ખેરાલુ ધારાસભ્ય અને સંસદીય સચિવ ભરતસિંહ ડાભીના પ્રયત્નથી ચિમનાબાઈ સરોવરમાં મોકેશ્વર ડેમનુ પાણી શરુ

ખેરાલુ ધારાસભ્ય અને સંસદીય સચિવ ભરતસિંહ ડાભીના પ્રયત્નથી ચિમનાબાઈ સરોવરમાં મોકેશ્વર ડેમનુ પાણી શરુ

News, Prachar News No Comments on ખેરાલુ ધારાસભ્ય અને સંસદીય સચિવ ભરતસિંહ ડાભીના પ્રયત્નથી ચિમનાબાઈ સરોવરમાં મોકેશ્વર ડેમનુ પાણી શરુ

ખેરાલુ ધારાસભ્ય અને સંસદીય સચિવ ભરતસિંહ ડાભીના પ્રયત્નથી
ચિમનાબાઈ સરોવરમાં મોકેશ્વર ડેમનુ પાણી શરુ
(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
મોકેશ્વર ડેમ ઓવરફ્લો થાય ત્યારે ચિમનાબાઈ સરોવરમાં પાણી લાવવા માટે સરકાર દ્વારા કેનાલ બનાવવામાં આવી છે. તાજેતરમાં મોકેશ્વર ડેમ ઓવરફ્લો થયો હતો પરંતુ ડેમના ઈજનેરો દ્વારા ચિમનાબાઈ સરોવરમાં પાણી લાવતી કેનાલનું સીલ્ટીંગ (માટી સાફ) કરાઈ નહોતી. તેનુ સમયસર ટેન્ડરીંગ કર્યુ નહોતુ. કારણ ડેમના ઈજનેરોની ખેરાલુ તાલુકા માટેની સુગ છે તેમ ચર્ચાતુ હતુ. આવા ઈજનેરો વિરુધ્ધમાં સરકારે કાર્યવાહી કરવી જોઈએ તેવા પ્રચાર સાપ્તાહિકના સમાચારોના પગલે ધારાસભ્ય અને સંસદીય સચિવ ભરતસિંહ ડાભીએ ઈજનેરોને તતડાવતા ગણત્રીના દિવસોમાં કેનાલની માટી સાફ કરાતા મોકેશ્વર ડેમમાંથી ચિમનાબાઈ સરોવરની કેનાલમાં પાણી ડેમ ઓવરફ્લો થયા પછી ૧૫ દિવસે શરુ કરાયુ છે.
સરકાર નઘરોળ ઈજનેરો ઉપર પગલા ભરવાની નથી પરંતુ ધારાસભ્ય ભરતસિંહના પ્રયત્નોથી શનિવારે તા.૫-૮-૨૦૧૭ ના રોજ સવારે ૭-૩૦ કલાકે મોકેશ્વર ડેમથી પાણી છોડવાના સમાચારો વહેતા ગતા સોશીયલ મીડીયા ઉપર લોકોએ ધારાસભ્યના પાણી શરુ કરવાના પ્રયત્નને વખાણ્યો હતો. ધારાસભ્ય ભરતસિંહ ડાભી સાથે તાલુકા ભાજપ પ્રમુખ કેશુભાઈ ચૌધરી ખેરાલુ શહેર ભાજપના અગ્રણી લાલાજી ઠાકોર વહેલી સવારે ૭-૦૦ વાગે મોકેેશ્વર પહોચી ગયા હતા. ઈજનેરોની હાજરીમાં ત્રણ અગ્રણીઓએ પાણીને વધાવી મોકેશ્વર ડેમની ચિમનાબાઈ સરોવરની કેનાલમાં છોડાવ્યુ હતુ. અત્રે ઉલ્લેખનીય છેકે ૫૦ ક્યુસેક નર્મદા પાઈપલાઈનથી ધરોઈનુ પાણી ચિમનાબાઈ સરોવરમાં અગાઉથી આવેજ છે ત્યારે મોકેશ્વર ડેમનુ પણ ૫૦ ક્યુસેક પાણી શરુ કરાતા ૧૦૦ ક્યુસેક પાણી ચિમનાબાઈ સરોવરમાં પહોંચતા તાલુકાના ખેડૂતોમાં આનંદ સમાતો નહોતો.

Leave a comment

Back to Top