ગુંદીખાડ ગુરૂશ્રી ઉમેદપુરી મિત્રમંડળ દ્વારા વરસાદી કહેરમાં માનવતાની મહેક ફેલાવી

ગુંદીખાડ ગુરૂશ્રી ઉમેદપુરી મિત્રમંડળ દ્વારા વરસાદી કહેરમાં માનવતાની મહેક ફેલાવી

News, Prachar News No Comments on ગુંદીખાડ ગુરૂશ્રી ઉમેદપુરી મિત્રમંડળ દ્વારા વરસાદી કહેરમાં માનવતાની મહેક ફેલાવી

ગુંદીખાડ ગુરૂશ્રી ઉમેદપુરી મિત્રમંડળ દ્વારા વરસાદી કહેરમાં માનવતાની મહેક ફેલાવી
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર ગુંદીખાડના ગુરૂશ્રી ઉમેદપુરી મિત્રમંડળ હરહંમેશ ધાર્મિક-સામાજીક સેવાકીય પ્રવૃત્તિઓમાં તત્પર હોય છે. બનાસકાંઠામાં પુર પ્રકોપના કારણે લોકો નિઃસહાય બન્યા છે. ત્યારે કુદરતી થપાટનો ભોગ બનેલા લોકો માટે ગુરૂશ્રી ઉમેદપુરી મિત્રમંડળ દ્વારા ફરસીપુરીના ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા હતા. આ વિસ્તારના તમામ જ્ઞાતિના યુવાનો અને બહેનો આ સેવાકાર્યમાં લાગ્યા હતા. બહેનો આખો દિવસ બેસી ૨૦૦ કીલોની ફરસી પુરી વણી તેના ફૂડ પેકેટ તૈયાર કર્યા હતા. જેમાં યુવાનોએ પણ સહકાર આપ્યો હતો. જ્યારે યુવાનો આ વિસ્તારના તમામ ઘરમાં ફરીને કપડા, ધાબળા, શાલ, મીણબત્તી વિગેરે એકઠુ કર્યુ હતુ. ફૂડ પેકેટ તથા જીવન જરૂરી વસ્તુઓ એક મેટાડોરમાં ભરી પુરગ્રસ્ત બનાસકાંઠા પહોચ્યા હતા. જ્યાં હોડીમાં બેસી પુર પીડીતોને હાથોહાથ ફૂડ પેકેટ અને કપડા, ધાબળા, શાલનુ વિતરણ કર્યુ હતુ. ગુરૂશ્રી ઉમેદપુરી મિત્રમંડળે પુર પીડીતોને સહાય કરી માનવતાનુ ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડ્યુ હતુ.

Leave a comment

Back to Top