦ ફૂડ પેકેટ પહોચતા કરવાની તૈયારીઓ શરૂ કરી. ધારાસભ્ય ઋષિભાઈ પટેલ, સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસીડન્ટ પ્રકાશભાઈ પટેલ, સેક્રેટરી કમલેશભાઈ પટેલ તથા બોર્ડ ઓફ ડીરેક્ટરોના સહકારથી તા.૨૪-૭-૨૦૧૭ ને સોમવારના દિવસે તાત્કાલીક બીસ્કીટનો સ્ટોક મંગાવી સાંજે ૫-૦૦ વાગ્યાથી પેકીંગ શરૂ કરાયુ હતુ. બે-બે દિવસથી પૂર અસરગ્રસ્તો ભૂખે ટળવળતા હોવાથી તેમને તાત્કાલીક ફૂડ પેકેટ પહોચે તે માટે માર્કેટયાર્ડનો સ્ટાફ યુનિવર્સિટીના એન.એસ.એસ.ના યુવાનો, ભાજપ યુવા મોરચાના યુવાનો વિગેરેએ મોડી રાત્રે ૩-૦૦ કલાક સુધી પેકીંગ કર્યુ હતુ. જે યુવાનો બીજા દિવસે સવારે ૮-૦૦ વાગ્યાથી ફરીથી પેકીંગ કરવા બેસી તા.૨૫-૭ ના રોજ બપોરે ૪-૦૦ કલાકે ૨૦,૦૦૦ બીસ્કીટના ફૂડ પેકેટ પહોચતા કરાયા હતા. વરસાદના કારણે ટ્રક બહાર કાઢવા ટ્રક માલિકો આનાકાની કરતા યુનિવર્સિટીના પ્રેસીડન્ટ પ્રકાશભાઈ પટેલે ફૂડ પેકેટ પહોચતા કરવા યુનિવર્સિટીની બસ બોલાવી હતી.
૨૦,૦૦૦ ફૂડ પેકેટ તૈયાર કરવામાં ગંજબજારના વેપારીઓનો પણ સહયોગ હતો. ત્યારે ગંજબજારના આ સેવાભાવી વેપારીઓએ સુખડી અને ફૂલવડીના ૧૦,૦૦૦ ફૂડ પેકેટ મોકલવા નિર્ણય કર્યો હતો. સુખડી અને ફુલવડી માટે તેલ, ઘી, લોટ, ગોળ તથા અન્ય મસાલા માટે ગંજબજારની અંદર આવેલ કરીયાણાના વેપારીઓને અપીલ કરવામાં આવતા જોત જોતામાં સુખડી અને ફુલવડીનુ કરિયાણુ એકઠુ થઈ ગયુ હતુ. જેમાં વિસનગર તાલુકા મજુર સહકારી મંડળીએ રૂા.૫૧,૦૦૦ નો સહયોગ આપ્યો હતો. તા.૨૫-૭ ના રોજ બપોરથીજ સુખડી, ફુલવડી બનાવવાનુ શરૂ કરાયુ હતુ. ત્યારે રાત્રે ૮-૩૦ કલાકે માર્કેટયાર્ડના હૉલમાં યુવાનો દ્વારા પેકીંગ કરાયુ હતુ. જે ફૂડ પેકેટ બીજા દિવસે પહોચતા કરાયા હતા. જ્યારે ભાજપ સંગઠન દ્વારા સીંગચણાના ૩૦૦૦ ફૂડ પેકેટ તૈયાર કરી વિસનગરમાં પૂર ગ્રસ્તોની મદદ માટે કેમ્પ કરનાર આર.એસ.એસ.ના કાર્યકરોને મોકલી આપ્યા હતા.
નોંધપાત્ર બાબત તો એ છેકે તંત્ર દ્વારા જીલ્લાની સહકારી સંસ્થાઓને ફૂડ પેકેટ તૈયાર કરવા અપીલ કરવામાં આવી હતી. જેમાં સહયોગ સ્વીટ દ્વારા ૨,૫૦૦, કડી માર્કેટયાર્ડ દ્વારા ૫,૦૦૦, મહેસાણા માર્કેટયાર્ડ દ્વારા ૧૫,૦૦૦, ઉંઝા માર્કેટયાર્ડ દ્વારા ૧૦,૦૦૦, વિજાપુર માર્કેટયાર્ડ દ્વારા ૧૦,૦૦૦ ફૂડ પેકેટ તૈયાર કરાયા હતા. જ્યારે વિસનગર માર્કેટયાર્ડ, સાંકળચંદ યુનિવર્સિટી, ગંજબજાર વેપારી મિત્રો અને વિસનગર ભાજપ દ્વારા કુલ ૩૩,૦૦૦ ફૂડ પેકેટ તૈયાર કરી પહોચતા કરાયા હતા. જેમાં કુલ રૂા.૧૨ થી ૧૩ લાખનો ખર્ચ થયો હતો.

Leave a comment

Back to Top