વિસનગર તાલુકામાં વરસાદથી ૬૧ મકાનોને નુકશાન-૮ પશુઓના મોત

વિસનગર તાલુકામાં વરસાદથી ૬૧ મકાનોને નુકશાન-૮ પશુઓના મોત

Prachar News No Comments on વિસનગર તાલુકામાં વરસાદથી ૬૧ મકાનોને નુકશાન-૮ પશુઓના મોત

વિસનગર તાલુકામાં વરસાદથી ૬૧ મકાનોને નુકશાન-૮ પશુઓના મોત

(પ્ર.ન્યુ.સ.)        વિસનગર,રવિવાર
વિસનગર પંથકમાં આવેલા વરસાદમાં તાલુકાના ગામડાઓમાં જર્જરિત ૬૧ મકાનોને નુકશાન તથા ૮(આઠ) પશુઓની જાનહાની થવાના બનાવો બન્યા હતા. આ બનાવમાં દરેક ગામના તલાટી કમ મંત્રીના રિપોર્ટના આધારે વિસનગર તાલુકા પંચાયતના ટીડીઓ વિજયભાઈ ચૌધરી, મેહુલભાઈ પટેલ, ટ્‌વીન્કલબેન દેસાઈ સહિતના સ્ટાફે વિગતવાર રિપોર્ટ તૈયાર કરી જીલ્લા વિકાસ અધિકારીને મોકલી આપ્યો છે. જેમાં કયા ગામમાં કોના મકાનને નુકશાન થયુ અને કયા પશુપાલકના પશુનુ મોત થયુ તેની વિગત જોઈએ તો,
વિસનગર તાલુકાના ભાલક ગામમાં દેવીપૂજક જયંતીભાઈ કેશાભાઈ, રાવળ હરગોવનભાઈ અંબારામ, પઠાણ મૈયુદ્દીનખાન ઈસબખાન, શેખ મમદુભાઈ પીરૂભાઈ, ઠાકોર નવાબેન વરવાજી, ઠાકોર લખાજી મંગાજી, ચમાર નરસિંહભાઈ વરૂભાઈ, ઠાકોર કાળીબેન બદાજી તથા દેવીપૂજક શંકરભાઈ બનાભાઈના મકાનને નુકશાન થયુ છે. તરભ ગામમાં ઠાકોર અરૂણાબેન સાર્દુલજી, ઠાકોર તેજાજી રૂસાજી, ઠાકોર રૂપસંગજી વિરાજી, ઠાકોર મસોતજી દાંલાજી, ઠાકોર લીલાજી દાંલાજી, ઠાકોર અમરતજી દાંલાજી, ઠાકોર ગાભાજી લીલાજી, રાજપૂત ભાવેશજી નારાયણજી, ઠાકોર પ્રવિણજી જીવણજી, ઠાકોર બઘાજી માનસંગજી, ઠાકોર બળદેવજી ગામાજી, ઠાકોર ગાંડાજી કુંભાજી, ઠાકોર સોનાજી જવાનજી, દેવીપૂજક શિવાભાઈ પુંજાભાઈ, દેવીપૂજક અમરતભાઈ સોમાભાઈ, દેવીપૂજક પ્રકાશભાઈ ચંદુભાઈ, દેવીપૂજક લીલાબેન શંકરભાઈ, દેવીપૂજક ફુલાભાઈ ચમનભાઈ તથા રાજપૂત મહેશજી ભગાજીના મકાનને નુકશાન થયુ છે. ઉમતા ગામમાં ઠાકોર વિક્રમજી ઘેમરજી, વણકર બાબુભાઈ નરસિંહભાઈ, પટેલ રજનીકાન્ત મફતલાલ, ઠાકોર કાન્તાબેન કેશાજી, પટેલ હસમુખભાઈ સોમાભાઈ તથા પટેલ અરવિંદભાઈ સોમાભાઈના મકાનને નુકશાન થયુ છે. ગુંજા ગામમાં ચૌધરી વિનોદભાઈ મસોતભાઈ, પઠાણ મોહંમદભાઈ અહેમદખાન તથા મીરા દાતારની દરગાહ(ગામ ટ્રસ્ટ)ના મકાનને નુકશાન થયુ છે. સદુથલામાં દેવીપૂજક રમેશભાઈ મેલાભાઈ તથા દેવીપૂજક સુરેશભાઈ મેલાભાઈના મકાનને નુકશાન થયુ છે. વડુ ગામમાં સેનમા શંકરભાઈ જીવાભાઈ, ઠાકોર બઈલાબેન મંગાજી તથા પટેલ કેતનકુમાર વિઠ્ઠલદાસના મકાનને નુકશાન થયુ છે. રંડાલા ગામમાં ઠાકોર ભવાનજી તેજાજી તથા ચૌધરી બાબુભાઈ મોતીભાઈના મકાનને નુકશાન થયુ છે. કંસારાકુઈમાં પટેલ બાબુભાઈ હેમાભાઈના મકાનને નુકશાન થયુ છે. જેતલવાસણામાં સેનમા રેવાભાઈ જેસંગભાઈના મકાનને નુકશાન થયુ છે. કમાણામાં ઠાકોર પ્રવિણજી અભુજી તથા ઠાકોર બાબુજી નેનાજીના મકાનને નુકશાન થયુ છે. સવાલા ગામમાં પાંચ ઘેટાનુ મરણ થયુ છે. તથા ગુંજાળા ગામમાં ચૌધરી સગરામભાઈ વાહજીભાઈના ઢોર બાંધવાના છાપરાને નુકશાન થયુ છે. બેચરપુરા ગામમાં ઠાકોર ભરતજી અમરતજી તથા રબારી સરતાનભાઈ ચેહોરભાઈના મકાનને નુકશાન થયુ છે. ઈયાસરાના ગામમાં ઠાકોર વલાજી કડવાજીના મકાનને નુકશાન થયુ હતુ. જ્યારે વરસાદમાં ઠાકોર અમરતજી જેસંગજીની ભેંસ(પાડી) તથા ઠાકોર રમણજી સોમાજીની ભેંસનુ મરણ થયુ હતુ. રંગપુરમાં પટેલ રમેશભાઈ માધવલાલ તથા પટેલ અલ્પાબેન નવિનલાલના મકાનને નુકશાન થયુ છે. લાછડીમાં પટેલ રામીબેન ત્રિભોવનદાસ તથા પટેલ બાબુભાઈ શિવાભાઈના મકાનને નુકશાન થયુ છે. કાંસામાં જોષી બાબુભાઈ મોહનલાલના મકાનને નુકશાન થયુ છે. દઢિયાળમાં દેવીપૂજક શૈલેષભાઈ મેલાભાઈના બકરીનુ બચ્ચુ(લવારૂ)નુ મરણ થયુ હતુ. પુદગામમાં ઠાકર પુષ્પાબેન નારણભાઈના મકાનને નુકશાન થયું છે. ઘાઘરેટમાં લાયબ્રેરીની દિવાલને નુકશાન થયુ છે. તથા સવાલામાં ચૌહાણ સુમતખા ઈમરતખાનના મકાનને નુકશાન થયુ છે. આ અંગે ટીડીઓ વિજયભાઈ ચૌધરીએ જણાવ્યુ છેકે, તાલુકાના ગામડાઓમાં થયેલ નુકશાનનુ સર્વે કરવા તાલુકા પંચાયતની એક ટીમ બનાવવામાં આવી છે. જેમના રીપોર્ટના આધારે દરેક ગામના મકાન માલિક તથા પશુપાલકોને સરકારના નિયમોનુસાર સહાય ચુકવવામાં આવશે.

Leave a comment

Back to Top