લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા ત્યારે – ખેરાલુ પાલિકાની ભારે વરસાદમાં સારી-ખોટી કામગીરીનો સારાંશ

લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા ત્યારે – ખેરાલુ પાલિકાની ભારે વરસાદમાં સારી-ખોટી કામગીરીનો સારાંશ

News, Prachar News No Comments on લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા ત્યારે – ખેરાલુ પાલિકાની ભારે વરસાદમાં સારી-ખોટી કામગીરીનો સારાંશ

લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા ત્યારે
ખેરાલુ પાલિકાની ભારે વરસાદમાં સારી-ખોટી કામગીરીનો સારાંશ

(પ્ર.ન્યુ.સ.)        ખેરાલુ,રવિવાર
ખેરાલુ શહેરમાં શુક્રવારે રાત્રે        ૧ વાગ્યાથી વરસાદ શરુ થયો શનિવારે સવારે લોકો ખુશ હતા ભારે વરસાદી ઝાપટામાં શનિવારે ધંધા રોજગાર સામાન્ય રહ્યા હતા. શનિવારે રાત્રે ધીમી ધારે વરસાદ હતો. ખેરાલુ શહેરમાં તો ગમે તેટલો વરસાદ થાય ક્યારેય પાણી ભરાય તેવી શક્યતા નથી પરંતુ રવિવારે બપોરે ૩-૦૦ કલાક પછી શરુ થયેલા ભારે વરસાદથી ખેરાલુ હાઈવે ઉપર સવળેશ્વર તળાવ સામે અજાપાળ રોડ ઉપર રહેતા ૧૫૦ ઉપરાંત ખેડૂતોનો જીવ અધ્ધર થઈ ગયો હતો. રવિવારે રાત્રે ખેડૂતોના ખેતરો પાણીથી ભરાઈ ગયા હતા. મંગળવારે વહેલી સવારે સવળેશ્વર તળાવ ભરાઈને ઓવરફ્લો થઈ ગયુ હતુ. સોમવાર રાતના કંટાળેલા ખેડૂતોએ ખેરાલુ મામલતદાર, પ્રાંત અધિકારી, જિલ્લા ફ્લડ કંટ્રોલમાં અસંખ્ય ફોન કર્યા હતા. કુંભારખાડ તળાવ ઓવરફ્લો થવાનુ કારણ લોકો પાલિકાને ગણતા હતા. કારણકે ચિમનાબાઈ સરોવરમાંથી પાણી લાવતી કેનાલના ગેટની બાજુમાં પાલિકાએ તોડી નાંખતા કેનાલનુ પાણી કુંભારખાડ તળાવ ભરાઈ ગયુ હતુ તેવુ સોમવારે રાત્રે ખેડૂતો આક્ષેપ કરતા હતા. સોમવારની ગોજારી રાત્રે લોકોના પશુ, અનાજને બચાવવાનો સમય પણ મળ્યો નહોતો. આ બનાવ પછી પાલિકાતંત્રને પુછતા તેમણે જણાવ્યુ કે સોમવારે બપોર પછી ખુબજ ભારે વરસાદ હતો રવિવાર સવારથી મંગળવાર સવાર સુધીમાં ૯ થી ૧૦ ઈંચ વરસાદ પડતા સવળેશ્વર તળાવ ઓવરફ્લો થઈ ગયુ હતુ. કેનાલ તોડવાની બાબતે કેનાલની ઉપરથી પાણી ખેતરોમાં વહેતુ હતુ પછી કેનાલ તોડવાનો પ્રશ્નજ નહતો.
ખેરાલુ શહેરમાં ભારે વરસાદને પગલે સેનેટરી ઈન્સ્પેક્ટર અરૂણભાઈ ચૌધરીએ જણાવ્યુ હતુ કે, સવળેશ્વર તળાવ અને ઝાલી તળાવ ભારે વરસાદમાં ઓવરફ્લો થવાની શક્યતા હોવાથી પાલિકાએ સોમવારે સાંજથી સતત મોનીટરીંગ માટે માણસો મુક્યા હતા. ઝાલી તળાવ ઓવરફ્લો થાય તો આડી નદીમાં પાણી આવે અને આડી નદીથી રૂપેણ નદી સુધીના પટમાં રહેતા લોકોને તકલીફ ન થાય તે માટે આખી રાત કર્મચારીઓ જાગ્યા હતા. વૃંદાવન ચાર રસ્તે મંગળવાર રાત્રે ભુવો પડતા આઈ.સી.આઈ.સી.આઈ.બેંક બાજુનો રસ્તો બ્લોક કર્યો હતો અને એવન પાર્લર બાજુનો રસ્તો ચાલુ રખાયો હતો. આ ભુવો પડવાનુ કારણ માર્ગ અને મકાન વિભાગની પાણીની લાઈન તુટી ગઈ હતી. શીતકેન્દ્રથી દેસાઈવાડે આવવાના રસ્તે માન કુવા પાસે પાણી ન ભરાય તે માટે જે.સી.બી.થી ટ્રેન્ચ બનાવી પાણીનો નિકાલ કરાયો હતો. બસ સ્ટેશન રોડ ઉપર ભુવો પડતા યુધ્ધના ધોરણે જેસીબીથી માટી નંખાવી રસ્તો ચાલુ કરાયો હતો. હાટડીયા પ્રજાપતિવાસ પાસે એક મકાન શ્રીમાળીવાડા પાસે મકાન અને દેસાઈવાડા પાસે રસ્તા ઉપર મકાન પડતા તેનો કાટમાળ સાફ કરાયો હતો.

Leave a comment

Back to Top