અધૂરો રોડ બનશે-૪ કી.મી.પાઈપલાઈન નંખાશે ધારાસભ્ય ઋષિભાઈના પ્રયત્નોથી કાંસા રોડની સમસ્યાનો અંત

અધૂરો રોડ બનશે-૪ કી.મી.પાઈપલાઈન નંખાશે ધારાસભ્ય ઋષિભાઈના પ્રયત્નોથી કાંસા રોડની સમસ્યાનો અંત

News, Prachar News No Comments on અધૂરો રોડ બનશે-૪ કી.મી.પાઈપલાઈન નંખાશે ધારાસભ્ય ઋષિભાઈના પ્રયત્નોથી કાંસા રોડની સમસ્યાનો અંત

અધૂરો રોડ બનશે-૪ કી.મી.પાઈપલાઈન નંખાશે
ધારાસભ્ય ઋષિભાઈના પ્રયત્નોથી કાંસા રોડની સમસ્યાનો અંત
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરના કાંસા ચાર રસ્તાથી ખોડીયાર માતાના મંદિર સુધીના ઉબડખાબડ રોડ તથા ગટરના ઉભરાતા ગંદા પાણીથી લોકોને પારાવાર મુશ્કેલી પડે છે. ત્યારે ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલે લોકોને પડતી મુશ્કેલી કાયમી દૂર કરવા સરકારમાંથી ૩૪૦ મીટર સી.સી.રોડ તથા ૯૦૦ એમ.એમ.ડાયાની ચાર કી.મી.ની પાઈપલાઈન મંજુર કરાવતા લોકોમાં આનંદની લાગણી ફેલાઈ છે. આ કામગીરી ગુરૂકુળ રોડનું કામ પૂર્ણ થયા બાદ કરવામાં આવશે તેવુ ધારાસભ્યશ્રીએ જણાવ્યુ છે.
કાંસા ચાર રસ્તાથી ખોડીયાર માતાના મંદિર સુધીના ઉબડખાબડ અને બિસ્માર રોડથી વાહન ચાલકોને આવવા-જવામાં ભારે મુશ્કેલી પડે છે. જેમાં ચોમાસાના વરસાદી પાણીનો કોઈ નિકાલ ન હોવાથી વરસાદી પાણી રોડ ઉપર ભરાય છે. ત્યારે વાહનચાલકોને વરસાદી પાણીમાં રોડના ખાડા ન દેખાતા કમરના મણકા તૂટી જાય તેવા પટકાતા હતા. વાહન ચાલકોને આવા ઉબડખાબડ રોડ ઉપરથી પસાર થવું એટલે સાત સમુંદર પાર કરવા જેવુ લાગતુ હતુ. વાહનચાલકોની મુશ્કેલી દુર કરવા માર્ગ અને મકાન વિભાગના અધિકારી રોડ ઉપર પડેલા કમરતોડ ખાડા પુરાવતા હતા. પરંતુ ભગવાનને જાણે આ થીગડાવાળો રોડ પસંદ ન હોય તેમ ખાડા પુર્યા પછી વરસાદ પડતા ફરીથી ખાડા પડી જતા હતા. માર્ગ અને મકાન વિભાગના અધિકારી રોડ ઉપર વારંવાર ખાડા પુરાવીને કંટાળી ગયા હતા. બીજી બાજુ ઉબડખાબડ અને બિસ્માર રોડ ઉપરથી રોજેરોજ પસાર થતા વાહનચાલકોનો ધારાસભ્ય ઋષિકેશભાઈ પ્રત્યે ભારોભાર રોષ ઉભો થયો હતો. લોકોનો રોષ જોઈને ધારાસભ્ય ઋષિકેશભાઈએ અધૂરો સી.સી.રોડ બનાવવા તથા વરસાદી પાણીના નિકાલના વર્ષો જૂના પ્રશ્નનો કાયમી નિરાકરણ લાવવા માટે વારંવારની રજુઆત બાદ સરકારમાંથી ૩૪૦ મીટર અધૂરો સી.સી.રોડ તથા વરસાદી પાણીના નિકાલ માટે ૯૦૦ એમ.એમ.ડાયાની ૪ કી.મી. જેટલી પાઈપલાઈનની મંજુરી મેળવતા લોકોમાં આનંદની લાગણી ફેલાઈ છે. જોકે આ કામગીરી ગુરૂકુળ તરફના સી.સી.રોડનુ કામ પૂર્ણ થયા બાદ તાત્કાલિક હાથ ઉપર લેવામાં આવશે. જેથી વાહનચાલકોને ગુરૂકુળ રોડ ઉપર ડાયવર્ઝન આપતા ટ્રાફીકની સમસ્યા ઉભી ન થાય તેવુ ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલે જણાવ્યુ છે.

Leave a comment

Back to Top