બનાસકાંઠા પુર પીડીતો માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા જાહેર અપીલ

બનાસકાંઠા પુર પીડીતો માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા જાહેર અપીલ

Prachar News No Comments on બનાસકાંઠા પુર પીડીતો માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા જાહેર અપીલ

બનાસકાંઠા પુર પીડીતો માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા જાહેર અપીલ

(પ્ર.ન્યુ.સ.)                   વિસનગર,રવિવાર
સમગ્ર દેશમાં આવેલ કુદરત કે માનવસર્જિત કોઈ પણ પ્રકારની આપદા સમયે મદદ કરવામાં સદાય અગ્રેસર રહેતા આપણા ગુજરાતમાં પ્રકૃત્તિના પ્રકોપને કારણે થયેલા જલપ્રલયથી થયેલ વિનાશલીલા ના કારણે હજારો ગામોમાં ફસાયેલા લાખો સમાજ બાંધવોની થયેલી દુર્દશા આપણે જાઈ જ રહ્યા છીએ.
ઉત્તર ગુજરાતના  બનાસકાંઠા જીલ્લાના ધાનેરા, દાંતીવાડા, અમીરગઢ, પાલનપુર-લાખણી, ડીસા, દિયોદર,  વડગામ કાંકરેજ-વાવ ,દાંતા, ભાભર-થરાદ જ્યારે પાટણ જીલ્લાના પાટણ પંથક અને સિધ્ધપુર, રાધનપુર અને સુઈગામ અને તે ઉપરાંત અન્ય વિસ્તારના આપણા પીડીત બાંધવોની સહાયતા માટે ભારતીય સેના અને સરકાર સહીત દેશભરની સામાજિક સંસ્થાઓ સક્રિય થઈ ચુકી છે. હંમેશની જેમ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સ્વયંસેવકો પણ દેશ બાંધવોના સહકારથી અને સેવા ભારતી-ગુજરાતના માધ્યમથી રાહત, બચાવ, પુનવર્સન સહિત આવશ્યક તમામ સહાયતા પહોચાડવાના કાર્યમા રાત દિવસ લાગી ગયા છે. રાહતકાર્ય માટેની સામગ્રી મુખ્યત્વે નજીકના શહેરો-ગામોમાંથી એકત્ર થઈ રહી છે. રાજ્યના અન્ય જિલ્લાઓ માંથી ધનના સ્વરૂપમા સહાયતા મોકલે તેવી અપેક્ષા છે.  ગુજરાતના દાનવીર અને સમાજપ્રેમી જનતાને તેની હંમેશાની પરંપરા પ્રમાણે આ કાર્યમા ઉદાર હાથે ફાળો આપવા અને અપાવવાની રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને સેવા ભારતી ગુજરાત પ્રાર્થના સહ અમલ કરે છે. સેવાભારતીને આપેલુ દાન કરમુક્ત છે. અને પુરેપુરી રકમ રાહતકાર્યોમા જ વપરાય તે માટે પ્રતિબધ્ધ છીએ. આપ આ મહત્વપુર્ણ કાર્ય માટે ઉદાર હાથે ફાળો આપી/ અપાવી આપની સામાજિક જવાબદારી નિભાવશો જ એવા વિશ્વાસ સાથે. (૧) ચેક/ ડ્રાફ્ટ /- સેવા ભારતી-ગુજરાતના નામથી બનાવશો. (ર) સેવા ભારતી- ગુજરાતના સ્ટેટ બેંક ઓફ ઈંડિયા, કાંકરિયા રેલ્વે યાર્ડ શાખાના ખાતા નંબર-૩૦૦ર૭૦૦ર૪૮ર મા સીધા જમા કરાવી તેની જાણ નીચેના સરનામે આપના PAN નંબર સાથે કરવી. જેથી પાકી પહોચ મોકલી શકાય. (RTGS માટે IFSC Code :SBIN0007471, MICR Code : 380002062) સંપર્ક :- (૧) મગનભાઈ પટેલ ૯૮રપ૩૮૩૭૩૩ (ર)શ્યામભાઈ જાલન ૯૩ર૭પરપ૪૩૧ સંપર્ક ૦૭૯-રપ૩ર૮૪૦૦, રપ૩ર૮પ૦૦, સરનામુું-સેવા ભવન, ૭ જોલી પાર્ક સોસાયટી, શ્રેયસ કો.ઓ.સ્ટોર્સ પાસે, કાંકરીયા, અમદાવાદ-૩૮૦૦રર આપનુ દાન આવકવેરાની કલમ ૮૦/G (પ) હેઠળ પ૦% કરમુક્ત છે. સેવાભારતી ગુજરાત ફોરેન કોન્ટ્રીબ્યુશન એક્ટ ૧૯૭૬ મુજબ રજિસ્ટર્ડ છે.

Leave a comment

Back to Top